'લઇ લો ભાઇ..80 રુપિયે કિલો ગેસ'..સુરત જિલ્લામાં LPGનો વેપલો
સુરત (Surat) જિલ્લાના પલસાણા તાલુકામાં શાકભાજીની જેમ ખુલ્લેઆમ ગેરકાયદે LPG ગેસનું વેચાણ થઇ રહ્યું છે. માઇક લગાવીને શાકભાજીની જેમ ૮૦ રૂપિયે કિલો ગેસનું ગેરકાયદે વેચાણ થતું હોવાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. વીડિયોના પગલે તંત્રમાં દોડધામ મચી ગઇ હતીLPG ગેસ રીફલિંગનો ગેરકાયદે વેપલોએક તરફ ભારત સરકાર ઘર ઘર ગેસ સિલિન્ડરની ઝુંબેશ સાથે ગરીબ વ્યક્તિઓના ઘર સુધી ચૂલો સળગે તે પ્રકારની સુવ
Advertisement
સુરત (Surat) જિલ્લાના પલસાણા તાલુકામાં શાકભાજીની જેમ ખુલ્લેઆમ ગેરકાયદે LPG ગેસનું વેચાણ થઇ રહ્યું છે. માઇક લગાવીને શાકભાજીની જેમ ૮૦ રૂપિયે કિલો ગેસનું ગેરકાયદે વેચાણ થતું હોવાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. વીડિયોના પગલે તંત્રમાં દોડધામ મચી ગઇ હતી
LPG ગેસ રીફલિંગનો ગેરકાયદે વેપલો
એક તરફ ભારત સરકાર ઘર ઘર ગેસ સિલિન્ડરની ઝુંબેશ સાથે ગરીબ વ્યક્તિઓના ઘર સુધી ચૂલો સળગે તે પ્રકારની સુવિધાઓ ઉભી કરી રહી છે. તો બીજી તરફ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મોટે ભાગના ગામોમાં ખુલ્લેઆમ માઈક લગાવી LPG ગેસ રીફલિંગનો ગેરકાયદે વેપલો કરવામાં આવી રહ્યો છે.
જાહેર માર્ગ પર માઈક લગાવી વજન કાંટો મૂકી ૮૦ રૂપિયા કિલો ગેસ
જાહેર માર્ગ પર માઈક લગાવી વજન કાંટો મૂકી ૮૦ રૂપિયા કિલો LPG ગેસનો ગેરકાયદે વેચાણ કરવામાં આવી રહ્યું છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાની તો ઔદ્યોગિક એકમ ગણાતા જોળવા , તાતીથૈયા , વરેલી , બલેશ્વર અને પલસાણા ખાતે જાહેરમાં શાકભાજીની જેમ માઈક લગાવી ૮૦ રૂપિયે કિલો LPG ગેસનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
તંત્રમાં દોડધામ
વિડીયો વાયરલ થતા મામલતદાર એચ.એચ. કાકલોતરની ટીમ દોડતી થઈ હતી. પુરવઠા વિભાગના રહેમ નજર હેઠળ ચાલતા ગેરકાયદે વેપલા પર મામલતદારે રેડ કરી હતી. બલેશ્વર અને તાતીથૈયા ખાતે રેડ કરી 26 હજારથી વધુનો મુદ્દામાલ કરવામાં કબ્જે કરવામાં આવ્યો હતો. જોકે પુરવઠા વિભાગની મિલી ભગત હોય તેમ કોઈ ઠોસ કાર્યવાહી નહીં થતાં હજુ સુધી એકેય આરોપીની અટક સુદ્ધા કરવામાં આવી નથી. અને માત્ર રેડ અને કાર્યવાહી ના નામે પુરવઠા વિભાગ બચાવ કરતું જોવા મળ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ