Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં કાપડ એક્સપોર્ટ અને રિઅલ એસ્ટેટ સાથે જોડાયેલા જૂથ પર આવકવેરાના દરોડા

હીરા ઉધોગની સફળતા બાદ કાપડ ઉદ્યોગમાં ઇન્કમટેક્સના દરોડાપાંચ વર્ષ બાદ ફરી સર્ચ કરાતા ખળભળાટરાંદેર ગોરાટ વિસ્તારમાં પ્રખ્યાત ઉમર જનરલને ત્યાં ફરી એક વાર ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશનકુલ ૧૫ સ્થળે દરોડા પડતા અન્ય ઉદ્યોગકારો માં ફફડાટ ફેલાયોસર્ચની માહિતી લીક થવાના ભયે પોલીસ બંદોબસ્ત વગર કાર્યવાહી કરાઇ આવકવેરા (Income Tax) વિભાગને હીરા ઉદ્યોગમાં સફળતા મળ્યા બાદ કાપડ ઉદ્યોગનો વારો આવ્યà«
સુરતમાં કાપડ એક્સપોર્ટ અને રિઅલ એસ્ટેટ સાથે જોડાયેલા જૂથ પર આવકવેરાના દરોડા
  • હીરા ઉધોગની સફળતા બાદ કાપડ ઉદ્યોગમાં ઇન્કમટેક્સના દરોડા
  • પાંચ વર્ષ બાદ ફરી સર્ચ કરાતા ખળભળાટ
  • રાંદેર ગોરાટ વિસ્તારમાં પ્રખ્યાત ઉમર જનરલને ત્યાં ફરી એક વાર ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશન
  • કુલ ૧૫ સ્થળે દરોડા પડતા અન્ય ઉદ્યોગકારો માં ફફડાટ ફેલાયો
  • સર્ચની માહિતી લીક થવાના ભયે પોલીસ બંદોબસ્ત વગર કાર્યવાહી કરાઇ 
આવકવેરા (Income Tax) વિભાગને હીરા ઉદ્યોગમાં સફળતા મળ્યા બાદ કાપડ ઉદ્યોગનો વારો આવ્યો છે. ડીઆઈ વિંગ દ્વારા બે મહિના પહેલાં હીરા ઉદ્યોગકારો અને ફાઇનાન્સરને ત્યાં સર્ચની કાર્યવાહી કરાઈ હતી. ત્યાર બાદ હવે કાપડ ઉદ્યોગમાં જાણીતા નામ ઉપર સર્ચ શરૂ કરાયું છે. સુરત (Surat) ખાતે સોમવારની સવારે કાપડ એક્સ્પોર્ટ અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા જનરલ ગ્રૂપના ઉમર જનરલ અને તેમની સાથે સંકળાયેલા કુલ ૧૪ ઠેકાણે સર્ચની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તમામ સ્થળો પર મોડી રાત સુધી જારી રહેલી કાર્યવાહીમાં મોટા પાયે દસ્તાવેજો મળી આવ્યા હતા.તપાસ પછી મોટી રકમની ટેક્સચોરી બહાર આવે તેવી શક્યતા એ અન્ય માં ફફડાટ ફેલાયો છે.
15 ઠેકાણા પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા
સુરત અને રાજસ્થાનમાં મોટું એક્સપોઝર ધરાવનાર બાંધકામ અને ટેક્સટાઈલ ઉધોગ સાથે સંકળાયેલા જનરલ ગ્રુપનાં 15 ઠેકાણા પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડી બાંધકામ અને ટેક્સટાઈલ સેક્ટર સાથે સંકળાયેલા લોકો ના પ્રોજેકટને વણીમાં લીધા છે.
વહેલી સવારે  લોકેશન આપી ઓપરેશન શરૂ
સૂત્રો પાસે મલ્ટી માહિતી અનુસાર ઇન્કમટેક્સ વિભાગના ડિઆઇ વિંગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. રાંદેર વિસ્તારમાં રહેતા અને ટેક્સટાઇલ અને રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા જનરલ ગ્રુપના ઉંમર જનરલની રીંગરોડ આઇસીસી બિલ્ડીંગ ખાતે આવેલ ઓફિસ તેમજ તેમના રાંદેર વિસ્તારમાં આવેલ ઘર અને સાથે જ તેમની સાથે સંકળાયેલ અન્ય લોકોના ઘર અને ઓફિસ મળી 14 ઠેકાણે દરોડા પાડી સર્ચ ની કામગીરી આઇકર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. સર્ચ ઓપરેશન સફળ થાય તે માટે ગતરાત્રે અધિકારી ઓને શહેરની બહાર મોકલવામાં આવ્યા હતા ત્યાર બાદ વહેલી સવારે તેમને લોકેશન આપી ઓપરેશન શરૂ કરાયું હતું.
ટીમ બંગલો જોઇ ચોંકી
સવારે છ કલાકે જ આઇટીની ટીમ ગોરાટ રોડ સ્થિતના ઉમર જનરલના આલિશાન બંગ્લા પર પહોંચી ત્યારે અંદરથી મહેલ જેવો બંગલો જોઈ ચોંકી ઊઠી હતી.જનરલ ગ્રુપ ગોરાટરોડ પરનાં પ્રોજેકટમાં બાંધકામ ફાયનાન્સ સાથે સંકળાયેલું છે. જ્યારે ટેક્સટાઈલમાં મેન્યુફેક્ચરિંગ, હોલસેલ, યુએઈ સહિતનાં અન્ય દેશમાં એક્સપોર્ટનો વેપાર ધરાવે છે.
ટેક્સટાઇલ મેન્યુફેક્ચરીંગ,એક્સપોર્ટ અને રીઅલ એસ્ટેટની તપાસ
આવક વેરા વિભાગના સૂત્રોનું માનીએ તો જનરલ ગ્રુપના ટેક્સટાઇલનું ટર્નઓવર અંદાજે 300 કરોડ જેટલું છે. જેથી સર્ચમાં ટેક્સટાઇલ મેન્યુફેક્ચરીંગ,એક્સપોર્ટ અને રીઅલ એસ્ટેટમાં રોકાણને લગતાં તમામ ડોક્યુમેન્ટ નો બારીકી થી તપાસ કરવા થેલા ભરી જપ્ત કરવામાં આવ્યાં છે.જનરલ ગ્રુપ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલું છે અને ડોમેસ્ટિક માર્કેટ ઉપરાંત એક્સપોર્ટનું પણ મોટું કામકાજ ધરાવે છે. મહત્વ ની વાત એ છે કે કેટલીક જાણીતી બ્રાન્ડ માટે જનરલ ગ્રુપ ફેબ્રિક્સ સપ્લાય કરતું હોવાનું પણ આવક વેરા વિભાગ ના ધ્યાને આવ્યું હતું,
અન્ય બિલ્ડરોને પણ બોલાવાશે
સુરતના ન્યુ રાંદેર-ગોરાટ રોડ મોઘઢાત રહીશો માટેનો રહેવાનો રોડ ગણવામાં આવતો આ રોડ પર આવેલાં રીઅલ એસ્ટેટ પ્રોજેકટમાં ફ્લેટના બુકીંગ સોદા 2.50 કરોડથી 3,75 કરોડ સુધી પહોંચતા આવકવેરા વિભાગની આંખો પહોળી થઇ હતી. જંત્રી અને માર્કેટ વેલ્યુ કરતાં અનેક ગણા ભાવે ફ્લેટ વેચાવા સામે વેચાણ કિંમત ઓછી દર્શાવી મોટાપાયે આવકવેરાની અને જીએસટીની ચોરી કરવામાં આવી રહી હોવાની વિગત મળતાં આવકવેરા વિભાગે રોકાણકારોને ત્યાં સર્ચથી પ્રારંભ કર્યો અને અંત જનરલ ગ્રુપે આવી પહોંચ્યો જેથી તેમના પ્રોજેક્ટ કરવા ઉપરાંત બીજા બિલ્ડરોનાં પ્રોજેકટમાં ધિરાણ કર્યું હોવાની પણ આવકવેરા વિભાગને શંકા છે તેને લગતાં ડોક્યુમેન્ટને આધારે અન્ય બિલ્ડરોને વિભાગ સમન્સ પાઠવી ખુલાસો કરવા તેડાવશે જેવી કાર્યવાહી પણ હાથ ધરવાની આવક વેરા વિભાગે તૈયારી દર્શાવી છે.

પાંચ વર્ષ પહેલા હોબાળો થયો હતો
આશ્ચર્ય ની વાત છે કે આ પ્રખ્યાત જનરલ ગ્રુપ ને ત્યાં પાંચ વર્ષ અગાઉ પણ સર્ચ કાર્યવાહી થઈ હતી.એટલે આ દરોડા પાંચ વર્ષ પહેલાં પણ થઈ ચૂક્યા છે. ઉલ્લખનીય છે કે ભૂતકાળમાં દરોડા વખતે હોબાળો થયો હતો,જેથી ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે સર્ચ કરાયું  પાંચ વર્ષ પહેલાં સર્ચ દરમિયાન ભેગા થયેલા ટોળાં એ હોબાળો માચાવતાં પોલીસ બંદોબસ્ત સાથે આવકવેરા વિભાગે સર્ચ કાર્યવાહી કરી હતી પરંતુ આ વખતે કોઈ અવરોધ ઊભો થયો નથી.મોટાભાગે આવકવેરા વિભાગ સર્ચની કાર્યવાહી લીક થવાના ભયે પોલીસ બંદોબસ્ત માંગતું નથી.
ઉપર જનરલ ગ્રુપ કેટલીક જાણીતી બ્રાન્ડ માટે “ફેબ્રિક્સ સપ્લાય કરે છે. જેથી શરૂ થયેલા સર્ચમાં મોટાપાયે કાળું નાણું મળી આવવાની શક્યતા પણ આવકવેરા વિભાગે વ્યક્ત કરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.