Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગ્લેંડર રોગનો કહેર, રોગને વકરતો અટકાવવા 6 અશ્વોને દયામૃત્યું આપ્યા, જાણો શું છે ગ્લેંડર રોગ

સુરતના (Surat) લાલ દરવાજા વિસ્તારમાં ગ્લેંડર (Glandar Disease) નામના રોગનો ઝડપી રીતે ફેલાવો થઈ રહ્યો છે.આ રોગ નો ભોગ બનેલા તમામ છ અશ્વોને દયા મૃત્યુ આપી મારી નાંખવામાં આવ્યા છે.જેનું ખુદ કલેકટર ને પણ દુઃખ છે..ચેપી રોગને આગળ વધતો અટકાવવા સખત નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકે દિલ પર પથ્થર મૂકીને પોઝિટિવ છ અશ્વોને દયા મૃત્યુ આપવાનો હુકમ કર્યો હતો.જો કે આ હુકમ થી તેઓ પણ દુઃખી હતા, àª
05:31 PM Feb 15, 2023 IST | Vipul Pandya
સુરતના (Surat) લાલ દરવાજા વિસ્તારમાં ગ્લેંડર (Glandar Disease) નામના રોગનો ઝડપી રીતે ફેલાવો થઈ રહ્યો છે.આ રોગ નો ભોગ બનેલા તમામ છ અશ્વોને દયા મૃત્યુ આપી મારી નાંખવામાં આવ્યા છે.જેનું ખુદ કલેકટર ને પણ દુઃખ છે..ચેપી રોગને આગળ વધતો અટકાવવા સખત નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકે દિલ પર પથ્થર મૂકીને પોઝિટિવ છ અશ્વોને દયા મૃત્યુ આપવાનો હુકમ કર્યો હતો.જો કે આ હુકમ થી તેઓ પણ દુઃખી હતા, ક્લેકટરના આદેશ બાદ બુધવારે રાતે પોઝિટિવ તમામ ઘોડાને ઇન્જેક્શન આપી મારી નાંખવામાં આવ્યા હતા.
એટલું જ નહીં ગુરુવાર થી લાલ દરવાજા વિસ્તારના અંદાજિત ૧૫૦ અશ્વોના સેમ્પલ લઈ ટેસ્ટિંગ કરવા આદેશ અપાયા છે.જેને ધ્યાને લઇ ટીમ મો તૈયાર કરવામાં આવી છે.જો કે આ રોગ ની તપાસ કરવું પણ એક ઝોખમ એજ છે .કારણ કે આ રોગ પશુ માથી માનવ માં ઝડપી રીતે ફેલે છે.જેનો તંત્ર માં પણ એક ભય ઊભો થયો છે. સુરત શહેર અને જિલ્લામાં લગ્નસરાની સિઝન વચ્ચે શહેરના લાલ દરવાજા વિસ્તારમાં છ ઘોડામાં ગ્લેંડર નામનો રોગ જોવા મળતાં ફફડાટ વ્યાપી ગયો હતો,લોકો માં ભય નો માહોલ તો તંત્ર પોતે મૂંઝવણ માં મુકાયું હતું.
લાલ દરવાજા વિસ્તારમાં ૧૫ જેટલા લોકો અદાજિત ૧૫૦ જેટલાં ઘોડા ઉછેરી રહ્યા હોવાનું તંત્ર ના ધ્યાને આવ્યું છે, જેમાં મોટાભાગના લોકો લગ્નસરામાં બગી ભાડેથી આપવા માટે જાણીતા છે.જો કે આ ઘોડાનો ઉપયોગ બગી માં કરવામાં આવે છે. જો કે આ તમામ વચ્ચે સુરત ના લાલ દરવાજા વિસ્તારના અશ્વોમાં ગ્લેંડર રોગ પોઝિટિવ આવતા જિલ્લા કલેક્ટરે લાલ દરવાજા વિસ્તારની આસપાસના પાંચ કિલોમીટર વિસ્તારમાંના ઘોડા ઓને બહાર નીકળવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.સાથે જ આગામી એક મહિના સુધી આ ઘોડાને બહાર લઈ જવા કે બહારના ઘોડાને લાલ દરવાજા વિસ્તારમાં લાવવા ઉપર પાબંધી લાદી દેવામાં આવી છે. બીજી તરફ ગ્લેંડર નામના રોગનો ભોગ બનેલા ૬ ધોડાને તાત્કાલિક અસરથી દયા મૃત્યું આપવા સુરત જિલ્લા ક્લેક્ટરે આદેશ જારી કર્યો છે. 
સુરત માં તેજી થી પ્સરેલા ચેપી રોગને આગળ વધતો અટકાવવા માટે સુરત જિલ્લા કલેક્ટરે કડક નિર્ણય લેવાની ફરજ પડી હતી. બુધવારે તમામ છ અશ્વોને થોયાપેન્ટલ નામનું ઇન્જેક્શન આપી મારી નાંખવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામને દાટી દેવામાં આવ્યા હતા. એક જ માલિકના ૮ માંથી ૬ ઘોડા પોઝિટીવ આવ્યા જેનો તે માલિક ને પણ દુઃખ હતો.બાળકો ની જેમ તેમનો માલિક એ ઉછેર કર્યો હતો.જો કે હાલ માલિક ની પણ તપાસ કરવા ના આદેશ અપાયા છે.
ઘોડા ઓ મરતા ઘોડા નો ઉછેર કરતો પરિવાર ની રોજી રોટી મુશ્કેલીમાં આવી ગઈ હતી,શહેર ના લાલા દરવાજા આસપાસ અંદાજિત ૧૫ જેટલા અશ્વો ઉછેર થઈ રહ્યો છે. પરંતુ એક માલિક ૮ ધોડા ઉછેરી બગી ભાડે આપી પરિવારનું ગુજરાત ચલાવી રહ્યા હતા. દરમિયાન આ માલિકના ૮ ધોડામાંથી ૬ ઘોડા ગ્લેંડર પોઝિટિવ આવતા ને મારી નાંખવા કલેક્ટરે આદેશ કરતાં તેઓને મારી નાંખી દાટી દેવામાં આવ્યા છે. એક સાથે ૬ ઘોડાને મારી નંખાતા પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. અશ્વોમાંથી મનુષ્યમાં ઝડપથી રોગો ફેલાતો હોવાથી દયામૃત્યું આપવા નિર્ણય લેવાતા ઘોડા માલિકો ઉપર આભ તુટી પડયો છે.
ગ્લેંડર નામનો રોગ અશ્વોમાંથી ખૂબ જ ઝડપથી મનુષ્યમાં ફેલાઈ રહ્યો હોવાનું માનવામાં આવે છે.જ્યારે આ રોગને ઝડપથી ફેલાતો અટકાવવા અશ્વોના મૃત્યું સિવાઈ કોઇ રસ્તો નહીં હોવાથી તાત્કાલિક અસરથી તમામ પોઝિટિવ ઘોડાને મારી નાંખી દાટી દેવા નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ તો આ રોગ જ્વલેલ જોવા મળે છે. પરંતુ પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાઈ જાય તેવી દહેશત હોવાથી બીજા જ દિવસે દયા મૃત્યુ આપી દેવામાં આવી હતી.
ઘોડા રાખતા પરિવાર ના પાલિકા દ્રારા સેમ્પલ લેવાયા છે  
લાલ દરવાજાના અશ્વોમાં ગ્લેંડર પોઝિવિટ હોવાનું જાણવા મળતાં પશુ ચિકિત્સક દોડતાં થઈ ગયા હતા. તેમજ આ રોગ પ્રાણીઓમાંથી માનવીઓમાં ઝડપ ફેલાતો હોવાથી તાત્કાલિક અસરથી ઘોડા પાળનારા પરિવારજનોના ટેસ્ટિંગ માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પાલિકાને લેખિતમાં જાણ કરી અશ્વો પાળનારા પરિવારના તમામ સભ્યોના સેમ્પલ લેવાયા ,આ સેમ્પલ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને સોંપી દેવાશે, ત્યાર બાદ તેઓ સેમ્પલ લેબમાં મોકવાલશે.
શું છે ગ્લેન્ડર્સ
આ ગ્લેન્ડર્સ વાયરસજન્ય રોગ છે, જો ઘોડાને આ રોગ હોય તો તેના નાકમાંથી પાણી વહેવા લાગે છે. શરીરમાં ફોલ્લા થાય છે. શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે તેમજ તાવને કારણે ઘોડો સુસ્ત બની જાય છે. આ રોગનું લક્ષણ છે. આ રોગ એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં ફેલાય છે. આ રોગ સામાન્ય રીતે ઘોડાઓમાં થાય છે. અત્યાર સુધી આ રોગ સામે લડવા માટે વિશ્વમાં કોઈ દવાની શોધ થઈ નથી.
આ પણ વાંચો - સુરત પોલીસનો સંવેદનશીલ ચહેરો, ઝોન-1 ડીસીપી ભક્તિ ઠાકર માનવ મંદિર મંદ બુદ્ધિ આશ્રમ પહોંચી થયા ભાવુક
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GlandarDiseaseGujaratFirstHorseHorseDiseaseMercydiedSMCSurat
Next Article