Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પ્રવાસની સાથે મેન્ટોરના અનુભવને માણવાનો અનોખો અવસર આપતું 'ટ્રીપો જંગલ'

શું તમે એવા કોઇ પ્રવાસમાં ગયા છો જયાં તમને પ્રવાસનો આનંદ તો મળે પણ સાથે સાથે મેન્ટોરની સેવા અને અનુભવનો પણ લાભ મળે. સુરતના અશ્રુતા પટેલે નવું સાહસ ખેડીને બિઝનેસ ટ્રાવેલરનો આ અનોખો કન્સેપ્ટ રજૂ કર્યો છે અને તેમના નવા સ્ટાર્ટ અપનું નામ છે 'ટ્રીપો જંગલ'જેમને જે જરુર છે તે મુજબના પ્રવાસનો કન્સેપ્ટ સુરતના કોમ્પ્યુટર ઇજનેર અશ્રુતા પટેલ આમ તો સાત વર્ષથી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝમાં છે. તેમ
10:26 AM Mar 08, 2022 IST | Vipul Pandya
શું તમે એવા કોઇ પ્રવાસમાં ગયા છો જયાં તમને પ્રવાસનો આનંદ તો મળે પણ સાથે સાથે મેન્ટોરની સેવા અને અનુભવનો પણ લાભ મળે. સુરતના અશ્રુતા પટેલે નવું સાહસ ખેડીને બિઝનેસ ટ્રાવેલરનો આ અનોખો કન્સેપ્ટ રજૂ કર્યો છે અને તેમના નવા સ્ટાર્ટ અપનું નામ છે 'ટ્રીપો જંગલ'
જેમને જે જરુર છે તે મુજબના પ્રવાસનો કન્સેપ્ટ 
સુરતના કોમ્પ્યુટર ઇજનેર અશ્રુતા પટેલ આમ તો સાત વર્ષથી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝમાં છે. તેમણે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝના પાયાના કામકાજ શીખીને પોતાના કામની શરુઆત કરી હતી. આજે સાત વર્ષ બાદ તેઓ રાજયના બેસ્ટ આંત્રપ્રેન્યોર બન્યાં છે. તેમણે ટ્રીપો જંગલ નામનું સ્ટાર્ટઅપ શરુ કર્યું છે. તેમના કહેવા મુજબ આપણા ઘરમાં મુખ્ય નિર્ણયકર્તા હોય તેવા વ્યક્તિના નિર્ણય મુજબ આપણે કયાં ફરવા જવું તેનો નિર્ણય થાય છે. જરુરી નથી કે ઘરના બીજો સભ્યોને પણ ત્યાં જ જવું હોય અને તેમની પસંદગી પણ તે જ હોય. દરેકની અલગ અલગ ચોઇસ હોય છે.  બધાને ટ્રાવેલની પણ જરુર હોય છે. અશ્રુતા પટેલ કહે છે, કે જેમને જે જરુર છે અને પસંદ છે તે મુજબ તેમને પ્રવાસ કરાવીએ છીએ અને તેમાં 14 મેન્ટોરની પણ તેમને સેવા મળે છે. 
મેન્ટોરની શું ભૂમિકા હોય છે?
અશ્રુતા પટેલ કહે છે, કે બિઝનેસ ટ્રાવેલર એટલે એવો ટ્રાવેલર કે જે તમને માત્ર આઇટનરી ગોઠવી આપે પણ સાથે સાથે એવા સ્થળો પણ બતાવે કે જયાં બહુ ઓછા લોકો જાય છે અને તે પ્રવાસમાં કેટલીક છૂપાયેલી તકો પણ મળે છે. ટ્રાવેલ દરમિયાન તમને મેન્ટોરની પણ સેવા પૂરી પડાય છે. આ મેન્ટોર એવા છે કે જે તમને ચોકકસ સ્થળોની માહિતી તો આપે પણ સાથે સાથે એન્ટરટેઇન પણ કરે. તે સમયગાળામાં તમારા મનમાં ઉદભવતા પ્રશ્નોના જવાબ પણ આપે. ફૂડ, કપલ અને કલ્ચરલ, ફોટોગ્રાફી, સોલો ટ્રાવેલર સહિતના 14 મેન્ટોર આ રીતે સેવા આપી રહ્યાં છે. 

કોવિડના ગાળામાં અનોખો આઇડિયા આવ્યો 
અશ્રુતા પટેલ કહે છે, કે તેમણે અગાઉ પણ ટ્રાવેલ કેફે નામનું સ્ટાર્ટઅપ શરુ કર્યું હતું. સંજોગોવશાત તેમને પહેલા સ્ટાર્ટ અપમાં ખાસ સફળતા મળી ન હતી. ત્યારબાદ કોવિડના સમયગાળામાં તેમને તેમને આ આઇડિયા આવ્યો. ઓનલાઇન સેશન કરીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો. તેના દ્વારા લોકો તરફથી ઘણી ઇન્કવાયરી આવવા માંડી હતી. લોકોને રસ પડવા લાગ્યો હતો. એટલે તેમણે બ્લોગીંગ પણ ચાલુ કર્યું હતું. તેઓ હાલ વર્ષમાં એક વખત ડોમેસ્ટીક અને એક વખત ઇન્ટરનેશનલ પ્રવાસનું આયોજન કરે છે. સાથે સાથે સમગ્ર વર્ષ દરમિયાન વર્કશોપ, ટ્રાવેલ કોન્કલેવ પણ યોજતા રહે છે.  ટ્રીપો જંગલની માહિતી આ રીતે વિસ્તરતી જાય છે. તેમણે કહ્યું કે,  કોવિડમાં દરેક સેકટરની અને ખાસ કરીને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝની હાલત એકદમ ખરાબ થઇ ગઇ હતી એટલે તેમણે ઓનલાઇન સેશનનો સહારો લઇને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. 
                               કપલ ટ્રાવેલ મેન્ટોર જયોતિ ઉનડકટ અને કૃષ્ણકાંત ઉનડકટ 
શરુઆતમાં અનેક મુશ્કેલી આવી
તેઓ કહે છે કે મને આ સ્ટાર્ટ અપ ચાલુ કરવામાં શરુઆતમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. કારણ કે આ વાત લોકોને સહેલાઇથી ગળે ઉતરતી ન હતી. લોકોને સાચવવા પડતા હતા. બુકીંગ માટે તેઓ ફોન કરે ત્યારે પણ ટ્રાવેલ એજન્ટ માનીને તેઓ અનેક પ્રશ્નો પૂછતા હતા અને વિષય નવો હોવાથી તેમને પણ તકલીફ પડતી હતી. જેથી તેમણે લોકોને જાગૃત કરવા માટે અવેરનેસના કાર્યક્રમો યોજયા. તેઓ કહે છે કે, દરેક વ્યક્તિને ટ્રાવેલની જરુર છે. પહેલાના જમાનામાં લોકો હવાફેર કરવા માટે જતા હતા, તેનો હેતુ પણ આજ હતો. આજની સ્ટ્રેસફૂલ લાઇફના કારણે લોકોએ દર 2 કે 4 મહિને ફરવા માટે જતું રહેવું જોઇએ. ટ્રાવેલીંગ કરવાથી કઇ રીતે એડજસ્ટ થઇ શકાય છે, તે શીખવા મળે છે. 
ટ્રીપો જંગલ નામ કેમ પડયું
માણસ જયારે ફરવા જાય ત્યારે બે ચીજ રસ્તામાં અવશ્ય આવે છે (1) કુદરત અને (2) જંગલ ..અને જંગલમાં ફરતાં ફરતાં અલગ અલગ મેન્ટોર્સ તમને જાત જાતનું શિક્ષણ આપે છે અને તેથી તેમણે ટ્રીપો જંગલ નામ પાડયું હતું. ટ્રીપો જંગલની વેબસાઇટ પણ શરુ કરવામાં આવી છે અને તેની એપ પર પણ કામ ચાલી રહ્યું છે. 

મેન્ટોરના અનુભવનું ભાથું
પ્રવાસ દરમિયાન વિવિધ ક્ષેત્રના તજજ્ઞોનો મેન્ટોર તરીકે અનુભવ મળી રહે છે. જેમાં કપલ મેન્ટોર તરીકે જયોતિ ઉનડકટ તથા કૃષ્ણકાંત ઉનડકટ, કલ્ચરલ મેન્ટોર તરીકે જય વસાવડા, સોલો ટ્રાવેલ મેન્ટોર તરીકે ભાવિન ભાવસાર, બાઇસિકલ મેન્ટોર તરીકે આશિષ પોંકીયા, ફૂડ ટ્રાવેલ મેન્ટોર તરીકે ઉર્વી ઝાંઝમેરા, ઇકો ટૂરિઝમ મેન્ટોર તરીકે વીરેન્દ્ર રાવત, વિમેન્સ ટ્રાવેલ મેન્ટોર તરીકે શ્રદ્ધા શાહ, ફેમિલી ટ્રાવેલ મેન્ટોર તરીકે આશિષ ભલાણી ઉપરાંત સુરતના ફોટોગ્રાફર ચિત્તરંજન દેસાઇ, બાઇકર રુષિતા ભલાણા ઉપરાંત નિખિલ મદ્રાસી અને ફોરમ મારફતીયાનો સમાવેશ થાય છે. 
કયાં કયાં પ્રવાસ ખેડયો 
અશ્રુતાએ વિવિધ ગ્રૂપ સાથે ટ્રીપો જંગલ હેઠળ અત્યાર સુધી થાઇલેન્ડ, દુબઇ તથા ભારતમાં ઋષિકેશ તથા હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં કચ્છ સહિતના સ્થળો પર પ્રવાસ ખેડયો છે.
નવા સાહસને બિરદાવાયું
અશ્રુતા પટેલને ધ સધર્ન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બેસ્ટ સ્ટાર્ટઅપ ઓફ ધ યરનો પણ એવોર્ડ મળ્યો છે તો વિમેનોટર સંસ્થા દ્વારા 1 હજાર વિમેન ઓફ ધ એશિયાનો પણ એવોર્ડ મળ્યો છે.ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝમાંથી એક માત્ર તેમને આ એવોર્ડ મળ્યો છે અને તેમને રખડુ ગુજરાતણ તરીકે પણ ઓળખવામાં આવે છે.
Tags :
ashrutapatelGujaratFirsttripojungle
Next Article