Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અનેક વખત ખાધી પછડાટ પણ, મેં રૂકેગા નહીં : દર્શન દસાણી

રોકાણ... વેપાર .... ખોટ.... ફરીથી રોકાણ... વેપાર.... ખોટ આવું અનેકવાર થયું પણ આ સાહિત્યપ્રેમી માણસ ઝૂક્યો નહીં. એણે મહેનત કર્યે જ રાખી. કર્મનો સિદ્ધાંત કોઈ પરિણામ સુધી લઈ જ જશે. એમ વિચારીને એમણે પ્રયત્નો મૂક્યા નહીં અને આખરે થ્રી ઇડિયટના પેલા ડાયલોગની જેમ, સક્સેસ સાલી ઝખ માર કે અપને પીછે આયેગી... હવે એક બ્રાન્ડનું નામ લખું. TEAPOST.......ચમક્યાને? 185 આઉટલેટ, 350 કર્મચારી, IPO પણ લઈ આવવાની ઈચ્છા નામ છે, TEAPOST... TEAPO
અનેક વખત ખાધી પછડાટ પણ  મેં રૂકેગા નહીં   દર્શન દસાણી

રોકાણ... વેપાર .... ખોટ.... ફરીથી રોકાણ... વેપાર.... ખોટ આવું અનેકવાર થયું પણ આ સાહિત્યપ્રેમી માણસ ઝૂક્યો નહીં. એણે મહેનત કર્યે જ રાખી. કર્મનો સિદ્ધાંત કોઈ પરિણામ સુધી લઈ જ જશે. એમ વિચારીને એમણે પ્રયત્નો મૂક્યા નહીં અને આખરે થ્રી ઇડિયટના પેલા ડાયલોગની જેમ, સક્સેસ સાલી ઝખ માર કે અપને પીછે આયેગી... 

Advertisement


હવે એક બ્રાન્ડનું નામ લખું. TEAPOST.......

Advertisement

ચમક્યાને? 

185 આઉટલેટ, 350 કર્મચારી, IPO પણ લઈ આવવાની ઈચ્છા નામ છે, TEAPOST...

Advertisement

TEAPOST એટલે દર્શનભાઈ દસાણી અને દર્શનભાઈ દસાણી એટલે ટી પોસ્ટ. ખેલદિલી, કદી હાર ન માનનાર સાહિત્ય પ્રેમી અને
બીજું ઘણું બધું.

 

દર્શનભાઈ દસાણીનો સાહિત્ય પ્રેમ, ચા અને
સાહિત્ય
  

દરેક સાહિત્યપ્રેમી માણસ દર્શનભાઈ દસાણીને ઓળખે છે. કાઠિયાવાડી
ભાષામાં કહીએ તો આ માણસ દિલો છે.
દર્શનભાઈ કહે છે, ચા અને સાહિત્ય એકબીજા સાથે જોડાયેલા છે. ચાને હું કાયમ સાહિત્ય
સાથે જોડવાનો પ્રયત્ન કરું
છું.  મારા જીવનમાં વાચને બહુ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. કોઈપણ
કવિ ચા ન પીતો હોય એવું બને જ નહીં. ચા લોકો માટે બંધાણ છે. જો કે મારી પ્રોડક્ટ
જ એવી છે કે એવું કહી શકાય કે કોઈપણ પ્રસંગમાં ફીટ થાય બેસણામાં
, લગ્નમાં બે મિત્રો ભેગા થાય તો,  છૂટા પડે તો, કોઈ પણ નાત ભેગી થાય કે છૂટી પડે તો ચા પણ પીવે. એટલે જ ચા ઈઝ અ
મીડિયા. આ એક સોશિયલ ડ્રીંક છે. 


ટી પોસ્ટનું અનેક સાહિત્યસર્જનનું સાક્ષી અને જન્મસ્થળ છે. જૂનાગઢના લેખક અભિષે અગ્રાવતે મારા
ગાંધીનગરના આઉટલેટ પર બેસીને બે પુસ્તકો લખ્યા છે. એમ કહોને કે, કે એમણે ટી પોસ્ટની ચા સાથે બેસીને લખ્યા છે. મને
પુસ્તક ગિફ્ટ કરવા પણ આવેલા.  મેં પૂછ્યું કે, મને કેમ? તો કહે તમારા આઉટલેટ પર બેસીને જ લખ્યું છે.
મારા
10 પુસ્તક તમે તમારા સ્ટોર પર રાખજો. 


મારી દુકાનમાં એક કોર્નર છે જેમાં ગુજરાતી પુસ્તકો રાખું છું. વાચકો પણ અહીં ચા પીવાની સાથે એમની પસંદના પુસ્તકો વાંચતા હોય છે. એ જોઈને મારા સાહિત્યપ્રેમી જીવને બહુ ટાઢક વળે છે. એટલે જ ટી પોસ્ટના પ્લેટફોર્મ પર સાહિત્યના કાર્યક્રમો સતત થતાં જ રહે છે. જાણીતા કવિઓથી માંડીને નવી પેઢીના કવિઓની રસભરી કવિતા અને છટા સાથેના પઠનથી લોકો અભિભૂત થાય છે. 

 

રસ્તાઓ ભૂલવા અને બંધ થવા પણ જરૂરી છે

ખ્યાલ તો આવે ધીરજ કેટલી છે. 

સપનાઓ રોળાવા અને તૂટવા પણ જરૂરી છે

ખ્યાલ તો આવે હિંમત કેટલી છે. 

પાસાઓ ઊંધા પાડવા અને છૂટવા પણ જરૂરી છે

ખ્યાલતો આવે નિયતિ કેવી છે. 

થાકવું અને હારવું પણ જીવનમાં જરૂરી છે

ખ્યાલતો આવે ક્ષમતા કેટલી છે. 

ઝઝૂમવું અને જીતવું પણ જીવનમાં જરૂરી છે,

ખ્યાલ તો આવે જીત કેવી છે. 

 

દરેક માણસનું જીવન નાનામોટા  સંઘર્ષોમાંથી જ ઘડાયું હોય છે. દર્શનભાઈ કહે છે, મને પહેલેથી જ બિઝનેસમાં રુચી હતી. પહેલો બિઝનેસ કેલ્શિયમ
કાર્બોનેટ પીવીસી પાઇપનો શરુ કર્યો. એમાં ખોટ ગઈ. બાદમાં પ્લાસ્ટિક દાણાનો બિઝનેસ
  શરુ કર્યો. આ બિઝનેસ 7 થી 8 વર્ષ ચાલ્યો. એ બાદ વિડિયોકોન
કંપનીની ડિસ્ટ્રીબ્યુટરશીપ રાખી. આ બધું કામ કરતો ત્યારે મન સવાલ કરતું કે, દર્શન આ બધામાં તારી બ્રાન્ડ ક્યાં? બાવીસ વર્ષ પહેલાં અ
મારી પોતાની બ્રાન્ડ બનાવવા પર
ધ્યાન આપ્યું. રિયલ એસ્ટેટ સહિત અનેક વ્યવસાય કર્યાં પણ દિલથી જે મજા આવવી જોઈએ એ મીસિંગ હતી. એક એજ્યુકેશન 
કંપની પણ શરુ કરી હતી. ત્યાર બાદ 2006માં એમ થયું કે આપણે ચાના ધંધામાં કામ કરીએ.

 

વધુ જગ્યા મળતી હતી એ માટે કર્યો ચાનો બિઝનેસ

 રિયલ એસ્ટેટના બિઝનેસમાં હતા એટલે એમ થયું કે આપણી પાસે મોટી જમીન
હોવી જોઈએ. ચાનું વાવેતર ગુજરાતમાં તો શક્ય ન હતું. પશ્ચિમ બંગાળમાં ચાનો
બગીચો જોયો. 
1000 એકરનો બગીચો ખરીદ્યો. એ દિવસોમાં ચા કે ખેતીના વ્યવસાય અંગે કોઈ જ પરિચય હતો જ નહિ. બીજી તરફ મને ચા ખાલી પીતા આવડતી હતી. ચાના બગીચાનો વ્યવસાય મારા માટે સાવ નવો હતો. વળી, ખેતીનો પણ કોઈ જ અનુભવ મને નથી. જો કે, ત્યાં પણ થોડાં સમય પછી પ્રોબ્લેમ્સ વધવા લાગ્યા એટલે અગેઇન ખોટ ખાઈને બગીચો વેંચી દીધો. 


 

જીદ્દ હતી..... જ્યાંથી ખોયા ત્યાંથી જ પાછા મેળવવા

પશ્ચિમ બંગાળમાં ભારે નુકશાની ભોગવી. જ્યાં પૈસા ખોયા ત્યાંથી જ
પૈસા ફરી બનાવવા એ મિશનથી રાજકોટ આવીને  ચાના પેકેટ બનાવવાનું શરુ કર્યું.
"અમીરી" ચા નામની પોતાની ચાની બ્રાન્ડ શરુ કરી. આ ચા ઘણા વર્ષો ચલાવી બાદમાં
મારા પાર્ટનરને એ કંપની સોંપી દીધી.


દર્શનભાઈ કહે છે, 2012ની સાલમાં એક ચા વાળાએ મને ઓફર કરી કે, એની બાજુમાં એક જગ્યા વેચવાની છે જેની કિંમત પાંચ કરોડ રુપિયા હતી. મેં એને રમતમાં એવી કહ્યું કે, તું આ નાની જગ્યામાં શું બેઠો છે તું જ આ મોટી જગ્યા લઈ લે. તો એણે મને હસીને કહ્યું કે, મેં સાડા ચાર કરોડ ઓફર કર્યાં છે. એક ચાવાળાની વાત સાંભળીને હું ચકરાવે ચડી ગયેલો. મને તો એમ હતું કે, આ રોજેરોજનું કમાઈને ખાતો હશે પણ એ તો કરોડપતિ હતો.


 

 2013ની સાલમાં મેં ટી પોસ્ટ શરુ કર્યું. પહેલું
આઉટલેટ રાજકોટમાં શરુ કર્યું. મનમાં વિચાર તો એવો જ હતો કે આ વ્યવસાયમાં ગમે તેટલો સર્વે કરો તો પણ સાચો ખયા
લ આવી ન શકે. સાચો ફિગર મેળવી શકો
નહિ એટલો મોટો બિઝનેસ છે.
ચા અને કોફીની વચ્ચે 10
ટકા કોફી અને 90 ટકા ચા ખપી જાય છે.  ચાની માર્કેટમાં કોફીનું સેગમેન્ટ ખૂબ નાનું છે. આપણા દેશમાં ચાનું માર્કેટ વધારે છે. અગાઉ રિટેલ બિઝનેસમાં અસફળ થયેલો પણ ચાના આઉટલેટને રાજકોટમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. ફક્ત બે મહિનામાં આશ્ચર્યજનક
રીતે મને નફો દેખાયો. પહેલા નફાની રકમ 
81 હજાર રુપિયા હતી. એક જ
સ્ટોર કરવો એવું ક્યારેય નક્કી કરેલું ન હતું. વળી, નફો દેખાયો એટલે નક્કી કર્યું કે, 
મારે 100 સ્ટોર કરવા છે. એ પણ ફ્રેંચાઈઝી મોલમાં જ કરવા છે. એક કપમાંથી એક રુપિયો
કમાણી કરવી ખૂબ સિમ્પલ લોજીક હતું.  એક લાખ કપ ચા રોજ વેચવી એવો બેઝિક ટાર્ગેટ હતો.

 

પહેલા જ
આઉટલેટમાં સારો નફો મળ્યો. ટી પોસ્ટની ફ્રેન્ચાઇઝીએ સ્પીડ પકડી. બે વર્ષમાં
મે 60 આઉટલેટ થઈ ગયા. પહેલા ગુજરાત અને બાદમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આઉટલેટ શરુ કર્યા. હવે  આપણી ચાને અમે દુબઈ લઈ જવા માગીએ છીએ. અમારી બ્રાન્ડ રજિસ્ટર્ડ થઈ ગઈ છે. હજુ ટી પોસ્ટને અમે લંડનકેનેડા, અમેરિકા  પણ લઈ જવાના છીએ. 

દર્શનભાઈએ ચાના વ્યવસાયને ઓર્ગેનાઈઝ કર્યો છે એવું લખીએ તો વધુ પડતું નથી. શરુઆતના સમયમાં લોકોએ એમના આ સાહસને જોખમ ગણાવ્યું હતું. આ શું નાની હાટડી માંડી છે એમ કહીને ઠેકડી પણ ઉડાવેલી. દર્શનભાઈએ દરેક ખોટ, દરેક અસફળતા પછી પણ એમાંથી કંઈક ને કંઈક શીખ્યું છે. જો કે એમની સફળતા જોઈને ગુજરાતમાં ઓછામાં ઓછા  20થી 25 લોકો છે ખાલી ગુજરાતમાં જે આ ધંધામાં
આવેલા છે. જેણે અમારી કોપી કરેલી છે. ઘણા ફેલ ગયા છે અને ઘણા સફળ પણ થયા. આ એક તંદુરસ્ત હરિફાઈ છે. 

 

હેલ્ધી કોમ્પિટિશનમાં માનવું  

સ્ટારબક્સ જ્યારે અમદાવાદમાં આવ્યું ત્યારે ટી-પોસ્ટે પ્રાઈમ લોકેશન પર વેલકમના હોર્ડિંગ્સ લગાવેલા. દર્શનભાઈ કહે છે, ચા અને કોફી એકબીજા સાથે જોડાયેલા છે. કોઈપણ મહેમાન
આવે તો સામાન્ય રીતે આપણે પૂછીએ ચી પીશો કે કોફી. એટલે આમ જોવો તો ચાએ કોફીનું
વેલકમ કરેલું
ભાઈએ બહેનનું કરેલું વેલકમ જ છે. આ જ લોજીક હતું. કોઈ મોટી બ્રાન્ડને વેલકમ
કરીને કંઈ મેળવી લેવું કે ખાટી લેવું એવો કોઈ વિચાર મનમાં આવ્યો સુદ્ધાં ન હતો. 

 

અનેક પડકારો

દર્શનભાઈ કહે છે, જિંદગી રોજ નવા પડકારોને લઈને આવે છે. રોજ બિઝનેસમાં પણ એક નવી ચેલેન્જ રહેલી છે. ચાની ચુસકીઓ લેવા માટે વધુને વધુ લોકો આવે એ જ મારી ચેલેન્જ છે. નવા વિચારો અને નવું નવું કંઈને કંઈ કરતા જ રહો તો જ દુનિયામાં ટકી શકાય. અલગ અલગ નિષ્ફળતાએ મને જીવાડ્યો છે અને ટી પોસ્ટે મારી જિંદગીમાં ધડકનો ઉમેરી છે એવું કહું તો વધુ પડતું નથી. એક સમયે મારા એકલાને ટકી રહેવા માટેના ફાંફાં હતા આજે મારી સાથે ઓફિસમાં પચાસથી વધુ લોકો કામ કરે છે અને ચારસોથી વધુ લોકો કામ કરે છે. હવે તો કોઈ ચેલેન્જ ન હોય તો દિવસ રુટીન લાગે છે. 

 

કોવિડનો કપરો કાળઃ ઓછું ખાશું પણ સાથે જ ખાશું

કોવિડનો કપરો સમય યાદ કરીને દર્શનભાઈ થોડાં વિચારોમાં ખોવાઈ ગયા. સહેજ માથું હલાવીને વિચારો ખંખેરીને એમની લાક્ષણિક શૈલીમાં મૃદુ અવાજ સાથે વાત માંડે છે કે, 185 જેટલાં સ્ટોર અને ચારસો જેટલો સ્ટાફ. કોવિડના કપરા કાળમાં ચારેય બાજુ અંધારા સિવાય કંઈ જ ન હતું. કોઈને કાઢી મૂકવાનું કામ તો મારા માટે સૌથી અઘરું છે. વળી, કોવિડના સમયે તમે કોઈને ના કહો એ તો સામેવાળી વ્યક્તિને દુઃખ આપવા જેવી વાત છે. વોટ્સ એપ ગ્રૂપમાં બધાંને કૉલ કરી કરીને ભેગાં કર્યાં. બધાંને કહ્યું કે, ઓછું ખાશું પણ સાથે ખાશું. ટી પોસ્ટ પરિવારનો એકપણ સભ્ય રોટલે કે ઓટલે દુઃખી ન થાય. મારી સાથે કામ કરનારા તમામ લોકોને હું મારા શેરહોલ્ડર જ સમજું છું.

 

ટી પોસ્ટની હું ઓનરશીપ લઈ શકું એવી કોઈ પરિસ્થિતિ નથી. આ તો લોકોની બ્રાંડ છે. મારા ચા રસિયા ગ્રાહકોની બ્રાંડ છે. મારા ત્યાં કામ કરતાં લોકોની આ બ્રાંડ છે. હું એક જ માલિક નથી મારી સાથે જોડાયેલાં તમામ લોકો કંપનીના ઓનર છે. મજાની વાત એ છે કે, કોવિડ સમયે બધાંને થોડો થોડો ઓછો પગાર આપેલો. એ રકમ પણ કોવિડની પરિસ્થિતિ બાદ આપી દીધી.

 

સામાજિક દાયિત્વ પણ પૂર્ણ રીતે નિભાવ્યું  

કોવિડના દિવસોમાં મેં રાજકોટના પોલીસ કમિશ્નરને એક મેઈલ કર્યો કે, જે પણ પોલીસ કર્મચારી અને ડૉક્ટરો ડ્યુટી પર હશે તેમને હું ફ્રીમાં ચા,કોફી પીવડાવીશ અને નાસ્તો પૂરો પાડીશ. મને એના માટે આ દુકાન ખુલ્લી રાખવાની મંજૂરી આપો. 24 કલાકમાં ડીસીપીનો મારા ભાઈ સમીર પર
ફોન આવ્યો કે તમે સેવા કરવા માટે મંજૂરીનો ઈ મેઈલ કર્યો છે પણ એ અશક્ય છે. અમે અત્યારે પચાસથી વધુ પોંઈટ પર કામ કરીએ છઈએ. તમે ત્યાં જઈને ચા પીવડાવી શકો તો મદદગાર થશે. અમે બંને ભાઈઓએ અડધા અડધા પોઁઈટ વહેંચી લીધા અને કામ શરુ કરી દીધું. એક કોન્સટેબલને સાથે રાખતાં જેથી કોઈ તકલીફ વગર બધે ચા-કોફી નાસ્તો પહોંચાડી શકાય. સતત પંચાવન દિવસ સુધી અમે આ દાયિત્વ નીભાવ્યું. 

ગીરકાંઠાના વિસ્તાર નજીક ધારીમાં ઉછરેલો છોકરો મેડીકલ રીપ્રેઝન્ટેટીવની નોકરી કરતા કરતા આજે લાંબી છલાંગ મારીને લોકોની ચાની ચ્યાસ બુઝાવે છે. સફળ થવા માટે જો કંઈ ખૂટતું હોય તો એ છે કે, આપણે આપણને મળેલી નિષ્ફળતામાંથી કંઈ શીખતા નથી. આ વાત દર્શન દસાણી માટે સાવ ખોટી સાબિત થાય છે. અનેક પછડાટો ખાધા પછી પણ હાર નામનો શબ્દ એમની ડીક્શનેરીમાં પ્રવેશ પામી શક્યો નથી.

 

 

 

Tags :
Advertisement

.