Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રૂપલ ચૌધરીએ રચ્યો ઈતિહાસ, વર્લ્ડ U-20 એથ્લેટિક્સમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય

ભારતીય જુનિયર એથ્લેટ રૂપલ ચૌધરીએ વર્લ્ડ U-20એથ્લેટિક્સમાં ઈતિહાસ રચ્યો છે.તે વર્લ્ડ અંડર-20 એથ્લેટિક્સના ઈતિહાસમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. અહીં તેણે મહિલાઓની 400 મીટર દોડમાં બ્રોન્ઝ અને 4*400 મીટર રિલેમાં સિલ્વર મેડલ જીત્યો છે.ગુરુવારે રાત્રે યોજાયેલી 400 મીટરની દોડમાં રૂપલ 51.85 સેકન્ડના સમય સાથે ત્રીજા સ્થાને રહી હતી. અહીં ગ્રેટ બ્રિટનની યેમી મારી 51.50એ ગોલ્ડ જીત્યો
રૂપલ ચૌધરીએ રચ્યો ઈતિહાસ  વર્લ્ડ u 20 એથ્લેટિક્સમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય
Advertisement
ભારતીય જુનિયર એથ્લેટ રૂપલ ચૌધરીએ વર્લ્ડ U-20એથ્લેટિક્સમાં ઈતિહાસ રચ્યો છે.તે વર્લ્ડ અંડર-20 એથ્લેટિક્સના ઈતિહાસમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. અહીં તેણે મહિલાઓની 400 મીટર દોડમાં બ્રોન્ઝ અને 4*400 મીટર રિલેમાં સિલ્વર મેડલ જીત્યો છે.
ગુરુવારે રાત્રે યોજાયેલી 400 મીટરની દોડમાં રૂપલ 51.85 સેકન્ડના સમય સાથે ત્રીજા સ્થાને રહી હતી. અહીં ગ્રેટ બ્રિટનની યેમી મારી 51.50એ ગોલ્ડ જીત્યો હતો. આ પહેલા મંગળવારે રૂપલ 4*400 મીટર રિલે રેસમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અહીં ભારતીય ટીમે 3.17.76 મિનિટના એશિયન જુનિયર રેકોર્ડ સાથે મેડલ જીત્યો હતો. 
વર્લ્ડ અંડર-20 એથ્લેટિક્સમાં અત્યાર સુધીમાં 9 ભારતીય મેડલ
રૂપલ વર્લ્ડ અંડર-20 એથ્લેટિક્સમાં મહિલાઓની 400 મીટરની રેસમાં મેડલ જીતનારી બીજી ભારતીય ખેલાડી છે. તેના પહેલા હિમા દાસે 2018ની આવૃત્તિમાં ગોલ્ડ જીત્યો હતો. ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા વિશ્વ અંડર-20 એથ્લેટિક્સમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી હતો. આ ટુર્નામેન્ટના ઈતિહાસમાં અત્યાર સુધી ભારતીય ટીમને માત્ર 9 મેડલ મળ્યા છે. તમને જણાવી દઈએ કે પહેલા આ ટૂર્નામેન્ટ વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ તરીકે જાણીતી હતી.

મેરઠની રૂપલ
રૂપલ યુપીના મેરઠ જિલ્લાની છે. તેના પિતા અહીંના શાહપુર જૈનપુર ગામમાં ખેતી કરે છે. રૂપલ અત્યારે માત્ર 17 વર્ષની છે. તેણીએ જુનિયર કક્ષાએ યોજાયેલી રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પણ પોતાની છાપ ઉભી કરી છે. રૂપલની તાજેતરની સફળતા બાદ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ સહિત અનેક મોટી હસ્તીઓ તેને સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહી છે.
Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
Startup

Gandhinagar : Diwaliના પર્વ પર ઝગમગી ઉઠ્યું અક્ષરધામ મંદિર

featured-img
BAPS

ભાવનગરના તણસા ગામે પાઇપ લાઇન લીકેજ થતાં ખેતરમાં પાણી-પાણી

featured-img
BAPS

સુરતમાં સિઝનલ ફ્લ્યૂના કેસમાં સતત વધારો, એક્શન મોડમાં સિવિલ તંત્ર

featured-img
BAPS

પગાર માંગવા ગયેલા કર્મચારીને માલીકે બચકું ભરી લીધું, જાણો વડોદરાનો વિચિત્ર કિસ્સો

featured-img
BAPS

સુરતમાં ઘરેલું હિંસાના કેસમાં ચોંકાવનારા આંકડા આવ્યા સામે

featured-img
BAPS

સુરતમાં નીમ કોટેડ યુરીયાની 250 ગુણો ઝડપાઇ

Trending News

.

×