Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આયુર્વેદિક તેલના ઉપયોગથી શરીરના તમામ રોગોનું નિદાન શક્ય, જાણો કેવી રીતે !

શું તમને જાણ છે કે આપણા શરીરની નાભિ દ્વારા પણ મોટા ભાગના દર્દોનો ઉપચાર થઇ શકે છે. વાસ્તવમાં આપણા આયુર્વેદમાં તો તેનો ઉલ્લેખ છે જ પણ સમય જતાં લોકો ઉપયોગ કરતાં બંધ થઇ ગયા છે. વડોદરાની મહિલાએ નાભિમાં લગાડવાના વિવિધ પ્રકારના તેલ બનાવીને લોકોને ફરી એક વાર નવો રાહ ચીંધ્યો છે, કે નાભિ દ્વારા પણ ઘણા દર્દોનો ઉપચાર થઇ શકે તેમ છે. વડોદરાના સ્વાતિ વખારીયા નામના મહિલા ઉદ્યોગ સાહસિકે પોતે શરુઆà
09:39 AM Mar 22, 2022 IST | Vipul Pandya
શું તમને જાણ છે કે આપણા શરીરની નાભિ દ્વારા પણ મોટા ભાગના દર્દોનો ઉપચાર થઇ શકે છે. વાસ્તવમાં આપણા આયુર્વેદમાં તો તેનો ઉલ્લેખ છે જ પણ સમય જતાં લોકો ઉપયોગ કરતાં બંધ થઇ ગયા છે. વડોદરાની મહિલાએ નાભિમાં લગાડવાના વિવિધ પ્રકારના તેલ બનાવીને લોકોને ફરી એક વાર નવો રાહ ચીંધ્યો છે, કે નાભિ દ્વારા પણ ઘણા દર્દોનો ઉપચાર થઇ શકે તેમ છે. 
વડોદરાના સ્વાતિ વખારીયા નામના મહિલા ઉદ્યોગ સાહસિકે પોતે શરુઆતમાં નાભિમાં તેલ લગાવીને ઉપચાર કર્યા બાદ હવે લોકો માટે વિવિધ પ્રકારના તેલ બનાવી રહ્યા છે. વડોદરાના બિઝનેસ ક્લાસ ફેમિલી સાથે જોડાયેલા સ્વાતિ વખારીયા આઇટી પ્રોફેશનલ છે પણ પોતાની પ્રસૂતિના ગાળા બાદ વિવિધ તકલીફોમાં પોતે નાભિ દ્વારા તેલ લગાવીને ઉપયોગ કર્યા બાદ તેમણે નાભિ સૂત્ર નામના તેલ બનાવાની શરુઆત કરી હતી. 
વડોદરાના ઉદ્યોગસાહસિક સ્વાતિ વખારીયાએ એક નવું જ સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે, જેનું નામ છે,  નાભિ સૂત્ર. નાભિ સૂત્રની શરૂઆત સપ્ટેમ્બર 2019માં કરવામાં આવી હતી. તેમણે  5 લાખના રોકાણથી શરૂઆત કરી હતી, જેમાં અઢી વર્ષમાં 1 લાખ લોકો તેનો ઉપયોગ કરતા થઇ ગયા છે.  1 જ વર્ષમાં એક કરોડનું ટર્ન ઓવર થઈ ગયું હતું. સ્વાતિ વખારીયા કહે છે,  લોકો આ પ્રકારના તેલથી જાગૃત ન હતા તેથી તેમને શરુઆતના તબક્કામાં લોકોને જાગૃત કરવા મહેનત કરવી પડી હતી. આમ તો સામાન્ય રીતે બાળક નાનું હોય ત્યારે તેને પેટમાં દુખે તો પરિવાર બાળકના નાભિમાં હિંગ લગાવી તેનો ઉપચાર કરતું હતું. લોકોને જાણકારી તો હતી જ પણ તેનો વ્યાપક ઉપયોગ થતો ન હતો અને તેથી તેમણે તે દિશામાં  પહેલા લોકોને જાગૃત કરવાના પ્રયાસ કર્યા હતા. 
સ્વાતિ વખારીયા કહે છે, નાભિ એટલે પેટના મધ્ય ભાગમાં આવેલું બિંદુ. વાસ્તવમાં આયુર્વેદ મુજબ નાભિ એટલે શરીરનું બીજું મગજ છે. નાભિ દ્વારા જ આખા શરીરનું કાર્ય થતું હોય છે. પુરાણોમાં પણ નાભિની શાસ્ત્રક્રિયાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નાભિમાંથી 72 હજાર જેટલી નળીઓ આખા શરીરમાં જાય છે. એટલે આપણા શરીરના દરેક અંગ નાભિ સાથે જોડાયેલા છે. અને તેથી જ શરીરમાં કોઈ પણ બીમારીને નાભિ દ્વારા થતા ઉપચારથી મટાડી શકાય છે. નાભિ સૂત્ર એ શરીરના અલગ અલગ રોગો કે બીમારીઓનું આર્યુવેદિક અને 100 ટકા શુદ્ધ કુદરતી તત્વોવાળું તેલ બનાવે છે. હાલમાં 1 લાખથી પણ વધુ લોકો આ તેલને વાપરી ચૂક્યા છે. 
નાભિ સૂત્રમાં  10 જાતના અલગ અલગ તેલ બનાવવમાં આવ્યા છે. જેમાં ખાસ સાંધાના દુખાવા હોય, વાળ ખરતા હોય, આંખો સુકાઈ જવી, પાચન શક્તિ નબળી હોય, ચામડી ખરાબ હોય, નાના બાળકોની યાદશક્તિમાં વધારો કરવામાં મદદરૂપ થાય વગેરે જેવી ઘણી બાબતોમાં આ નાભિ સૂત્રનું તેલ ઉપયોગી નીવડે છે. ઘણા બધા લોકો પાસેથી સારો પ્રતિસાદ પણ મળ્યો છે કે, આ તેલ વાપર્યા પછી, સાંધાના દુખાવાની દવાઓ બંધ કરી દીધી. એટલું અસરકાર આ તેલ છે. 
હવે તો તેમની પાસેથી  નાભિ સૂત્રનું તેલ આખા ભારતમાંથી લોકો લે છે. જેમાં ખાસ કરીને દિલ્હી, બેંગ્લોર, મુંબઈ જેવા શહેરના લોકો વધુ ઉપયોગમાં લઈ છે તથા વિદેશમાં પણ આ તેલનું વેચાણ થયું છે. આ તેલ તમામ લોકો વાપરી શકે છે.
બજારમાં તેમણે સોશિયલ મિડીયાના માધ્યમથી નાભિ સૂત્ર બજારમાં મુકયું હતું અને ધીમે ધીમે લોકોનો ભારે પ્રતિસાદ મળવા લાગ્યો હતો. તેઓ મંજુસર જીઆઇડીસીમાં તેલ બનાવે છે. તેમની સાથે ત્રણ આયુર્વેદિક ડોકટર જોડાયેલા છે. હવે તો આયુર્વેદિક ડોકટર સામેથી આ પ્રોડકટ લેવા દર્દીઓને જણાવી રહ્યા છે. તેઓ કહે છે નાભિ સૂત્ર દ્વારા હવે લોકો પોતાની કાયમી બિમારીને પણ આસાનીથી દૂર કરી શકે છે. 
Tags :
GujaratFirstnabhisutraswativakhariyaVadodara
Next Article