Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

“શેમારૂ એક વર્ષમાં ઓછામાં ઓછા 52 રસપ્રદ શો ઑફર કરવા માટે પ્રતિબદ્ધ છે” - કેતનભાઈ મારૂ

અમેરિકન ફિલ્મ નિર્માતા, ઉદ્યોગ સાહસિક અને વોલ્ટ ડિઝની કંપનીના સ્થાપક, વોલ્ટર એલિયાસ ડિઝનીએ એકવાર કહ્યું હતું: 'તમારા બધા સપના સાકાર થઈ શકે છે, જો તમારી પાસે તેને અનુસરવાની હિંમત હોય.' અને ખાસ કરીને મનોરંજનની દુનિયામાં એવું માનવામાં આવે છે કે ઉત્કટ, ધૈર્ય અને દ્રઢતા એક સફળ ઉદ્યોગ સાહસિક બનવાના પાયાની જરુરિયાત છે.કદાચ 60 વર્ષ પહેલાં મુંબઈના વોર્ડન રોડ પર આવેલી એક નાનકડી દુકાનના બે યà
 ldquo શેમારૂ એક વર્ષમાં ઓછામાં ઓછા 52 રસપ્રદ શો ઑફર કરવા માટે પ્રતિબદ્ધ છે rdquo    કેતનભાઈ મારૂ
અમેરિકન ફિલ્મ નિર્માતા, ઉદ્યોગ સાહસિક અને વોલ્ટ ડિઝની કંપનીના સ્થાપક, વોલ્ટર એલિયાસ ડિઝનીએ એકવાર કહ્યું હતું: "તમારા બધા સપના સાકાર થઈ શકે છે, જો તમારી પાસે તેને અનુસરવાની હિંમત હોય." અને ખાસ કરીને મનોરંજનની દુનિયામાં એવું માનવામાં આવે છે કે ઉત્કટ, ધૈર્ય અને દ્રઢતા એક સફળ ઉદ્યોગ સાહસિક બનવાના પાયાની જરુરિયાત છે.
કદાચ 60 વર્ષ પહેલાં મુંબઈના વોર્ડન રોડ પર આવેલી એક નાનકડી દુકાનના બે યુવાન કચ્છી કર્મચારીઓએ એક સાથે મનોરંજનના વ્યવસાયમાં ઝંપલાવવાનું વિચારતા પહેલા વોલ્ટ ડિઝનીની ફિલસૂફીને સારી રીતે સમજી ગયા હતા. બંને  મિત્રો ગાંગજીભાઈ શેઠિયા અને કચ્છના માંડવીના વતની બુદ્ધિચંદ મારૂએ બુક રેન્ટલ બિઝનેસ શરૂ કરવા હાથ મિલાવ્યા અને બ્રાન્ડ શેમારૂનો જન્મ 1962માં બોમ્બેમાં થયો. આ નામ શેઠિયા શબ્દમાંથી ‘શે’ ને અટક 'મારૂ' સાથે જોડીને બંને મિત્રો દ્વારા બનાવવામાં આવ્યું. ત્યારપછી હિન્દી ફિલ્મના  વિતરણને આગળ ધપાવવા શેમારૂએ 1979માં તેના બ્રાન્ડ નામ હેઠળ વિડિયો કેસેટ (VHS tapes) ભાડે આપવા નો વ્યવસાય શરૂ કર્યો. ત્યારબાદ, શેમારૂ એ મનોરંજન ઉદ્યોગના અનેક વ્યવસાયોમાં સાહસ કર્યું. આ કંપનીએ ઘણી હિન્દી ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે. સાથે જ ઘણી ફિલ્મોને ધિરાણ પણ આપ્યું છે. સાથે જ  અસંખ્ય ફિલ્મોના વિતરણને પણ પ્રોત્સાહન આપ્યું.
શેમારૂના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, અને યુવાન ફિલ્મ નિર્માતા અને મારૂ પરિવારના સભ્ય કેતનભાઈ મારૂએ 'ગુજરાત 1St' સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું: "અમારી કંપની એ મુખ્યત્વે વિવિધ માધ્યમો દ્વારા મનોરંજનના વિતરણ પર ધ્યાન સૌથી વધારે ઘ્યાન કેન્દ્રિત કર્યું છે, જે અમારી ખૂબ જ આદરણીય બ્રાન્ડ, શેમારૂની સફળતાનું આ મુખ્ય કારણ છે." કેતનભાઈ એ ઉમેર્યું કે શેમારૂએ હંમેશાં નવીન અને રસપ્રદ વ્યવસાયિક સાહસો દ્વારા ભારતીય મનોરંજનના દર્શકોને સેવા આપી છે. સાથે જ અમે શેમારૂ ઉમંગના નામથી એક નવી હિન્દી મનોરંજન ચેનલ પણ શરૂ કરી છે. 
કેતનભાઈએ વધુમાં જણાવ્યું કે ShemarooME એપ સૌથી સફળ ગુજરાતી ભાષાનું OTT પ્લેટફોર્મ શેમારૂની ફ્લેગશિપ બ્રાન્ડ છે. અમે મનોરંજનની ગુણવત્તા અંગે અત્યંત સભાન છીએ અને અમારા તમામ OTT સબ્સ્ક્રાઇબર્સ ને એક વર્ષમાં (52 અઠવાડિયામાં) ઓછામાં ઓછા 52 રસપ્રદ શો ઑફર કરવા માટે પ્રતિબદ્ધ છીએ.  છેલ્લા ત્રણ વર્ષમાં, અમારું ગુજરાતી OTT મનોરંજન પ્લેટફોર્મ ભારતમાં અને સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષાના પ્રેક્ષકોમાં અત્યંત લોકપ્રિય બન્યું છે.  શેમારૂ હંમેશાં વિવિધ પ્રકારના મનોરંજનના માધ્યમ દ્વારા આપણી માતૃભાષા ગુજરાતીની સેવા કરવાની ફિલસૂફીમાં વિશ્વાસ રાખે છે. 
ભારત હાલમાં વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું OTT બજાર છે,  જે 2024 સુધીમાં વિશ્વભરમાં છઠ્ઠું સૌથી મોટું બનવાની સંભાવના છે. કોરોના કાળ બાદ OTTને હવે ભારતમાં અત્યંત આકર્ષક અને આર્થિક રીતે સધ્ધર ઉદ્યોગ માનવામાં આવી રહ્યો છે, જે સિનેમા હોલ અથવા મલ્ટિપ્લેક્સના અસ્તિત્વને લગભગ જોખમમાં મૂકે છે કારણ કે ઈન્ટરનેટ પર મનોરંજન; ભારતીય ગ્રાહકો માટે બહુવિધ તેમજ આર્થિક રીતે પરવડે તેવા વિકલ્પો આપે છે. આવા સંજોગોમાં, શેમારૂ ગુજરાતી OTTપ્લેટફોર્મની ભવ્ય સફળતા ગુજરાતી મનોરંજન ઉદ્યોગના યુવા સાહસિકોને હંમેશાં પ્રેરણા આપતી રહેશે.
Advertisement
Tags :
Advertisement

.