Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

યુવરાજ સિંહનો તૂટ્યો રેકોર્ડ, આ બેટ્સમેને ફટકાર્યા એક જ ઓવરમાં 39 રન

Yuvraj Singh's broken record : ક્રિકેટમાં રોજ નવા રેકોર્ડ (New Record) બને છે અને તૂટે છે. જ્યારે ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહે (Indian All-Rounder Yuvraj Singh) 2007ની T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં ઈંગ્લેન્ડના બોલર સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 36...
11:45 AM Aug 20, 2024 IST | Hardik Shah
Yuvraj Singh's broken record

Yuvraj Singh's broken record : ક્રિકેટમાં રોજ નવા રેકોર્ડ (New Record) બને છે અને તૂટે છે. જ્યારે ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહે (Indian All-Rounder Yuvraj Singh) 2007ની T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં ઈંગ્લેન્ડના બોલર સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 36 રન ફટકાર્યા, ત્યારે એ માનવામાં આવતું હતું કે આ રેકોર્ડ તોડવો મુશ્કેલ છે. પરંતુ હવે આ રેકોર્ડ તૂટી ગયો છે. વનુઆતુના બોલર નલિન નિપિકોએ એક ઓવરમાં 39 રન આપીને આ નવી શરમજનક સિદ્ધિ હાંસલ કરી છે. આ કારણે હવે નલિન નિપિકો T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક ઓવરમાં સૌથી વધુ રન આપનાર બોલર બની ગયો છે. T20 ઈન્ટરનેશનલમાં અગાઉ 36 રન આપવાનો રેકોર્ડ હતો, પણ હવે 39 રન આપવાનો આ પહેલીવાર રેકોર્ડ બન્યો છે.

એક ઓવરમાં 39 રન આપ્યા

સમોઆ અને વનુઆતુ વચ્ચેની આ T20 મેચમાં, સમોઆના બેટ્સમેન ડેરિયસ વિસરે વનુઆતુના બોલરો સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. શરુઆતમાં બે વિકેટ ઝડપી લેતા વનુઆતુએ સમોઆને ઝટકો આપ્યો હતો, પણ વિસરે મેચનો રૂખ બદલી નાખ્યો. તેણે માત્ર 62 બોલમાં 132 રનની વિસ્ફોટક ઈનિંગ રમી. આ ઈનિંગમાં તેણે 5 ચોગ્ગા અને 14 છગ્ગા ફટકાર્યા હતા. ડેનિયલની આ ઇનિંગની મદદથી સમોઆ ક્રિકેટ ટીમ 174 રન બનાવી શકી અને મેચ જીતી લીધી. ખાસ કરીને, 15મી ઓવરમાં વિસરે નલિન નિપિકોને નિશાન બનાવ્યો હતો. વિસરે આ ઓવરમાં 6 સિક્સર ફટકારી.

પ્રથમ ત્રણ બોલમાં ત્રણ સિક્સર, અને પછી અન્ય ત્રણ સિક્સર સાથે વિસરે કુલ 39 રન બનાવવામાં સફળ થયો હતો. આ સાથે વિસરે યુવરાજ સિંહના રેકોર્ડની બરાબરી પણ કરી હતી. આંતરરાષ્ટ્રીય T20 મેચની એક ઓવરમાં 6 સિક્સર મારનાર તે વિશ્વનો ચોથો બેટ્સમેન બની ગયો છે. ડેરિયસ વિસર પહેલા આ કારનામો યુવરાજ સિંહ, કિરોન પોલાર્ડ અને નેપાળના દીપેન્દ્ર સિંહ એરીએ કર્યો હતો.

T20 ક્રિકેટમાં 1 ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ

39 રન: ડેરિયસ વિસરે (સમોઆ vs વનુઆતુ, 2024)
36 રન: યુવરાજ સિંહ (ભારત vs ઈંગ્લેન્ડ, 2007)
36 રન: કિરોન પોલાર્ડ (વેસ્ટ ઈન્ડિઝ vs શ્રીલંકા, 2021)
36 રન: રોહિત શર્મા/રિંકુ સિંહ (ભારત vs અફઘાનિસ્તાન, 2024)
36 રન: દીપેન્દ્ર સિંહ એરી (નેપાળ vs કતાર, 2024)
36 રન: નિકોલસ પૂરન (વેસ્ટ ઈન્ડિઝ vs અફઘાનિસ્તાન, 2024)

આ પણ વાંચો:  કરુણ નાયરની તોફાની સદી, 48 બોલમાં ફટકાર્યા 124 રન

Tags :
Darius VisserKiren PollardNalin NipikorecordSamoa vs VanuatuT20 Cricket RecordYuvraj Singh
Next Article