Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિરાટ કોહલી બીજી વાર પિતા બનવા જઈ રહ્યા છે ? મિત્ર AB de Villiers એ કર્યો મોટો આ ખુલાસો

વિરાટ કોહલી હમણાં ઇંગ્લૈંડ સામે રમાઈ રહેલ શ્રેણીમાં પ્રથમ બે ટેસ્ટમાં ભાગ લઈ રહ્યા નથી. તેમના ગેરહાજરી પાછળનું કારણ અત્યાર સુધી અકબંધ હતું. પહેલા એટલું જ કારણ સામે આવ્યું હતું કે તેઓ પોતાના અંગત કારણને લઈને આ બ્રેક લઈ રહ્યા...
વિરાટ કોહલી બીજી વાર પિતા બનવા જઈ રહ્યા છે   મિત્ર ab de villiers એ કર્યો મોટો આ ખુલાસો
Advertisement

વિરાટ કોહલી હમણાં ઇંગ્લૈંડ સામે રમાઈ રહેલ શ્રેણીમાં પ્રથમ બે ટેસ્ટમાં ભાગ લઈ રહ્યા નથી. તેમના ગેરહાજરી પાછળનું કારણ અત્યાર સુધી અકબંધ હતું. પહેલા એટલું જ કારણ સામે આવ્યું હતું કે તેઓ પોતાના અંગત કારણને લઈને આ બ્રેક લઈ રહ્યા છે. પરંતુ હવે વિરાટ કોહલીના ખાસ મિત્ર AB de Villiers  દ્વારા આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે કે કયા કારણ અનુસાર વિરાટ કોહલી આ બ્રેક ઉપર ગયા છે.

Advertisement

ઇંગ્લૈંડ સામે ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી યોજાવાની છે અને તે તેમાં રમશે કે નહીં તે અંગે સસ્પેન્સ છે. દરમિયાન, વિરાટ ન રમવાના કારણોને લઈને અલગ-અલગ અટકળો ચાલી રહી છે. હવે જે માહિતી આવી છે તે ખૂબ જ ખાસ અને વિશિષ્ટ છે. આ મુજબ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બીજા બાળકના માતા-પિતા બનવા જઈ રહ્યા છે. આ વાત બીજા કોઈએ નહીં પણ વિરાટના બેસ્ટ ફ્રેન્ડ એબી ડી વિલિયર્સે કહી છે.

Advertisement

AB de Villiers એ કર્યો ખુલાસો 

સમગ્ર ઘટના એમ છે કે  સાઉથ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન  એ બી ડી વિલિયર્સ વિરાટ કોહલીના સારા મિત્ર છે. બંને  IPL માં એકસાથે વર્ષો સુધી રમી ચૂક્યા છે.  ભારત અને ઈંગ્લેન્ડ ટેસ્ટ બાદ એ બી ડી વિલિયર્સ પોતાની યુટ્યુબ ચેનલ પર લાઈવ આવ્યા હતા. અહીં તેણે ઘણા ચાહકોના સવાલોના જવાબ આપ્યા. આ દરમિયાન એક ફેને તેને વિરાટ કોહલી વિશે પૂછ્યું.

તેના પર એબીડીએ કહ્યું કે તેણે વિરાટને ફોન કરીને તેની તબિયત વિશે પૂછ્યું હતું. આ પછી વિરાટે કહ્યું કે તે તેના પરિવાર સાથે છે. ડી વિલિયર્સે જણાવ્યું હતું કે વિરાટ કોહલી તેમના બીજા બાળકના પિતા બનવા જઈ રહ્યા છે તે માટે તેઓ હાલ તેમના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે.

આ પણ વાંચો -- Wilfred Rhodes : ક્રિકેટ કરિયરમાં 4 હજારથી વધુ વિકેટ, અંદાજે 40 હજાર રન, જાણો કોણ છે આ ખેલાડી

Tags :
Advertisement

.

×