Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિરાટ કોહલી મહેરબાની કરીને રન ન બનાવતાં નહીંતર RCB હારી જશે !

અહેવાલ - રવિ પટેલ વિરાટ કોહલીથી શણગારેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જીત માટે તલપાપડ છે. RCBએ 3માંથી માત્ર એક જ મેચ જીતી છે. RCB, જેણે IPL 2023 માં મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને તેમના અભિયાનની શરૂઆત કરી હતી, તે પછી કોલકાતા નાઈટ રાઈડર્સ...
વિરાટ કોહલી મહેરબાની કરીને રન ન બનાવતાં નહીંતર rcb હારી જશે

અહેવાલ - રવિ પટેલ

Advertisement

વિરાટ કોહલીથી શણગારેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જીત માટે તલપાપડ છે. RCBએ 3માંથી માત્ર એક જ મેચ જીતી છે. RCB, જેણે IPL 2023 માં મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને તેમના અભિયાનની શરૂઆત કરી હતી, તે પછી કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ સામે સતત બંને મેચ હારી હતી. હવે તેની નજર લીગની 20મી મેચમાં જીતના ટ્રેક પર પરત ફરવા પર છે. આરસીબીની સામે દિલ્હી કેપિટલ્સનો પડકાર છે, જેણે આ લીગમાં અત્યાર સુધી એક પણ મેચ જીતી નથી.

બેંગલુરુમાં બંને ટીમો જીત માટે જંગ ખેલશે. જો બંને ટીમોના હેડ ટુ હેડની વાત કરીએ તો છેલ્લા 5 મુકાબલામાં RCB 3 વખત અને દિલ્હીની ટીમ 2 વખત જીતી હતી. છેલ્લી 5 મેચો પર નજર કરીએ તો દિલ્હીની ટીમ પણ કોહલીના બેટમાંથી ઇનિંગ્સ જોવા માંગશે, કારણ કે દિલ્હી સારી રીતે જાણે છે કે જો કોહલીના બેટમાંથી રન આવશે તો જ તેની જીતનો માર્ગ મોકળો થશે. દિલ્હી સામે આરસીબીની છેલ્લી 5 મેચો આનો પુરાવો છે.

Advertisement

5 માંથી 2 મોટી ઇનિંગ્સ
વાસ્તવમાં, કોહલીએ દિલ્હી સામે છેલ્લી 5 મેચમાંથી 2માં મોટી ઇનિંગ્સ રમી હતી અને RCB તે બંને મેચ હારી ગયું હતું, જ્યારે દિલ્હી સામેની છેલ્લી ત્રણ મેચમાં કોહલીના બેટથી રન નહોતા આવ્યા અને એ વાત પણ ઘણી રસપ્રદ છે કે આ ત્રણેય મેચ આ મેચમાં RCBનો વિજય થયો હતો.

Advertisement

  • ગયા વર્ષે, બંને ટીમો એક વાર સામસામે આવી હતી, જ્યાં RCB 16 રને મેચ જીતી હતી. તે મેચમાં કોહલી માત્ર 12 રન જ બનાવી શક્યો હતો. કોહલી રનઆઉટ થયો હતો.
  • 2021માં બંને ટીમો બે વખત સામસામે આવી હતી. અમદાવાદમાં લીગની 22મી મેચમાં RCBએ દિલ્હી પાસેથી જીત છીનવી લીધી. આરસીબીએ 1 રનથી જીત મેળવી હતી અને તે મેચમાં પણ કોહલી માત્ર 12 રન જ બનાવી શક્યો હતો.
  • RCBએ 2021માં 56મી મેચ છેલ્લા બોલ પર 7 વિકેટે જીતી હતી અને તે મેચમાં કોહલી માત્ર 4 રન જ બનાવી શક્યો હતો.
  • RCBને 2020માં દિલ્હીના હાથે બંને મેચ હારવી પડી હતી. 2020માં લીગની 19મી મેચમાં કોહલીએ 43 રન બનાવ્યા હતા, પરંતુ તેની ટીમ 59 રનથી મેચ હારી ગઈ હતી.
  • 2020ની 55મી મેચમાં કોહલીએ 29 રન બનાવ્યા હતા, પરંતુ તેની ટીમ દિલ્હી સામે 6 વિકેટે હારી ગઈ હતી. કોહલીના આ આંકડા દિલ્હી કેપિટલ્સ સામેની છેલ્લી 5 મેચના છે.
  • આ સિઝનમાં RCB લખનૌ સુપર જાયન્ટ્સ સામે છેલ્લી મેચ હારી ગયું હતું અને તે મેચમાં કોહલીએ 61 રન બનાવ્યા હતા. લખનૌ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સે RCBને 81 રનથી હરાવ્યું હતું અને તે મેચમાં કોહલીએ 21 રન ફટકાર્યા હતા. જો કે, આ સીઝનની શરૂઆત આરસીબીએ મુંબઈ ઈન્ડિયન્સને 8 વિકેટે હરાવીને કરી હતી અને તે મેચમાં કોહલીએ અણનમ 82 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો :  UP STF એ ઝાંસીમાં ASAD AHEMAD અને ગુલામને કર્યાં ઠાર, ઉમેશ પાલ હત્યા કેસમાં હતા ફરાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.