VIDEO : શિખર ધવન સાથે જોવા મળી આ મિસ્ટ્રી ગર્લ?
- શિખર ધવન સાથે જોવા મળી મિસ્ટ્રી ગર્લ
- શિખર ધવનની નવી ગર્લફ્રેન્ડ જણાવી રહ્યાં છે.
- ભારત-બાંગ્લાદેશ મેચમાં જોવા મળી
Shikhar Dhawan: દુનિયા જે મિસ્ટ્રી ગર્લ વિશે જાણવાનો પ્રયત્ન કરી રહી છે. તેનું નામ ઠામ મળી ગયું છે. જી હા! એ જ મિસ્ટ્રી ગર્લ, જેને કેટલાક લોકો શિખર ધવનની (Shikhar Dhawan)નવી ગર્લફ્રેન્ડ જણાવી રહ્યાં છે. જ્યારે મિસ્ટ્રી ગર્લ (mystery girl photo viral)જેની સાથે ધવન દુબઈમાં ભારત-બાંગ્લાદેશ ચેમ્પિયન્સ ટ્રોફી મેચમાં જોવા મળી રહ્યો છે, એ જ મિસ્ટ્રી ગર્લ સાથે તે પહેલા પણ એરપોર્ટ પર સ્પોટ થઈ ચૂક્યો છે.
કોણ છે આ મિસ્ટ્રી ગર્લ?
ઇન્ટરનેટ પર આ મિસ્ટ્રી ગર્લ વિશે ખૂબ જ ઓછી જાણકારી છે. સોશિયલ મીડિયા પર વાયરલ ફોટો અને વીડિયોના આધારે યુવતીનું નામ સોફી શાઇન જણાવવામાં આવી રહ્યું છે. જાણવા મળ્યું છે કે, તે આયર્લેન્ડની રહેવાસી છે. ઇન્સ્ટાગ્રામ પર શિખર ધવન તેને ફોલો પણ કરી છે. તેનું યુઝર નેમ sophieshine93 છે. પરંતુ સોફીની પ્રોફાઇલ પ્રાઇવેટ છે. એટલે ઇન્ટરનેટ પર તેના ફોટો ઉપલબ્ધ નથી. સોફી Product Consultant તરીકે કામ કરે છે.
આ પણ વાંચો-Champions Trophy: ભારત સામે પાકિસ્તાન ટીમ મેચ પહેલા માનશે હાર? જાણો કારણ
કેમેરાથી બચતા જોવા મળ્યો ધવન
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની પહેલી મેચ બાંગ્લાદેશ સામે 20 ફેબ્રુઆરીએ હતી. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે મેચ શરૂ થતાં પહેલા શિખર ધવનને ખાસ સન્માન આપ્યું હતું. મેચ દરમિયાન જ્યારે ધવન વીઆઈપી બોક્સમાં બેઠો હતો, ત્યારે તે આ મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો હતો. કેમેરામાં ઘણીવાર બંને એક સાથે કેદ થયા. મિસ્ટ્રી ગર્લ ક્રિકેટરની સાથે ફોટો ખેંચાવતા બચતી રહી.
આ પણ વાંચો-ભારત-પાક મેચ પર IIT બાબાની ભવિષ્યવાણી, જાણો ટીમ ઈન્ડિયા જીતશે કે પછી મળશે હાર
ગત વર્ષે પણ સાથે સ્પોટ થયા હતા
નવેમ્બર 2024માં પણ બંને એક સાથે ત્યારે જોવા મળ્યાં, જ્યારે મુંબઈ એરપોર્ટ પર બંને એક ગાડીમાંથી ઉતર્યા હતા. આ દરમિયાન મિસ્ટ્રી ગર્લે તમામ શક્ય પ્રયત્ન કર્યા હતા કે તે ધવન સાથે જોવા મળે નહીં. પરંતુ પાપારાજીની નજરથી બચવું મુશ્કેલ જ નહીં અશક્ય છે. ઇન્સ્ટાગ્રામ પર તેનો વીડિયો વાયરલ થયો હતો