Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અવિશ્વસનીય! એક જ WORLD CUP માં બે HAT-TRICK લેનાર પ્રથમ બોલર બન્યો PAT CUMMINS

હાલ T20 WORLDCUP 2024 ની સુપર 8 ની મેચ ચાલી રહી છે. જેમાં હાલ અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયાનો મુકાબલો ચાલી રહ્યો છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી PAT CUMMINS એ નવો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલર PAT CUMMINS એ મેચમાં...
અવિશ્વસનીય  એક જ world cup માં બે hat trick લેનાર પ્રથમ બોલર બન્યો pat cummins

હાલ T20 WORLDCUP 2024 ની સુપર 8 ની મેચ ચાલી રહી છે. જેમાં હાલ અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયાનો મુકાબલો ચાલી રહ્યો છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી PAT CUMMINS એ નવો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલર PAT CUMMINS એ મેચમાં શાનદાર બોલિંગ કરી અને હેટ્રિક લઈને ઈતિહાસ રચ્યો છે. આ PAT CUMMINS ની વિશ્વકપમાં બીજી HAT TRICK છે. વર્લ્ડ કપની છેલ્લી મેચમાં પેટ કમિન્સે બાંગ્લાદેશ સામે હેટ્રિક હાંસલ કરી હતી.

Advertisement

એક જ વિશ્વકપમાં બે હેટ્રિક લેનાર પ્રથમ બોલર બન્યો PAT CUMMINS

અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 148 રન બનાવ્યા હતા. આ મુકાબલામાં પેટ કમિન્સે બોલિંગ કરતા 4 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેણે 18મી ઓવરના છેલ્લા બોલ પર રાશિદ ખાનને આઉટ કર્યો હતો. આ પછી, જ્યારે તે 20મી ઓવર નાખવા આવ્યો ત્યારે તેણે પ્રથમ બોલ પર કરીમ જનાત અને બીજા બોલ પર ગુલબદ્દીન નાયબની વિકેટ લીધી.

Advertisement

Advertisement

આ રીતે તેણે પોતાની હેટ્રિક પૂરી કરી. પેટ પેટ કમિન્સે આ સાથે જ એક મોટો વિક્રમ પોતાના નામે કર્યો છે. તેને એક જ વિશ્વકપમાં બે વખત હેટ્રિક લીધી છે. ઉલ્લેખનીય છે કે, ઇતિહાસમાં આવું અત્યાર સુધીમાં કોઈ પણ કરી શક્યું નથી.

T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં હેટ્રિક લેનારા બોલર્સ

  • બ્રેટ લી - વિ બાંગ્લાદેશ (2007)
  • કુર્ટિસ કેમ્ફર - વિ નેધરલેન્ડ્સ (2021)
  • વાનિન્દુ હસરંગા - વિ દક્ષિણ આફ્રિકા (2021)
  • કાગીસો રબાડા - વિ. ઈંગ્લેન્ડ (2021)
  • કાર્તિક મયપ્પન - વિ શ્રીલંકા (2022)
  • જોશુઆ લિટલ - વિ ન્યુઝીલેન્ડ (2022)
  • પેટ કમિન્સ - વિ બાંગ્લાદેશ (2024)
  • પેટ કમિન્સ - વિ અફઘાનિસ્તાન (2024)

આ પણ વાંચો : IND vs BAN :ભારતે- બાંગ્લાદેશને હરાવી રચ્યો ઇતિહાસ,આ વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી

Tags :
Advertisement

.