IPL 2025 ના MEGA AUCTION પહેલા બદલાઈ શકે છે આ નિયમો, વાંચો અહેવાલ
IPL 2024 બાદ હવે દરેક ક્રિકેટ ફેન IPL 2025 માટે ખૂબ જ ઉત્સાહિત છે. હવે IPL 2025 ને લઈને ખાસ સમાચાર સામે આવી રહ્યા છે. IPL 2025 માં MEGA AUCTION થવાનો છે. આ MEGA AUCTION પહેલા તમામ ફ્રેન્ચાઈઝી ખેલાડીઓને જાળવી રાખશે અને રિલીઝ કરશે. હવે લીગમાં સામેલ તમામ ફ્રેન્ચાઈઝીઓએ મેગા ઓક્શન પહેલા ફીડબેક સેશનમાં ઘણી બાબતો પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. જેમાં ઘણા અગત્યના મુદ્દાઓનો સમાવેશ થાય છે. જેમાં પાંચ વર્ષે મેગા ઓક્શનનું આયોજન કરવું, ટીમોને ચારથી છ ખેલાડીઓને જાળવી રાખવાની તક આપવાનો સમાવેશ થાય છે. વધુમાં સૌથી અગત્યની RTM CARD એટલે કે રાઇટ ટૂ મેચ કાર્ડની માંગ ફ્રેન્ચાઇઝી દ્વારા કરવામાં આવી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત
MEGA AUCTION પહેલા થઈ શકે છે નિયમોમાં ફેરફાર
IPL 2025 ના MEGA AUCTION પહેલા કેટલાક અગત્યના નિયમો લેવાઈ શકે છે. MEGA AUCTION પહેલા IPL ટીમના માલિકો દ્વારા કેટલીક માંગ કરવામાં આવી છે. મળતી માહિતીના અનુસાર, એક IPL ફ્રેન્ચાઇઝીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે IPLમાં દર ત્રણ વર્ષની જગ્યાએ દર પાંચ વર્ષે મેગા ઓક્શન કરવાના ફાયદા છે. આનાથી ફ્રેન્ચાઇઝીસને યુવા ખેલાડીઓ, ખાસ કરીને અનકેપ્ડ ખેલાડીઓ વિકસાવવા માટે સમય મળશે. ફ્રેન્ચાઇઝી જે પ્રથમ સિઝનથી ટુર્નામેન્ટનો ભાગ છે. તેણે યુવા ખેલાડીઓ શોધવામાં ઘણું રોકાણ કર્યું છે અને ક્રિકેટ એકેડમી બનાવી છે. દર ત્રણ વર્ષે થનારી મેગા ઓક્શનને કારણે એવો ખતરો છે કે તેમણે જે ખેલાડીને ડ્રાફ્ટ કર્યો છે તે મેગા ઓક્શનમાં તેમની ટીમમાંથી છીનવાઈ જશે. માટે જો MEGA AUCTION ના સમયગાળાને લંબાવી દેવામાં આવે તો તેનાથી ચોંકાસ ફાયદો થવાની સંભાવનાઓ છે.
આ વર્ષે IPL MEGA AUCTION ત્રણ વર્ષ બાદ યોજાઈ રહ્યું છે. પરંતુ અહી બાબત એમ છે કે આ પહેલા છેલ્લા 10 વર્ષમાં 2 વખત કુલ 4 વર્ષ બાદ પણ IPL ની MEGA AUCTION રાખવામાં આવી ચૂક્યું છે. આવું પહેલીવાર 2017માં થયું હતું, તે વર્ષે 2014 પછી પહેલીવાર મેગા ઓક્શન યોજવામાં આવ્યું હતું કારણ કે તે સમયે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો પર બે વર્ષ (2016 અને 2017) માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કોરોના રોગચાળાને કારણે, આગામી મેગા હરાજી 2021 માં યોજવામાં આવી હતી.
શું RTM CARD નો નિયમ આવશે?
AUCTION માં અન્ય એક અન્ય અગત્યનો પહેલું RTM એટલે RIGHT TO MATCH CARD પણ છે. IPL ફ્રેન્ચાઈઝીના સીઈઓએ કહ્યું કે તેણે ટીમના મોટા ખેલાડીને જાળવી રાખવાની મંજૂરી આપવી જોઈએ અને આ સિવાય અન્ય ખેલાડીઓને પણ સામેલ કરવાની મંજૂરી આપવી જોઈએ. RTM. જ્યારે રીલીઝ થયેલા ખેલાડીઓ મેગા ઓક્શનમાં જશે. આ સાથે, તેમની કિંમતો હરાજી અનુસાર નક્કી કરી શકાય છે. હવે MEGA AUCTION પહેલા કેટલા સુધારા કરવામાં આવે છે તેનો જવાબ તો સમય જ આપશે.
આ પણ વાંચો : ડરથી લઈ અડગ વિશ્વાસ સુધી! ભારતની યંગેસ્ટ Olympics ખેલાડી સ્વિમર ધિનીધી છે તૈયાર