THE BIG SHOW મેક્સવેલે કરી રોહિત શર્માના આ મોટા રેકોર્ડની બરાબરી, વાંચો અહેવાલ
ઓસ્ટ્રેલિયાએ ત્રીજી T20 મેચમાં ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ 5 મેચની શ્રેણીમાં પ્રથમ જીત નોંધાવી છે. ગ્લેન મેક્સવેલે શાનદાર સદી ફટકારીને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવીને 222 રન બનાવ્યા હતા. આ વિશાળ ટાર્ગેટનો પીછો કરવા આવેલી ટીમ ઓસ્ટ્રેલિયાએ 20મી ઓવરના છેલ્લા બોલ પર મેચ પર કબજો કરી લીધો હતો.
આ મેચમાં ભારત માટે ઋતુરાજ ગાયકવાડે શાનદાર સદી ફટકારી હતી જ્યારે ગ્લેન મેક્સવેલે પોતાની ટીમ માટે વિજયી સદી ફટકારી હતી. આ સદી સાથે મેક્સવેલે રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી લીધી.
ગ્લેન મેક્સવેલે રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી છે
ભારતના દિગ્ગજ ક્રિકેટર રોહિત શર્મા વિશ્વના એકમાત્ર એવા ખેલાડી હતા જેમના નામે T-20 ઈન્ટરનેશનલમાં ચાર સદી ફટકારવાનો રેકોર્ડ હતો, પરંતુ હવે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ગ્લેન મેક્સવેલે રોહિતના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
28 નવેમ્બર, મંગળવારના રોજ ભારત સામે રમાયેલી T20 શ્રેણીની ત્રીજી મેચમાં મેક્સવેલે 48 બોલમાં 104 રનની શાનદાર ઇનિંગ રમી અને પોતાની ટીમને જીત તરફ દોરી ગઈ. મેક્સવેલને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો -- મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક સ્વાગત, કહ્યું – ફરી એ જ ટીમમાં આવીને સારું લાગ્યું