Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

T20 World Cup: મેદાનમાં ધ્રૂસકે-ધ્રૂસકે રડી પાકિસ્તાનની કેપ્ટન,જુઓ Video

T20 World Cup માં પાકિસ્તાની ટીમની સફર ખતમ ફાતિમા સના મેચ પહેલા ભાવુક થઈ ગઈ હતી દેશના રાષ્ટ્રગીત દરમિયાન રડતી જોવા મળી Pakistan Women Cricket Team:મહિલા T20 World Cup 2024માં પાકિસ્તાની ટીમની સફર ખતમ થઈ ગઈ છે અને ટીમ...
t20 world cup  મેદાનમાં ધ્રૂસકે ધ્રૂસકે રડી પાકિસ્તાનની કેપ્ટન જુઓ video
Advertisement
  • T20 World Cup માં પાકિસ્તાની ટીમની સફર ખતમ
  • ફાતિમા સના મેચ પહેલા ભાવુક થઈ ગઈ હતી
  • દેશના રાષ્ટ્રગીત દરમિયાન રડતી જોવા મળી

Pakistan Women Cricket Team:મહિલા T20 World Cup 2024માં પાકિસ્તાની ટીમની સફર ખતમ થઈ ગઈ છે અને ટીમ સેમીફાઈનલમાં જગ્યા બનાવી શકી નથી. પાકિસ્તાની ટીમને તેની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 54 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પાકિસ્તાનના બોલર અને બેટ્સમેનો ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. આ કારણથી ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 110 રન બનાવ્યા હતા જેના જવાબમાં પાકિસ્તાની ટીમ માત્ર 56 રન જ બનાવી શકી હતી.

ફાતિમા સના મેચ પહેલા ભાવુક થઈ ગઈ હતી

પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સના (Fatima Sana)પોતાના દેશના રાષ્ટ્રગીત દરમિયાન રડતી જોવા મળી હતી. તેની આંખોમાં આંસુ સ્પષ્ટ જોઈ શકાય છે. તે પોતાના હાથ વડે આંસુ લૂછતી પણ જોવા મળી હતી. ફાતિમાને તેના પિતાના અવસાનના કારણે તાજેતરમાં પાકિસ્તાન પરત ફરવું પડ્યું હતું. આ કારણે તે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં રમી ન હતી. તેમની જગ્યાએ મુનીબા અલીએ કેપ્ટનશીપની જવાબદારી સંભાળી હતી. તે ન્યૂઝીલેન્ડ સામેની મેચ માટે પાકિસ્તાની ટીમ સાથે ફરી જોડાઈ હતી. હવે ફાતિમાના રડતા ઘણા વીડિયો ઈન્ટરનેટ પર (Fatima Sana viral video)વાયરલ થઈ રહ્યા છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -PAK vs ENG: બાબરની જગ્યાએ કામરાન ગુલામને મળી તક! જાણો આંકડા

ન્યુઝીલેન્ડ સામે સૌથી વધુ રન બનાવ્યા

ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ફાતિમા સનાએ ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 21 રનનું યોગદાન આપ્યું હતું. તેના સિવાય મુનીબા અલીએ 15 રન બનાવ્યા હતા. આ બે ખેલાડીઓ સિવાય બાકીના બેટ્સમેન બે આંકડા સુધી પણ પહોંચી શક્યા ન હતા. પાકિસ્તાનની આખી ટીમ 20 ઓવર પણ રમી શકી ન હતી અને ટીમ 56 રન સુધી જ સિમિત રહી હતી.

આ પણ  વાંચો -પાકિસ્તાનની હારે ટીમ ઈન્ડિયાને T20 World Cup માંથી કરી બહાર

મહિલા ટી20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાન માત્ર એક મેચ જીત્યું હતું

વર્તમાન T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાની ટીમે ચાર મેચ રમી છે જેમાંથી ટીમ માત્ર એક જ જીતી શકી છે અને તે શ્રીલંકા સામે હતી. જ્યારે પાકિસ્તાન ભારત, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે હારી ગયું હતું. આ કારણે ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી. પાકિસ્તાની ટીમ હજુ સુધી એક પણ વખત મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીવનું સપનું અધૂરું રહી ગયું.

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Gujarati Top News : આજે 4 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

featured-img
ધર્મ ભક્તિ

Rashifal 04 July 2025 : આજે સ્વાતિ નક્ષત્રમાં રવિ યોગ રચાયો છે જેના પરિણામે આ રાશિના જાતકોને થશે અઢળક લાભ

featured-img
Top News

Banaskantha : પાલનપુરમાં લવ જેહાદની ઘટનાનો પર્દાફાશ, લગ્નની લાલચ આપી ધર્મ પરિવર્તન માટે દબાણ

featured-img
રાષ્ટ્રીય

IG Dronesને મળ્યું પ્રથમ સ્વદેશી ડ્રોન સિમ્યુલેટરનું પેટન્ટ, આત્મનિર્ભર ભારતની દિશામાં મોટું પગલું

featured-img
Top News

Narmada: મનરેગા કૌભાંડ મુદ્દે સાંસદનો મોટો ધડાકો, એજન્સીએ દરેક પક્ષના નેતાઓને રૂપિયા આપ્યા હતા: મનસુખ વસાવા

featured-img
સ્પોર્ટ્સ

Diogo Jota Died : ફૂટબોલ જગતમાં શોકનો માહોલ! પોર્ટુગલના ફેમસ ખેલાડીનું કાર અકસ્માતમાં મોત

Trending News

.

×