Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઓસ્ટ્રેલિયન ઓપનમાં Sumit Nagal એ રચ્યો ઈતિહાસ, 35 વર્ષમાં બન્યું પ્રથમ વખત

ભારતના ઉભરતા સ્ટાર ટેનિસ ખેલાડી સુમિત નાગલે (Sumit Nagal) ઓસ્ટ્રેલિયન ઓપનના પહેલા જ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. નાગલે ઓસ્ટ્રેલિયન ઓપન 2024 (Australian Open 2024) માં મોટો અપસેટ સર્જ્યો છે. તેણે વિશ્વના 27 નંબરના કઝાકિસ્તાનના એલેક્ઝાન્ડર બુબલિક (Alexander Bublik) ને...
03:44 PM Jan 16, 2024 IST | Hardik Shah

ભારતના ઉભરતા સ્ટાર ટેનિસ ખેલાડી સુમિત નાગલે (Sumit Nagal) ઓસ્ટ્રેલિયન ઓપનના પહેલા જ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. નાગલે ઓસ્ટ્રેલિયન ઓપન 2024 (Australian Open 2024) માં મોટો અપસેટ સર્જ્યો છે. તેણે વિશ્વના 27 નંબરના કઝાકિસ્તાનના એલેક્ઝાન્ડર બુબલિક (Alexander Bublik) ને 6-4, 6-2, 7-6 થી હરાવીને પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ઓપનના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. 35 વર્ષમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ ભારતીય પુરુષ ટેનિસ ખેલાડીએ સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ (Singles Grand Slam) માં કોઈ ક્રમાંકિત ખેલાડીને હરાવ્યો હોય. સુમિત નાગલની ATP રેન્કિંગ 137 છે.

1989 પછી ગ્રાન્ડ સ્લેમમાં આવું કરનાર પ્રથમ ભારતીય

26 વર્ષીય ભારતીય ટેનિસ ખેલાડી સુમિત નાગલે (Sumit Nagal) 3 વર્ષ પહેલા મેલબોર્ન પાર્કમાં નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. તેણે બીજા રાઉન્ડમાં પહોંચવા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. સુમિત નાગલે પ્રથમ રાઉન્ડની મેચમાં બુબલિકને 6-4, 6-2, 7-6(7-5)થી હરાવ્યો હતો. આ મેચ 2 કલાક 38 મિનિટ સુધી ચાલી અને આ સાથે ભારતીય ટેનિસ સ્ટારે બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી. વળી, 1989 પછી એટલે કે 35 વર્ષમાં, તે ગ્રાન્ડ સ્લેમ ઈવેન્ટમાં કોઈ ક્રમાંકિત ખેલાડીને હરાવનાર પ્રથમ ખેલાડી બન્યો. આ પહેલા 1989માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં તત્કાલીન નંબર 1 મેટ્સ વિલાન્ડરને રમેશ ક્રિષ્નને હરાવ્યો હતો. તેના પછી સુમિત હવે આવો બીજો ખેલાડી બની ગયો છે.

સુમિત નાગલ (Sumit Nagal) પ્રથમ વખત કોઈ ગ્રાન્ડ સ્લેમ ઈવેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચ્યો છે. 2021માં પણ તેણે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરીને ઓસ્ટ્રેલિયન ઓપનના મુખ્ય ડ્રોમાં જગ્યા બનાવી હતી, પરંતુ તે પહેલી જ મેચમાં હારી ગયો હતો. જોકે, આ વખતે તેણે ક્વોલિફાઈંગ રાઉન્ડ દ્વારા મુખ્ય ડ્રોમાં પ્રવેશ કર્યો હતો અને હવે પ્રથમ રાઉન્ડની મેચ પણ જીતી લીધી છે. 2 કલાક 37 મિનિટ સુધી ચાલેલી મેચમાં સુમિત નાગલે એલેક્ઝાન્ડર બુબલિક (Alexander Bublik) સામે જીત મેળવી હતી.

સુમિતની કારકિર્દીમાં આવું બીજી વખત બન્યું

સુમિત નાગલ આ ઐતિહાસિક જીત સાથે બીજા રાઉન્ડમાં પહોંચી ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયન ઓપનમાં પ્રથમ વખત બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. જ્યારે તે બીજી વખત કોઈપણ ગ્રાન્ડ સ્લેમ ઈવેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચ્યો છે. અગાઉ વર્ષ 2020માં તે યુએસ ઓપનના બીજા રાઉન્ડમાં પહોંચ્યો હતો. ત્યાં બીજા રાઉન્ડમાં સુમિત ડોમિનિક થીમ સામે હારીને બહાર થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, 26 વર્ષના ભારતીય ખેલાડી સુમિત નાગલે 18 જાન્યુઆરીએ બીજા રાઉન્ડમાં અન્ય ખેલાડીનો સામનો કરવો પડશે. ટૂંક સમયમાં આની પુષ્ટિ કરવામાં આવશે. કારણ કે આ સમયે ઓસ્ટ્રેલિયન ઓપનમાં પ્રથમ રાઉન્ડની મેચો રમાઈ રહી છે. સુમિતે છેલ્લા કેટલાક સમયથી સારું પ્રદર્શન કર્યું છે અને સતત ત્રણ મેચ જીતીને ઓસ્ટ્રેલિયન ઓપનના મુખ્ય ડ્રોમાં પહોંચી ગયો છે.

આ પણ વાંચો - Shreyas Iyer ને ટીમમાંથી કેમ બહાર કરવામાં આવ્યો? ખેલાડીએ તોડ્યું મૌન

આ પણ વાંચો - આ ભારતીય યુવા પ્લેયરે ટેસ્ટ ક્રિકેટમાં સ્પર્શ કર્યો 400 રનનો આંકડો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
australian open 2024 djokovicaustralian open 2024 nadalaustralian open 2024 qualifyingaustralian open 2024 resultsaustralian open 2024 schedule timeaustralian open 2024 ticketsaustralian open 2024 tickets priceAustralian Open-2024india in australian open 2024Sumit NagalSumit Nagal Australian Open 2024Sumit Nagal Defeats Alexander Bublik To Create HistorySumit Nagal vs Alexander Bublik Live Updates
Next Article