ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

star cricket થયો ઇજાગ્રસ્ત,ચાર મહિના ક્રિકેટથી રહેશે દૂર!

ઇંગ્લેન્ડ ટીમ માટે વધુ એક ખરાબ સમાચાર માર્ક વુડ ચાર મહિના ક્રિકેટથી દૂર રહેશે અફઘાનિસ્તાન સામે મેચમાં થઈ હતી ઇજા star cricket : ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ખરાબ રીતે શરમજનક સ્થિતિમાં મુકાયા બાદ હવે ઇંગ્લેન્ડ ટીમ માટે વધુ એક...
08:39 PM Mar 13, 2025 IST | Hiren Dave
featuredImage featuredImage
Mark Wood Injury

star cricket : ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ખરાબ રીતે શરમજનક સ્થિતિમાં મુકાયા બાદ હવે ઇંગ્લેન્ડ ટીમ માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે.ઇંગ્લેન્ડ ટીમના ફાસ્ટ બોલર માર્ક વુડ(Mark Wood Injury) ઈજાના કારણે ચાર મહિના માટે બહાર છે. વુડ આ 4 મહિનામાં કોઈપણ પ્રકારનું ક્રિકેટ રમી શકશે નહીં.એવું માનવામાં આવે છે કે વુડ ભારત સામેની શ્રેણીમાં પણ સારું પ્રદર્શન કરતો જોવા મળશે નહીં.આજકાલ ક્રિકેટના મેદાન પર ઇંગ્લેન્ડની ટીમ માટે કંઈ બરાબર ચાલી રહ્યું નથી અને હવે વુડની ઈજાએ (star cricket )ટીમના તણાવમાં વધુ વધારો કર્યો છે.

ઇંગ્લેન્ડને મોટો ફટકો પડ્યો

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને મોટો ફટકો પડ્યો છે. ટીમના સ્ટાર ફાસ્ટ બોલર માર્ક વુડ ઈજાના કારણે આગામી ચાર મહિના ક્રિકેટથી દૂર રહેશે. વુડના ડાબા ઘૂંટણના લિગામેન્ટને ખૂબ નુકસાન થયું છે, જેના કારણે તેને સર્જરી કરાવવી પડશે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે (England cricket Team) તેના x એકાઉન્ટ પર વુડ અંગે આ મોટું અપડેટ આપ્યું છે. વુડ છેલ્લા એક વર્ષથી ઘૂંટણની તકલીફથી પીડાતા હતા, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન તેઓ વધુ મુશ્કેલીમાં મુકાયા હોય તેવું લાગ્યું. અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચમાં વુડને ઈજાના કારણે મેદાન છોડવું પડ્યું હતું. ECB અનુસાર વુડ જુલાઈ 2025 ના અંત સુધીમાં ફિટ થઈ જશે અને મેદાનમાં જોવા મળશે.

આ પણ  વાંચો - પાકિસ્તાની ક્રિકેટ ટીમની હાર પાછળ PCB જવાબદાર? જાણો કોણે કર્યો આ ખુલાસો

ભારત સામેની શ્રેણીનો ભાગ નહીં હોય?

માર્ક વુડ ભારત સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં (IND vs ENG Test)રમતા જોવા મળશે નહીં. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂ થવાની છે. પહેલી મેચ 20 થી 24 જૂન દરમિયાન લીડ્સ ગ્રાઉન્ડ પર રમાશે. જ્યારે, બીજી ટેસ્ટ મેચ 2 જુલાઈથી શરૂ થશે. શ્રેણીની ત્રીજી મેચ 10 જુલાઈથી લોર્ડ્સના મેદાન પર રમાશે. શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરમાં રમાશે. શ્રેણીની છેલ્લી મેચ 31 જુલાઈથી ઓવલ ખાતે રમાશે. ગ્રુપ સ્ટેજમાં હાર બાદ ઈંગ્લેન્ડની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થઈ ગઈ હતી. ટીમના નિરાશાજનક પ્રદર્શનને કારણે, જોસ બટલરે ટુર્નામેન્ટની વચ્ચે જ કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી.

Tags :
CricketCricket NewsEngland Cricket TeamInd vs Eng testIndia Vs EnglandIPL 2025Latest Cricket NewsMark Wood InjuryWood injury