Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SRH VS LSG : SRH ના ઓપનર્સએ અપાવી ટીમને એકતરફી જીત, લખનૌની ટીમની સતત બીજી હાર

SRH VS LSG : IPL 2024 ની 57 મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ ( SRH ) અને લખનઉ સુપર જાયન્ટ્સ ( LSG ) વચ્ચે યોજાઈ હતી. આ મુકાબલો હૈદરાબાદના આંગણે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ખાતે રમાયો હતો. આ મેચમાં લખનઉના...
srh vs lsg   srh ના ઓપનર્સએ અપાવી ટીમને એકતરફી જીત  લખનૌની ટીમની સતત બીજી હાર

SRH VS LSG : IPL 2024 ની 57 મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ ( SRH ) અને લખનઉ સુપર જાયન્ટ્સ ( LSG ) વચ્ચે યોજાઈ હતી. આ મુકાબલો હૈદરાબાદના આંગણે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ખાતે રમાયો હતો. આ મેચમાં લખનઉના કપ્તાન કે એલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તેઓ પ્રથમ બેટિંગ કરતા સ્કોરબોર્ડ ઉપર વિશાળ સ્કોર કરી શક્યા ન હતા. લખનઉની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં ફક્ત 165 રન બનાવી શકી હતી. તેના જવાબમાં હૈદરાબાદની ટીમે આ લક્ષ્ય એક પણ વિકેટ ગુમાવ્યા વિના 9.4 ઓવરમાં હાંસલ કર્યો હતો. અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે આ મેચ એક તરફી બનાવી દીધી હતી અને લખનઉની ટીમને કારમો પરાજય આપ્યો હતો.

Advertisement

LSG ની બેટિંગ લાઇન-અપ ફરી થઈ ધરાશાઈ

હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે જ્યારે લખનૌની ટીમે પોતાની પારીની શરૂઆત કરી ત્યારે, તેમની શરૂઆત એટલી સારી ન રહી હતી. સાઉથ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન ડી કોક ફક્ત પાંચ બોલમાં બે રન બનાવીને ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યા હતા. ત્યારબાદ આ વર્ષના લખનઉના શતકવીર માર્કસ સ્ટોઈનીસ પણ સસ્તામાં આઉટ થઈ ગયા હતા. આગળ જતા કે એલ રાહુલ પણ 33 બોલમાં 29 રનની ખૂબ જ ધીમી પારી રમીને પેવેલિયન તરફ પરત ફર્યા હતા. લખનઉની ટીમ માટે સૌથી ઝડપી અને સૌથી વધુ નિકોલસ પૂરન અને આયુષ બડોનીએ રન બનાવ્યા હતા. યુવા આયુષ બડોનીએ 30 બોલમાં 55 રન ફટકાર્યા હતા ત્યારે પૂરને 26 બોલમાં 48 રન ફટકાર્યા હતા. આ સાથે લખનૌનો સ્કોર 165 સુધી પહોંચ્યો હતો. હૈદરાબાદ માટે ભુવનેશ્વર કુમારે બે વિકેટ ઝડપી હતી ત્યારે કપ્તાન પેટ કમિંગ્સ દ્વારા એક વિકેટ લેવામાં આવી હતી.

Advertisement

હેડ અને અભિષેક શર્માએ મેચ કરી એકતરફી

હૈદરાબાદના વિષ્ફોટક ઓપનર્સ અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ જ્યારે આ લક્ષ્યનો પીછો કરવા આવ્યા ત્યારે લખનઉના પ્લેયર્સને પણ અંદાજો ન હતું કે આ મેચ એક તરફી બનીને રહી જશે. તેમણે ખૂબ જ તોફાની રીતે બેટિંગ કરતા 167 રનનો લક્ષ્ય એક પણ વિકેટ ગુમાવ્યા વિના ફક્ત 9.4 ઓવરમાં પાર પાડ્યો હતો. અભિષેક શર્માએ 28 બોલમાં છ છગ્ગા અને આઠ ચોગ્ગા ફટકારીને 75 રન માર્યા હતા. ત્યારે બીજી તરફ ટ્રેવિસ હેડ પણ પાછળ ન રહ્યા હતા અને તેને 30 બોલમાં 296 ની સ્ટ્રાઈક રેટથી 8 સિક્સર અને 8 ચોગ્ગાની મદદથી 89 રન માર્યા હતા. હૈદરાબાદની ટીમે એકતરફી રીતે આ મેચમાં જીત મેળવી હતી.

Advertisement

આ પણ વાંચો : મેચના વિવાદ બાદ Sanju Samson અને દિલ્હીના માલિક પાર્થ જિંદલ વચ્ચે શું થયું?

Tags :
Advertisement

.