SRH vs LSG: લખનૌએ હૈદરાબાદને 5 વિકેટથી હરાવ્યું, શાર્દુલની 4 વિકેટ
- લખનૌએ હૈદરાબાદને 5 વિકેટથી હરાવ્યું
- નિકોલસ પૂરને અને માર્શે ધમાકેદાર ઇનિંગ
- શાર્દુલ ઠાકુરે શાનદાર 4 વિકેટ ઝડપી
SRH vs LSG : ઋષભ પંતની આગેવાની હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝનમાં જીતનો સ્વાદ ચાખ્યો છે. લખનૌની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH vs LSG) સામે તેની બીજી મેચ 5 વિકેટથી જીતી લીધી.
પૂરણ અને માર્શે ઝડપી અડધી સદી ફટકારી
આ ઇનિંગમાં નિકોલસ પૂરને 18 બોલમાં અને મિશેલ માર્શે 29 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેમના ઉપરાંત, ઝડપી બોલર શાર્દુલ ઠાકુર પણ હીરો હતો, જેણે 4 વિકેટ લીધી હતી. લખનૌ માટે, પૂરણે 26 બોલમાં 70 રનની જ્વલંત ઇનિંગ રમી. આ દરમિયાન તેણે 6 છગ્ગા અને એટલા જ ચોગ્ગા ફટકાર્યા.જ્યારે મિશેલ માર્શે 31 બોલમાં 52 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 2 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા. અંતે, કેપ્ટન ઋષભ પંતે 15 અને અબ્દુલ સમદે અણનમ 22 રન બનાવ્યા. હૈદરાબાદ ટીમ તરફથી કેપ્ટન પેટ કમિન્સે 2 વિકેટ લીધી. જ્યારે મોહમ્મદ શમી, એડમ ઝમ્પા અને હર્ષલ પટેલને 1-1 સફળતા મળી.
આ પણ વાંચો -IPL માં ચીયરલીડર્સની કમાણી અને તેમને મળતી સુવિધાઓ વિશે જાણી તમે ચોંકી જશો!
શાર્દુલ સામે હૈદરાબાદની ટીમ લાચાર બની
મેચમાં હૈદરાબાદની ટીમે 9 વિકેટ ગુમાવ્યા બાદ 190 રન બનાવ્યા હતા. ઓપનર ટ્રેવિસ હેડે 28 બોલમાં 47 રનની ઇનિંગ રમી. જ્યારે અનિકેત વર્માએ ૩૬, નીતિશ રેડ્ડીએ ૩૨ અને હેનરિક ક્લાસેને ૨૬ રન બનાવ્યા હતા. શાર્દુલ ઠાકુરે બોલિંગમાં પોતાની તાકાત બતાવી અને સૌથી વધુ 4 વિકેટ લીધી. અવેશ ખાન, દિગ્વેશ રાઠી, રવિ બિશ્નોઈ અને પ્રિન્સ યાદવને 1-1 સફળતા મળી.
આ પણ વાંચો -RR vs KKR: રાજસ્થાન સતત બીજી હાર,KKR એ ખોલ્યું જીતનું ખાતું
આ રીતે લખનૌએ હૈદરાબાદને હરાવ્યું
લખનૌના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને હૈદરાબાદને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું. હૈદરાબાદ વિશે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે 300 રન પણ બનાવી શકે છે પરંતુ શાર્દુલ ઠાકુરે તેની બધી ગેરસમજો દૂર કરી. પોતાની બીજી ઓવરમાં, ઠાકુરે અભિષેક શર્મા અને પછી ઇશાન કિશનને સતત બોલમાં આઉટ કરીને લખનૌને મજબૂત શરૂઆત અપાવી. જોકે, ટ્રેવિસ હેડે કેટલાક સુંદર શોટ્સ રમ્યા, જેમાં તેમણે અનેક છગ્ગા ફટકાર્યા અને હૈદરાબાદ પાવરપ્લેમાં 62 રન બનાવવામાં સફળ રહ્યું. પરંતુ હેડ આઉટ થયા પછી બધું બદલાઈ ગયું. હેડને 47 રનના વ્યક્તિગત સ્કોર પર પ્રિન્સ યાદવે બોલ્ડ કર્યા બાદ હૈદરાબાદ આઘાતમાં મુકાઈ ગયું હતું. રેડ્ડીએ 32 રન બનાવ્યા. ક્લાસેન કમનસીબે 26 રન બનાવીને રન આઉટ થયો. અનિકેત વર્માએ ૧૩ બોલમાં ૫ છગ્ગાની મદદથી ૩૬ રન બનાવ્યા હતા, પરંતુ હૈદરાબાદની ટીમ ફક્ત ૧૯૦ રન સુધી જ પહોંચી શકી હતી.