Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SRH VS LSG : પ્લેઓફ માટે બંને ટીમ લગાવશે બળ, જાણો આ Must Win મેચમાં કોનું પલડું ભારે

IPL 2024 ની 57 મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ ( SRH ) અને લખનઉ સુપર જાયન્ટ્સ ( LSG ) વચ્ચે યોજાશે. આ મુકાબલો હૈદરાબાદના આંગણે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં થશે. IPL 2024 માં હવે આવનારી બધી જ મેચ પ્લે ઓફ...
srh vs lsg   પ્લેઓફ માટે બંને ટીમ લગાવશે બળ  જાણો આ must win મેચમાં કોનું પલડું ભારે

IPL 2024 ની 57 મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ ( SRH ) અને લખનઉ સુપર જાયન્ટ્સ ( LSG ) વચ્ચે યોજાશે. આ મુકાબલો હૈદરાબાદના આંગણે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં થશે. IPL 2024 માં હવે આવનારી બધી જ મેચ પ્લે ઓફ માટે ખૂબ જ જરૂરી હોવાની છે. તેમ હૈદરાબાદ અને લખનૌની વાત કરીએ તો SRH અને LSGને તેમની અગાઉની મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. માટે બને ટીમ માટે આજની મેચ ખૂબ જ નિર્ણાયક સાબિત થવાની છે. પોઇન્ટ્સ ટેબલની વાત કરીએ તો લખનૌની ટીમ 11 મેચમાં 12 પોઇન્ટ્સ સાથે છટ્ઠા ક્રમે છે ત્યારે હૈદરાબાદની ટીમના પણ 11 મેચમાં 12 પોઇન્ટ્સ છે, પરંતુ તેમનું નેટ રનરેટ સારું હોવાના કારણે તેઓ ચોથા સ્થાને છે.

Advertisement

HEAD TO HEAD ( SRH VS LSG )

જો આપણે હૈદરાબદ અને લખનૌની ટીમના આંકડાઓ પર નજર કરીએ તો, લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ આ મામલે વધુ મજબૂત લાગી રહી છે. SRH અને LSG અત્યાર સુધી IPL માં  3 વખત ટકરાયા છે અને લખનૌએ આ તમામ મેચ જીતી છે. પરંતુ આજની મેચ હૈદરાબાદના હોમ ગ્રાઉંડમાં હોવાના કારણે તેમના પાસે એક ADVANTAGE હશે.

Advertisement

MATCHES PLAYED BETWEEN SRH AND LSG : 03

LSG WON : 03

Advertisement

SRH WON : 00

કેવો હશે પિચનો મિજાજ

હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં બેટ્સમેનો ખૂબ જ મોટો સ્કોર ઊભો કરે છે. આ સિઝનને ધ્યાનમાં રાખીને કહી શકાય છે કે, અહી 200 પ્લસ રન સરળતાથી બનાવી શકાય છે. આઈપીએલ 2024 માં અહી કુલ ચાર મેચ રમાઈ છે  અને પાંચ વખત ટીમોએ 200 કે તેથી વધુ રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં ફરી એકવાર આ મેદાન પર ખૂબ જ રન જોવા મળી શકે છે. તેની પાછળનું કારણ એ પણ છે કે હૈદરાબાદ અને લખનૌ બેટિંગમાં પાવરહાઉસ છે. અહીં ફાસ્ટ બોલરોનું વર્ચસ્વ રહેશે, કારણ કે તેઓ લગભગ 71 ટકા વિકેટો મેળવે છે.

સંભવિત પ્લેઇંગ 11

સનરાઇઝર્સ હૈદરાબાદ: અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, રાહુલ ત્રિપાઠી, હેનરિક ક્લાસેન (વિકેટમાં), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, માર્કો જેન્સન, પેટ કમિન્સ (સી), ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન.

ઈમ્પેક્ટ પ્લેયર: મયંક માર્કંડેય/જયદેવ ઉનડકટ

લખનૌ સુપર જાયન્ટ્સ: કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), ક્વિન્ટન ડી કોક, માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક, યુદ્ધવીર સિંહ, યશ ઠાકુર.

ઈમ્પેક્ટ પ્લેયરઃ કૃષ્ણપ્પા ગૌતમ

આ પણ વાંચો : મેચના વિવાદ બાદ Sanju Samson અને દિલ્હીના માલિક પાર્થ જિંદલ વચ્ચે શું થયું?

Tags :
Advertisement

.