Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Shreyas Iyer ને ટીમમાંથી કેમ બહાર કરવામાં આવ્યો? ખેલાડીએ તોડ્યું મૌન

Shreyas Iyer : ગત વર્ષે યોજાનારા વનડે વર્લ્ડ કપ 2023 માં મહત્વની ભૂમિકા ભજવનાર શ્રેયસ ઐયર (Shreyash Iyer) આજે ટીમ ઈન્ડિયામાંથી બહાર છે. જોકે, શ્રેયસ અય્યરને અફઘાનિસ્તાન (Afghanistan) સામે ચાલી રહેલી 3 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે ટીમમાં પસંદ ન...
shreyas iyer ને ટીમમાંથી કેમ બહાર કરવામાં આવ્યો  ખેલાડીએ તોડ્યું મૌન

Shreyas Iyer : ગત વર્ષે યોજાનારા વનડે વર્લ્ડ કપ 2023 માં મહત્વની ભૂમિકા ભજવનાર શ્રેયસ ઐયર (Shreyash Iyer) આજે ટીમ ઈન્ડિયામાંથી બહાર છે. જોકે, શ્રેયસ અય્યરને અફઘાનિસ્તાન (Afghanistan) સામે ચાલી રહેલી 3 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે ટીમમાં પસંદ ન થવાથી ચિંતા નથી. તેણે કહ્યું કે, તે એવી બાબતો પર ધ્યાન આપતો નથી જે તેના નિયંત્રણમાં નથી. તે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી (Test Series) ને લઈને પણ વધારે વિચારી રહ્યો નથી, તેને પ્રથમ બે મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ તે હાલમાં રણજી મેચ માટે મુંબઈની સાથે હતો.

Advertisement

ટીમમાંથી ઐયરની બાદબાકી

ભારતીય પસંદગીકારોએ શ્રેયસ અય્યર (Shreyash Iyer) ને અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી T20 શ્રેણી માટે ટીમમાં સામેલ કર્યો નથી. આવી સ્થિતિમાં તે હવે રણજી ટ્રોફી (Ranji Trophy) માં મુંબઈની ટીમ તરફથી રમી રહ્યો છે. જોકે, શ્રેયસ અય્યરને ન તો અફઘાનિસ્તાન સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમ (Team India) માં સ્થાન ન મળવાની ચિંતા છે અને ન તો તે દક્ષિણ આફ્રિકા (South Africa) માં ખરાબ પ્રદર્શન બાદ ઈંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણીને લઈને પણ ચિંતિત છે. અય્યરને અફઘાનિસ્તાન સામે ચાલી રહેલી T20 શ્રેણી માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો અને આ બાબતની જાણકારી ધરાવતા લોકોનું કહેવું છે કે તેની બાદબાકીનો સંબંધ ભારતના ટોચમાં વધુ પડતા જમણા હાથના બેટ્સમેનો હોવાનું છે. બીજી તરફ તે ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી (Englans Test Series) માટે પોતાને તૈયાર કરી રહ્યો છે. આંધ્ર સામે રમાયેલી મેચ બાદ પણ તેણે લાંબા સમય સુધી મુંબઈના બીકેસી સ્ટેડિયમમાં સેન્ટર વિકેટ નેટમાં સ્થાનિક બોલરો સાથે બેટિંગની પ્રેક્ટિસ કરી હતી. આ દરમિયાન તેણે પોતાની રમત પર મોટું નિવેદન આપ્યું હતું.

Advertisement

શ્રેયસ અય્યરે શું કહ્યું ?

Shreyash Iyer એ એક ઈન્ટરવ્યુમાં તમામ વાતનો ખુલાસો કર્યો છે. તેણે એ પણ જણાવ્યું કે ટીમ મેનેજમેન્ટે (Team Management) તેને રણજી રમવા માટે કહ્યું છે. તેણે એ પણ જણાવ્યું કે તે શા માટે ફસાઈ ગયો અને તેને ટીમમાંથી બહાર કરવો પડ્યો. આ અંગે શ્રેયસે પહેલા કહ્યું કે મારે વર્તમાનમાં જીવવું છે. મને મેચ (રણજી) રમવા માટે કહેવામાં આવ્યું અને હું તે જ કરી રહ્યો છું. હું અત્યારે જ્યાં છું ત્યાં ખુશ છું અને મારું સંપૂર્ણ ધ્યાન અહીં છે. તેણે આગળ કહ્યું કે, પરિસ્થિતિ ગમે તે હોય, હું આક્રમક રીતે રમવાનો છું. જ્યારે તમે નકારાત્મક બોલિંગ કરો છો, જ્યારે તમે શરૂઆતમાં સુરક્ષિત અને રક્ષણાત્મક બોલિંગ કરો છો. તમે રન બનાવવા માંગો છો અને તમારે તમારી ટીમને ચોક્કસ બિંદુ સુધી લઈ જવી હોય છે. તે મારી માનસિકતા હતી અને તેમાં જ હું ફસાઈ ગયો. સ્કોર ગમે તે હોય હું ખુશ હતો (પ્રદર્શનથી). જણાવી દઈએ કે તેણે આંધ્ર વિરુદ્ધ પ્રથમ ઇનિંગમાં 48 રન બનાવ્યા હતા.

Advertisement

સાઉથ આફ્રિકા સિરીઝમાં ફ્લોપ રહ્યો હતો

ટીમ ઈન્ડિયાએ તેની છેલ્લી શ્રેણી દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. આ શ્રેણીમાં શ્રેયસ અય્યર (Shreyash Iyer) ફ્લોપ રહ્યો હતો. શ્રેયસ અય્યર આ શ્રેણીમાં 31, 6, 0 અને 4ના સ્કોર સાથે કોઈ અસર કરવામાં નિષ્ફળ ગયો. જોકે, ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ રમવાની છે અને ભારતમાં શ્રેયસ અય્યરનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. તેણે 11 ઇનિંગ્સમાં ત્રણ અડધી સદી અને એક સદી ફટકારી છે. આવી સ્થિતિમાં તેને ઈંગ્લેન્ડ સામે તક મળી શકે છે.

આ પણ વાંચો - આ ભારતીય યુવા પ્લેયરે ટેસ્ટ ક્રિકેટમાં સ્પર્શ કર્યો 400 રનનો આંકડો

આ પણ વાંચો - INDvsAFG : ભારતીય ક્રિકેટર્સે આ રીતે કર્યા મહાકાલના દર્શન, ભસ્મ આરતીમાં લીધો ભાગ, જુઓ Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.