RR vs KKR: રાજસ્થાન સતત બીજી હાર,KKR એ ખોલ્યું જીતનું ખાતું
- KKR એ 8 વિકેટે શાનદાર જીત
- રાજસ્થાન સતત બીજી હાર
- ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
RR vs KKR :ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝનની છઠ્ઠી મેચ બુધવારેના રોજ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાઈ હતી. ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ KKR એ 8 વિકેટે જીતી લીધી.
ક્વિન્ટન ડી કોકે 97 રનની અણનમ
રહાણે આઉટ થયા પછી, અંગક્રિશ રઘુવંશી ઈમ્પેક્ટ પ્લેયર બન્યા અને ડી કોકને સપોર્ટ આપ્યો અને અંત સુધી રહ્યો. બંનેએ સમજદારીપૂર્વક ઈનિંગ્સને આગળ ધપાવી અને ટીમને વિજય તરફ દોરી. ક્વિન્ટન ડી કોકે 18મી ઓવરના ત્રીજા બોલ પર સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી. પરંતુ તે પોતાની સદીથી 3 રન દૂર રહ્યો. તેને 61 બોલમાં અણનમ 97 રન બનાવ્યા. આ ઈનિંગમાં તેને 6 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા. રાજસ્થાન રોયલ્સનો કોઈ બોલર ખાસ પ્રભાવ પાડી શક્યો નહીં, રિયાન પરાગ પોતે પાવરપ્લેમાં બોલિંગ કરવા આવ્યો. ટીમના કુલ 7 ખેલાડીઓએ બોલિંગ કરી પરંતુ હસરંગાને ફક્ત 1 વિકેટ મળી.
ક્વિન્ટન ડી કોકે 18મી ઓવરના ત્રીજા બોલ પર સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી. પરંતુ તે પોતાની સદીથી 3 રન દૂર રહ્યો. તેને 61 બોલમાં અણનમ 97 રન બનાવ્યા. આ ઈનિંગમાં તેને 6 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા.
આ પણ વાંચો -NZ vs PAK: Pakistan ના કેપ્ટને સિરીઝ હાર્યા બાદ આપ્યું મોટું નિવેદન
રાજસ્થાને સંઘર્ષ કરતા આ સ્કોર બનાવ્યો
મેચમાં રાજસ્થાને 9 વિકેટ ગુમાવ્યા બાદ 151 રન બનાવ્યા હતા. ટીમ માટે વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે 28 બોલમાં 33 રનની ઇનિંગ રમી. જ્યારે યશસ્વી જયસ્વાલે 24 બોલમાં 29 રન બનાવ્યા. કેપ્ટન રિયાન પરાગે 15 બોલમાં 25 રન બનાવ્યા. KKR ટીમ તરફથી વૈભવ અરોરા, હર્ષિત રાણા, મોઈન અલી અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી.