Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ROHIT SHARMA નો હવે ભારતના સર્વશ્રેષ્ઠ બૅટ્સમેનમાં થયો સમાવેશ, રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડી નીકળ્યો આગળ

ROHIT SHARMA NEW RECORD : ભારત અને શ્રીલંકા વચ્ચે હાલ T20 બાદ હવે ODI શ્રેણીમાં મેચ ચાલી રહી છે. આ શ્રેણીની બીજી મેચ હાલમાં રમાઈ રહી છે. જેમાં શ્રીલંકાએ ભારતને જીતવા માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ મેચમાં ટીમ...
08:29 PM Aug 04, 2024 IST | Harsh Bhatt

ROHIT SHARMA NEW RECORD : ભારત અને શ્રીલંકા વચ્ચે હાલ T20 બાદ હવે ODI શ્રેણીમાં મેચ ચાલી રહી છે. આ શ્રેણીની બીજી મેચ હાલમાં રમાઈ રહી છે. જેમાં શ્રીલંકાએ ભારતને જીતવા માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના ODI કેપ્ટન રોહિત શર્માએ (ROHIT SHARMA) શ્રીલંકા વિરુદ્ધ બીજી મેચમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. જ્યાં તેણે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો રેકોર્ડ પણ તોડ્યો છે. આ રેકોર્ડ તોડતાની સાથે જ હવે રોહિત શર્માએ આ યાદીમાં ચોથા સ્થાન ઉપર પોતાનું સ્થાન જમાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ શ્રેણીની પ્રથમ મેચ ટાઈ રહી હતી, તેટલા માટે ભારત માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે.

સચિન તેંડુલકર18426 રન
વિરાટ કોહલી13883 રન
સૌરવ ગાંગુલી11221 રન
રોહિત શર્મા10831 રન
રાહુલ દ્રવિડ10768 રન

ભારત અને શ્રીલંકા વચ્ચેની આ બીજી નિર્ણાયક મેચમાં ભારતની ટીમને શ્રીલંકાની ટીમે 241 રનનું ટાર્ગેટ આપ્યું છે. ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ભારતની ટીમને રોહિત શર્માએ શાનદાર ઝડપી શરૂઆત અપાવી હતી. આ મેચમાં રોહિત શર્માએ (ROHIT SHARMA) શાનદાર બેટિંગ કરતા 44 બોલમાં 64 રન બનાવ્યા હતા. આ સ્કોર બનાવતાની સાથે જ રોહિત શર્માએ ODI ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ સ્થાપ્યો છે.

રોહિત શર્માએ ભારત માટે સૌથી વધુ વનડે રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં રાહુલ દ્રવિડને પાછળ છોડી દીધો છે. હવે તે આ યાદીમાં ચોથા સ્થાને આવી ગયો છે. જ્યારે રાહુલ ચોથાથી પાંચમા નંબર પર છે. રાહુલ દ્રવિડે ભારત માટે ODI ક્રિકેટમાં 10768 રન બનાવ્યા હતા. હવે રોહિત શર્માએ આ આંકડો પાર કરી લીધો છે. આ યાદીમાં સચિન તેંડુલકરનું નામ પ્રથમ સ્થાન પર છે. તેણે ODI ફોર્મેટમાં ભારત માટે કુલ 18426 રન બનાવ્યા છે. આ યાદીમાં વિરાટ કોહલી બીજા સ્થાને છે તેમણે 13883 રન બનાવ્યા છે.

આ પણ વાંચો : MUMBAI INDIANS માંથી હવે કપાશે HARDIK PANDYA નું પત્તું! આ ખેલાડી બનશે ટીમના નવા કપ્તાન

Tags :
india vs srilankanew recordODI CricketRahul Dravidrohit sharmasachin tendulkarVirat Kohli
Next Article