ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RISHABH PANT ઉપર લાગ્યો બેન, હવે આ ખેલાડી સંભાળશે ટીમની કમાન

RISHABH PANT  BAN : IPL 2024 માં જેમ જેમ પ્લે ઓફ નજીક આવતું જાય છે,  તેમ તેમ રોમાંચ હવે વધી રહ્યો છે. આવનારી દરેક મેચ જે તે ટીમોનું ભાવિ નક્કી કરનારી અગત્યની મેચ રહેવાની છે. ત્યારે તેવા સમયમાં જ દિલ્હીની...
07:55 PM May 11, 2024 IST | Harsh Bhatt

RISHABH PANT  BAN : IPL 2024 માં જેમ જેમ પ્લે ઓફ નજીક આવતું જાય છે,  તેમ તેમ રોમાંચ હવે વધી રહ્યો છે. આવનારી દરેક મેચ જે તે ટીમોનું ભાવિ નક્કી કરનારી અગત્યની મેચ રહેવાની છે. ત્યારે તેવા સમયમાં જ દિલ્હીની ટીમ માટે ખૂબ જ માઠા સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હીના કપ્તાન RISHABH PANT  ઉપર એક મેચ માટેનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમના સ્થાને હવે દિલ્હીના ખેલાડીને કપ્તાન બનાવવામાં આવ્યા છે, ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના.

રિષભ પંત ઉપર લાગ્યો હતો બેન

IPL 2024 ની 56મી મેચ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં દિલ્હીને ટીમે રાજસ્થાન રોયલ્સને 20 રનથી હરાવ્યું હતું. આ મેચ દરમિયાન RISHABH PANT ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો. સમગ્ર બાબત એમ છે કે, રાજસ્થાન સામેની આ મેચમાં કેપ્ટન ઋષભ પંત ધીમી ઓવર રેટ માટે દોષી સાબિત થયો હતો. મેચ રેફરીએ આ સિઝનમાં ત્રીજી વખત IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ પંતને એક મેચ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો.

RISHABH PANT 

તેના પર 30 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો  હતો. એટલું જ નહીં પરંતુ, રાજસ્થાન રોયલ્સ સામેની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ દરેકને અને ઈમ્પેક્ટ પ્લેયર્સ સહિત તમામને 12 લાખ રૂપિયા અથવા તેમની ફીના 50 ટકા જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ આ મેચના કારણે રિષભ પંતના સાથે સાથે સમગ્ર ટીમને દંડ ભોગવવો પડ્યો હતો.

અક્ષર પટેલ સંભાળશે સુકાનીપદ

હવે દિલ્હી કેપિટલ્સની ટીમ  62મી મેચમાં રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. ત્યારે અહી પ્રશ્ન ઊભો એ છે થાય છે કે આ મેચમાં રિષભની ગેરહાજરીમાં કોણ તેમનું સ્થાન લેશે. ત્યારે દિલ્હીના ટીમમાંથી આ બાબત અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે આ વાતની પુષ્ટિ કરી છે કે, રિષભની ગેરહાજરીમાં દિલ્હીના ટીમની સુકાની યુવા અક્ષર પટેલ સંભાળશે. અક્ષરની ગણતરી IPLના અનુભવી ખેલાડીઓમાં થાય છે, અને તેની પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો પણ ઘણો અનુભવ છે. આ જવાબદારી નિભાવવા માટે તે ખૂબ જ ઉત્સાહિત પણ છે.

આ પણ વાંચો : શું ROHIT SHARMA ની MUMBAI INDIANS માટે છે આ છેલ્લી સીઝન? KKR એ પોસ્ટ કરેલ વિડીયોમાં થયો ખુલાસો

Tags :
AKSHAR PATELBCCIdc vs rcbdelhi capitalsDELJI CAPITALS CAPTAINIPL 2024RCBRicky Pontingrishabh pantRoyal Challengers BangaloreSlow Over Rate
Next Article