Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paralympics 2024: શીતલ દેવીએ રચી દીધો છે ઇતિહાસ, આ વિશ્વ રેકોર્ડ બનાવી લહેરાવ્યો તિંરંગો

ભારતીય પેરા એથલિટ શીતલ દેવીએ ગુરુવારે ઇતિહાસ રચ્યો 720માંથી 703 પોઈન્ટ મેળવ્યા અને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા મેળવી તેમણે અગાઉના 698 પોઈન્ટનો વિશ્વ રેકોર્ડ તોડી દીધો હતો Paris Paralympics 2024: પેરિસ પેરાલિમ્પિક 2024ની શરૂઆત સાથે જ ભારતીય પેરા એથલિટ શીતલ...
paralympics 2024  શીતલ દેવીએ રચી દીધો છે ઇતિહાસ  આ વિશ્વ રેકોર્ડ બનાવી લહેરાવ્યો તિંરંગો
  1. ભારતીય પેરા એથલિટ શીતલ દેવીએ ગુરુવારે ઇતિહાસ રચ્યો
  2. 720માંથી 703 પોઈન્ટ મેળવ્યા અને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા મેળવી
  3. તેમણે અગાઉના 698 પોઈન્ટનો વિશ્વ રેકોર્ડ તોડી દીધો હતો

Paris Paralympics 2024: પેરિસ પેરાલિમ્પિક 2024ની શરૂઆત સાથે જ ભારતીય પેરા એથલિટ શીતલ દેવીએ ગુરુવારે ઇતિહાસ રચ્યો છે. શીતલ દેવીએ મહિલાઓની વ્યક્તિગત કમ્પાઉન્ડ તીરંદાજી (ક્વોલિફિકેશન)માં અદ્ભુત પ્રદર્શન કરીને 720માંથી 703 પોઈન્ટ મેળવ્યા અને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા મેળવી લીધી છે. આ સાથે તે હવે આ સ્પર્ધામાં 703 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહ્યાં છે. નોંધનીય છે કે, તેમણે અગાઉના 698 પોઈન્ટનો વિશ્વ રેકોર્ડ તોડી દીધો હતો.

Advertisement

આ પણ વાંચો: Paris Paralympics 2024 માં ગુજરાતના 3 દિવ્યાંગ ખેલાડીઓનો 'જોશ હાઈ'

Advertisement

શીતલ ઓવરૉલ રેન્કિંગ રાઉન્ડમાં બીજા સ્થાને રહી

ઉલ્લેખનીય છે કે, શીતલ દેવીના 703 પોઈન્ટનો રેકોર્ડ ટર્કીની ક્યૂરી ગિર્ડી દ્વારા તોડવામાં આવ્યો હતો. ગિર્ડીએ 704 પોઈન્ટ સાથે નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો, અને શીતલ ઓવરૉલ રેન્કિંગ રાઉન્ડમાં બીજા સ્થાને રહી. આગામી રાઉન્ડમાં શીતલને બાય મળ્યું છે અને હવે 31 ઑગસ્ટે રાત્રિ લગભગ 9 વાગ્યે તેણી ક્વાર્ટર ફાઇનલ મેચ રમશે.આ ઈવેન્ટમાં ભારતની સરિતા પણ હાજર હતી. તેણી એ ક્વોલિફિકેશન રાઉન્ડમાં 682 પોઈન્ટ્સ સાથે નવમા સ્થાને રહી. સરિતા 30 ઑગસ્ટે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરવા માટે મેચ ખેલશે.

Advertisement

આ પણ વાંચો: વ્હીલચેરથી Paris Paralympics સુધીની સફર, જાણો કોણ છે આ પ્રણવ સુરમા

મહેનત અને પ્રતિબદ્ધતાથી પ્રશંસા મેળવનાર પ્રદર્શન કર્યું

શીતલ દેવી અને સરિતાની આ સિદ્ધિઓ પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતની હાજરીને મજબૂત બનાવે છે. બંને એથલિટોએ તેમની મહેનત અને પ્રતિબદ્ધતાથી પ્રશંસા મેળવનાર પ્રદર્શન કર્યું છે. ભારત માટે આ ખુબ જ ખુશીના સમાચાર છે કે, Paris Paralympics 2024 ભારતીયો દ્વારા ખુબ જ સારૂ પ્રદર્શન થઈ રહ્યું છે. અત્યારે ભારતની 145 કરોડની જનતા આ ખેલાડીઓના કારણે ગર્વ અનુભવી રહીં છે

આ પણ વાંચો: Paris Paralympics 2024 Full Schedule : પેરાલિમ્પિક 2024નો આજથી આરંભ, જાણો ભારતનું સંપૂર્ણ શેડ્યૂલ

Tags :
Advertisement

.