Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Paris Paralympics 2024: 23 વર્ષ પ્રીતિ પાલે રચ્યો ઇતિહાસ, ભારતને વધુ એક મેડલ

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન પ્રીતિ પાલે મહિલાઓની T35 સ્પર્ધામાં 200 મીટરમાં બ્રોન્ઝ જીત્યો ભારતે અત્યાર સુધીમાં કુલ 6 મેડલ જીત્યા છે Paralympics 2024 : પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતીય (Paralympics 2024 india)ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. અત્યાર...
07:46 AM Sep 02, 2024 IST | Hiren Dave

Paralympics 2024 : પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતીય (Paralympics 2024 india)ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધીમાં, ભારતે કુલ 6 મેડલ જીત્યા છે. 23 વર્ષની પ્રીતિ પાલે (Preethi Pal) મહિલાઓની ટ્રેક ઈવેન્ટ 200 મીટર (T35)માં બ્રોન્ઝ (Bronze)મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.

પ્રીતિ પાલ રચ્યો  ઇતિહાસ

પ્રતિસ્પર્ધામાં પ્રીતિએ 30.01 સેકન્ડનો સમય લઈને બ્રોન્ઝ મેડલ જીતીને ભારત માટે મહત્વનો ક્ષણો સર્જ્યો. આ ઇવેન્ટમાં ચીનની જિયા ઝોઉએ ગોલ્ડ મેડલ જીતીને પ્રથમ સ્થાન હાંસલ કર્યો. જિયા ઝોઉએ આ રેસ 28.15 સેકન્ડમાં પૂરી કરી, જ્યારે ચીનના ગુઓ કિયાનકિઆન બીજા સ્થાને રહ્યા, જેમણે 29.09 સેકન્ડમાં રેસ પૂરી કરી.આ સિદ્ધિ પ્રીતિ પાલ માટે તેમજ સમગ્ર દેશ માટે ગૌરવ વધાયું છે, અને તેનાથી ભારતમાં પેરાલિમ્પિક્સ માટે વધતી જતી આકાંક્ષા અને ઉત્સાહને વધુ પ્રોત્સાહન મળ્યું છે.

આ પણ  વાંચો -

મેડલ ટેલીમાં ભારત 27માં સ્થાને પહોંચી ગયું છે

ભારત હવે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં મેડલ ટેલીમાં 27માં સ્થાને પહોંચી ગયું છે, જેમાં ભારતે હવે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારતે અત્યાર સુધીમાં પેરિસ પેરાલિમ્પિક્સમાં શૂટિંગમાં સૌથી વધુ 4 મેડલ જીત્યા છે, જેમાં અવની લેખારા ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી છે. જ્યારે મનીષ નરવાલ સિલ્વર જીતવામાં સફળ રહ્યો છે. જ્યારે રૂબિના ફ્રાન્સિસ અને મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિવાય પ્રીતિ પાલ T35માં મહિલાઓની 100 મીટર અને 200 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી છે.

આ પણ  વાંચો -ભારત-ઓસ્ટ્રેલિયા અંડર-19 શ્રેણીમાં Rahul Dravid ના દીકરાને મળી તક

પ્રીતી પાલનો બીજો મેડલ

ભારતની પ્રીતિ પાલે રવિવારે મહિલાઓની 200 મીટર T35 કેટેગરીમાં 30.01 સેકન્ડના વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો, જે પેરિસ પેરાલિમ્પિક્સનો તેનો બીજો મેડલ છે. શુક્રવારે, તેણે પેરાલિમ્પિક ટ્રેક ઇવેન્ટમાં ભારતનો પ્રથમ એથ્લેટિક્સ મેડલ જીત્યો. તેણે મહિલાઓની T35 100 મીટર સ્પર્ધામાં 14.21 સેકન્ડના વ્યક્તિગત શ્રેષ્ઠ સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ પણ  વાંચો -Paris Paralympics 2024 માં ભારતે મેડલ જીતવામાં લગાવ્યો ચોક્કો

પ્રીતિએ ત્રીજો અને મનીષે ચોથો મેડલ જીત્યો.

પ્રીતિ પાલે પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારત માટે ત્રીજો મેડલ જીત્યો હતો. તેણે મહિલાઓની 100 મીટર દોડ (T35)માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી 30 ઓગસ્ટે મનીષ નરવાલે ભારતને ચોથો મેડલ અપાવ્યો હતો. તેણે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (SH1)માં સિલ્વર મેડલ જીત્યો હતો.મનીષ નરવાલે પેરાલિમ્પિક ગેમ્સમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ તેણે P4 મિક્સ્ડ 50 મીટર પિસ્તોલ SH-1 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. મનીષ નરવાલે ફાઇનલમાં કુલ 234.9 પોઇન્ટ મેળવ્યા હતા. દક્ષિણ કોરિયાના જોન જોંગડુએ 237.4 પોઈન્ટ મેળવીને આ ઈવેન્ટનો ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ પણ  વાંચો -Paris Paralympics 2024 : રૂબિના ફ્રાન્સિસે શૂટિંગમાં બ્રોન્ઝ જીત્યો, ભારતને 5 મો મેડલ મળ્યો

નિષાદે દેશને સાતમો મેડલ અપાવ્યો

24 વર્ષના નિષાદ કુમારે પેરાલિમ્પિક્સમાં હાઈ જમ્પ (પુરુષોની શ્રેણી) T47 સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. નિષાદ અમેરિકાના રોડરિક ટાઉનસેન્ડ પછી બીજા ક્રમે છે. ટાઉનસેન્ડે ગોલ્ડ મેડલ કબજે કર્યો છે.

Tags :
bronzeindianNishad KumarParalympic athleteparalympics 2024 schedule indiaParis Paralympics 2024Preethi Palshooting sport paralympics 2024 schedulesumit antilWomens 200m
Next Article