Pahalgam Attack: IPL ટીમ દિલ્હી કેપિટલ્સે પહેલગામ આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું, શેર કરી હૃદયસ્પર્શી પોસ્ટ
- આઈપીએલ ટીમ દિલ્હી કેપિટલ્સે પણ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો
- દિલ્હી કેપિટલ્સ ટીમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ
- આ આતંકવાદી હુમલાના ફોટા અને વીડિયો ખૂબ જ ભયાનક
IPL team Delhi Capitals reaction on Pahalgam Attack: જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) ના અનંતનાગ જિલ્લાના પહેલગામના બૈસરનમાં મંગળવારે એક હૃદયદ્રાવક આતંકવાદી હુમલો થયો. આ હુમલા બાદ સમગ્ર દેશમાં ગુસ્સાનો માહોલ છે. આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા. જેમાં 26 લોકોના મોત થયા હતા.
આઈપીએલ ટીમ દિલ્હી કેપિટલ્સે પણ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો
આઈપીએલ ટીમ દિલ્હી કેપિટલ્સે પણ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. ટીમે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી અને લખ્યું - પહેલગામમાં બનેલી દુ:ખદ ઘટનાથી હૃદય તૂટી ગયું. આ ઘટાનાના પીડિતો, તેમના પરિવારો અને આ ભયાનક ઘટનાથી પ્રભાવિત દરેક વ્યક્તિ પ્રત્યે સંવેદના છે. આ દુઃખની ઘડીમાં અમે તેમની સાથે છીએ અને તેમની સાથે સંવેદના વ્યક્ત કરીએ છીએ.
દિલ્હી કેપિટલ્સ ટીમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ
દિલ્હી કેપિટલ્સ ટીમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ચાહકો પણ પીડિતો માટે પ્રાર્થના કરી રહ્યા છે અને તેમની ટિપ્પણીઓ દ્વારા એકતા દર્શાવી રહ્યા છે. પહેલગામમાં 26 લોકોના મોત ઉપરાંત, આ હુમલામાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
આ આતંકવાદી હુમલાના ફોટા અને વીડિયો ખૂબ જ ભયાનક
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા દરમિયાન, આતંકવાદીઓએ નકલી ગણવેશ પહેર્યો હતો, તેથી શરૂઆતમાં કોઈ પ્રવાસીને તેમના પર શંકા નહોતી. પરંતુ થોડા સમય પછી, જ્યારે તેઓએ હિન્દુ પ્રવાસીઓની ઓળખ પૂછી અને તેમના પર ગોળીબાર શરૂ કર્યો, ત્યારે નાસભાગ મચી ગઈ. આતંકવાદીઓએ તે હિન્દુ પુરુષોને નિશાન બનાવ્યા જેઓ તેમની પત્નીઓ અથવા પરિવારો સાથે આવ્યા હતા. આ આતંકવાદી હુમલાના ફોટા અને વીડિયો ખૂબ જ ભયાનક છે.
આ પણ વાંચો: LIVE: Pahalgam Terror Attack : J&Kમાં 370 હટાવ્યા બાદ પહેલો મોટો આતંકી હુમલો, 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત