Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોડર્ન T20 ક્રિકેટના નવા સિક્સર કિંગ બન્યા Nicholas Pooran, આ દિગ્ગજોને છોડ્યા પાછળ

વેસ્ટ ઈન્ડિઝની ટીમ હાલ ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની T20 શ્રેણી રમી રહી પહેલી T20 મેચમાં Nicholas Pooran એ અભૂતપૂર્વ બેટિંગ કરી હતી Nicholas Pooran સૌથી વધુ સિક્સર ફટકારવાના મામલે ત્રીજા ક્રમ પર પહોંચ્યો વેસ્ટ ઈન્ડિઝની ટીમ હાલ...
10:39 AM Aug 25, 2024 IST | Harsh Bhatt

વેસ્ટ ઈન્ડિઝની ટીમ હાલ ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની T20 શ્રેણી રમી રહી છે. શ્રેણીની પહેલી મેચ 23 જુલાઈએ ત્રિનિદાદમાં રમાઈ હતી, જેમાં યજમાન વેસ્ટ ઈન્ડિઝ ટીમે દક્ષિણ આફ્રિકાને 7 વિકેટથી હરાવીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. શ્રેણીની પહેલી T20 મેચમાં Nicholas Pooran એ અભૂતપૂર્વ બેટિંગ કરી હતી અને માત્ર 26 બોલમાં 250ના સ્ટ્રાઈક રેટ સાથે 62 રનની અણનમ ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગમાં Nicholas Pooran એ 7 છગ્ગા ફટકાર્યા, જેને કારણે તે T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના મામલે ત્રીજા ક્રમ પર પહોંચ્યો છે. Nicholas Pooran એ T20 ફોર્મેટના મોટા મોટા દિગ્ગજોને આ લિસ્ટમાં હવે પાછળ છોડ્યા છે.

સિક્સરની બાબતમાં Nicholas Pooran ની છલાંગ

સાઉથ આફ્રિકા સામેની આ શ્રેણીની શરૂઆત પહેલા, નિકોલસ પૂરે T20 ઈન્ટરનેશનલમાં 132 સિક્સર સાથે 7મા ક્રમ પર હતો. જોકે, માત્ર એક જ મેચ બાદ તે ત્રીજા સ્થાને આવી ગયો છે, હવે તેના નામે 96 મેચમાં 139 સિક્સર છે. સિક્સરના આ રેકોર્ડમાં રોહિત શર્મા (205) અને માર્ટિન ગુપ્ટિલ (173) પહેલા બે સ્થાન પર છે, જ્યારે જોસ બટલર અને સૂર્યકુમાર યાદવએ ચોથા અને પાંચમા સ્થાને છે. આમ Nicholas Pooran એ એક જ મેચમાં 7 છક્કા ફટકારીને સૂર્યકુમાર અને બટલરને પાછળ છોડ્યા છે.

શ્રેણીમાં હજી પણ મેચ બાકી

સિરીઝની બીજી અને ત્રીજી T20 મેચો 25 અને 27 ઓગસ્ટે રમાશે, જ્યાં Nicholas Pooran વધુ સિક્સર ફટકારીને જોસ બટલરને પાછળ છોડી વધુ લીડ મેળવવાનો મોકો મળશે. T20 ઈન્ટરનેશનલમાં પૂરે અત્યાર સુધી 96 મેચોમાં 137.77ની એવરેજ સાથે 2141 રન બનાવ્યા છે, જેમાં 13 અડધી સદી સામેલ છે. વેસ્ટ ઈન્ડિઝ માટે આ શ્રેણીની બાકી મેચોમાં વધુ રન અને સિક્સર મારવા માટે એક સરસ તક છે.

આ પણ વાંચો : GABBAR એ ક્રિકેટને કહ્યું અલવિદા! જાણો નિવૃત્તિ લેતા સમયે શું કહ્યું

Tags :
MOST SIXERSNicholas Pooranrohit sharmaSIX HITTINGSouth AfricaSURYA KUMAR YADAVT20 CricketWest Indies
Next Article