વેસ્ટ ઈન્ડિઝની ટીમ વર્લ્ડ કપમાંથી બહાર, આયર્લેન્ડ સામે મળી શરમજનક હાર
2007મા શરૂ થયેલી T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટથી લઇને અત્યાર સુધીમાં વેસ્ટ ઈન્ડિઝ એકમાત્ર ટીમ રહી છે જે બે વખત આ ટાઈટલ પોતાના નામેે કરી ચુકી છે. કહેવાય છે કે, આ ટીમના ખેલાડીઓનું T20મા પ્રદર્શન શાનદાર હોય છે. પરંતુ બદ કિસ્મતી જુઓ કે આજે આ બે વખતની ICC T20 વર્લ્ડ કપ વિજેતા ટીમ આ વર્ષના T20 વર્લ્ડ કપમાં ક્વોલિફાઇ પણ થઇ શકી નથી. જે એક મોટો અપસેટ કહેવાઇ રહ્યો છે. આયર્લેન્ડની ટીમે શાનદાર બોલિંગ બાદ કરી શાàª
Advertisement
2007મા શરૂ થયેલી T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટથી લઇને અત્યાર સુધીમાં વેસ્ટ ઈન્ડિઝ એકમાત્ર ટીમ રહી છે જે બે વખત આ ટાઈટલ પોતાના નામેે કરી ચુકી છે. કહેવાય છે કે, આ ટીમના ખેલાડીઓનું T20મા પ્રદર્શન શાનદાર હોય છે. પરંતુ બદ કિસ્મતી જુઓ કે આજે આ બે વખતની ICC T20 વર્લ્ડ કપ વિજેતા ટીમ આ વર્ષના T20 વર્લ્ડ કપમાં ક્વોલિફાઇ પણ થઇ શકી નથી. જે એક મોટો અપસેટ કહેવાઇ રહ્યો છે.
આયર્લેન્ડની ટીમે શાનદાર બોલિંગ બાદ કરી શાનદાર બેટિંગ
T20 વર્લ્ડ કપ (T20 World Cup)ના ક્વોલિફાયરમાં વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ (WI vs IRE) વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં આયર્લેન્ડે બે વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમ (World Champion Team) વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટે હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધી હતી. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 146 રન બનાવ્યા હતા. જવાબમાં આયર્લેન્ડની ટીમે 17.3 ઓવરમાં 150 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
Advertisement
Advertisement
બે વખતની ચેમ્પિયન છે વેસ્ટ ઈન્ડિઝ
આ વર્લ્ડ કપ સદીઓ સુધી વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટના ઈતિહાસમાં એક કાળા સ્પોટની જેમ ટકી રહેશે. 6 વર્ષ પહેલા વર્લ્ડ કપ જીતનારી ટીમની 2022ના T20 વર્લ્ડ કપમાં આવી હાલત થશે, તેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. વેસ્ટ ઈન્ડિઝે 2012મા શ્રીલંકામાં અને 2016મા ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝે ફાઇનલમાં શ્રીલંકા અને ઈંગ્લેન્ડને હરાવ્યું હતું.
વેસ્ટ ઈન્ડિઝને હરાવી આયર્લેન્ડે સર્જ્યો મોટો અપસેટ
T20 વર્લ્ડ કપમાં મોટો અપસેટ થયો છે. આયર્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટે હરાવ્યું છે. આ હાર સાથે બે વખતની વર્લ્ડ કપ વિજેતા વેસ્ટ ઈન્ડિઝ આ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. આયર્લેન્ડ માટે પોલ સ્ટર્લિંગે 66 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. મેચમાં આયર્લેન્ડની ટીમ પહેલાથી જ મજબૂત જોવા મળી હતી.
મેચમાં હાર મળ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરણે ટીમને મળેલી હાર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. નિકોલસે કહ્યું કે, અમે ચાહકોને નિરાશ કર્યા, સારી બેટિંગ ન કરી એટલે જ આ મેચ અમે હાર્યા છીએ. મહત્વનું છે કે, T20 વર્લ્ડ કપમાંથી બહાર નીકળી ગઇ છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ કે જે બે વખત આ ટાઈટલ જીતી ચુકી છે તે એવી ટીમ સામે હારી છે જે વર્લ્ડ ક્રિકેટમાં કોઇ ખાસ મજબૂત કહેવાતી નથી.
આયર્લેન્ડના પૌલ સ્ટર્લિંગે કરી શાનદાર બેટિંગ
પ્રથમ બેટિંગ કરવા આવેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટીમે પાવરપ્લેમાં જ પોતાના બંને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી. બ્રેન્ડન કિંગ સિવાય કોઈપણ બેટ્સમેન વેસ્ટ ઈન્ડિઝ માટે કંઈ ખાસ કરી શક્યો નહોતો. કિંગે 48 બોલમાં 6 ચોક્કા અને 1 છક્કાની મદદથી અણનમ 62 રન બનાવ્યા હતા. 147 રનનો પીછો કરવા ઉતરેલી આયર્લેન્ડની ટીમે શરૂઆતથી જ વેસ્ટ ઈન્ડિઝના બોલરો પર દબાણ બનાવી રાખ્યું હતું. બીજી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝ સંપૂર્ણપણે દબાવમાં હોય તેવું જણાતું હતું. આયર્લેન્ડ તરફથી ઓપનર પોલ સ્ટર્લિંગે શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 48 બોલમાં 6 ચોક્કા અને 2 છક્કાની મદદથી 66 રન બનાવ્યા હતા. તે પ્રથમ બોલથી જ ક્રિઝ પર રહ્યો હતો. આયર્લેન્ડે તેની શાનદાર ઇનિંગ્સના આધારે આ મેચ જીતી હતી.