Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતના ત્રણ રેસલરના ખાતે બે ગોલ્ડ અને એક સિલ્વર

કોમનવેલ્થ ગેમ્સ 2022 માં શુક્રવારના પણ ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધી ભારતના વેટલિફ્ટર, બોક્સર અને બેડમિન્ટન ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કરી મેડલ જીત્યા છે. ત્યારે હવે ભારતીય પહેલવાનોએ પણ પોતાનો જલવો દેખાવાનો શરૂ કરી દીધો છે. ભારતના 4 પહેલવાન એક સાથે કોમનવેલ્થ ગેમ્સની ફાઈનલમાં પહોંચ્યા હતા. જેમાંથી બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યà«
ભારતના ત્રણ રેસલરના ખાતે બે ગોલ્ડ અને એક સિલ્વર

કોમનવેલ્થ ગેમ્સ 2022 માં શુક્રવારના પણ ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધી ભારતના વેટલિફ્ટર, બોક્સર અને બેડમિન્ટન ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કરી મેડલ જીત્યા છે. ત્યારે હવે ભારતીય પહેલવાનોએ પણ પોતાનો જલવો દેખાવાનો શરૂ કરી દીધો છે. ભારતના 4 પહેલવાન એક સાથે કોમનવેલ્થ ગેમ્સની ફાઈનલમાં પહોંચ્યા હતા. જેમાંથી બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ત્યારે 21 વર્ષની અંશુ મલિકે ઓદુનાયો અદેકુઓરાયે સામે હારનો સામનો કરવો પડ્યો અને સિલ્વર મેડલથી સંતુષ્ટ થવું પડ્યું છે.

Advertisement

સાક્ષી મલિકે જીત્યો ગોલ્ડ
ભારતના 4 દિગ્ગજ પહેલવાનો એક સાથે ફાઈનલ સુધી પહોંચ્યા હતા. જેમાં સાક્ષી મલિક, બજરંગ પુનિયા, દીપક પુનિયા અને અંશુ મલિક ફાઈનલમાં પહોંચ્યા છે. આ સાથે ભારતના 4 મેડલ પક્કા થઈ ગયા છે. રિયો ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતનાર સાક્ષી મલિકે કોમનવેલ્થ ગેમ્સની ફાઈનલમાં જીત નોંધાવી ગોલ્ડ પોતાના નામે કર્યો છે. જણાવી દઇએ કે, સાક્ષી લાંબા સમય બાદ કોઈ ઇન્ટરનેશનલ મેડલ પોતાના નામે કર્યો છે.

બજરંગે જીત્યો પહેલો ગોલ્ડ
ભારતના સ્ટાર રેસલર બજરંગ પુનિયાએ પોતાના નામ અનુસાર પ્રદર્શન કરી ભારતને રેસલિંગનો પહેલો ગોલ્ડ મેડલ જીતાડ્યો છે. ભારત માટે આ કોમનવેલ્થ ગેમ્સનો કુલ છઠ્ઠો ગોલ્ડ છે. બજરંગે 65 કિગ્રા વગ્રના ફાઈનલ મુકાબલામાં કેનેડાના લાચલાન મેકગિલને 9-2 થી એક તરફી માત આપી. અંશુ મલિકના સિલ્વર બાદ બજરંગ પાસે ગોલ્ડની આશા હતી અને તેણે તે કરી દેખાડ્યું છે

Advertisement

ગોલ્ડથી ચૂકી અંશુ
21 વર્ષની અંશુ મલિકે કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે બે મુકાબલા તો 10-0 થી જીત્યા હતા. પરંતુ તે ઓડુનાયો અદેકુઓરાયેની સામે એવું પ્રદર્શન કરી શકી નહીં, જેની તેની પાસે આશા હતી. ઓડુનાયો અદેકુઓરાયે ફરી એકવાર ગોલ્ડ પર કબજો કરવામાં સફળ રહી છે. આ પહેલા પણ તેણે 2014 અને 2018 માં પણ ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો. ત્યારે અંશુ મલિકે ઓદુનાયો અદેકુઓરાયે સામે હારનો સામનો કરવો પડ્યો અને સિલ્વર મેડલથી સંતુષ્ટ થવું પડ્યું છે.

Advertisement
Tags :
Advertisement

.