દુનિયાના સૌથી ફૂર્તિલા ફિલ્ડરનો આજે છે Birthday, જાણો કેવી તકલીફોથી નીકળી આજે બન્યો ખાસ ખેલાડી
સમગ્ર વિશ્વમાં આજે ઘણા ક્રિકેટર છે કે જેઓ તેમની મહેનતથી તેમની ટીમ માટે ખાસ અને મહાન બન્યા છે. પછી તે સચિન તેંડુલકર હોય કે મહેન્દ્રસિંહ ધોની જેમણે ક્રિકેટ જગતમાં પોતાની એક અલગ જ ઈમેજ બનાવી છે. પણ આજે અમે તમને જે ખેલાડી વિશે વાત કરવા જઇ રહ્યા છીએ તે ટીમ ઈન્ડિયાનો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનો સૌથી ફૂર્તિલો ફિલ્ડર કહેવાય છે. જેના બુલેટ થ્રો થી ઘણીવાર બેટ્સમેનો રન આઉટ થયા છે. જીહા, અમે અહીà
Advertisement
સમગ્ર વિશ્વમાં આજે ઘણા ક્રિકેટર છે કે જેઓ તેમની મહેનતથી તેમની ટીમ માટે ખાસ અને મહાન બન્યા છે. પછી તે સચિન તેંડુલકર હોય કે મહેન્દ્રસિંહ ધોની જેમણે ક્રિકેટ જગતમાં પોતાની એક અલગ જ ઈમેજ બનાવી છે. પણ આજે અમે તમને જે ખેલાડી વિશે વાત કરવા જઇ રહ્યા છીએ તે ટીમ ઈન્ડિયાનો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનો સૌથી ફૂર્તિલો ફિલ્ડર કહેવાય છે. જેના બુલેટ થ્રો થી ઘણીવાર બેટ્સમેનો રન આઉટ થયા છે. જીહા, અમે અહીં ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા વિશે વાત કરી રહ્યા છીએ.
રવિન્દ્ર જાડેજા પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યો છે
ભારતીય ક્રિકેટ ટીમના સૌથી ઝડપી ફિલ્ડર, સૌથી ઓછા સમયમાં ઓવર પૂરી કરનાર અને જરૂર પડ્યે ઝડપી ઇનિંગ્સ રમનાર બોલર રવિન્દ્ર જાડેજા પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. જાડેજાનો જન્મ 6 ડિસેમ્બર 1988ના રોજ જામનગરમાં થયો હતો. રવિન્દ્ર જાડેજાએ પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ટીમ ઈન્ડિયાની ટેસ્ટ, ODI અને T20માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હાલમાં તે ઈજાના કારણે ટીમ ઈન્ડિયાથી બહાર છે પરંતુ તે જલ્દી સ્વસ્થ થઈ જશે તેવી આશા છે. જાડેજાને દરેક વ્યક્તિ મજબૂત ખેલાડી તરીકે જાણે છે પરંતુ એક સમય હતો જ્યારે તેણે ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.
ક્રિકેટ કારકિર્દી છોડવાના આરે આવી ગયો હતો જાડેજા
રવિન્દ્ર જાડેજા અને તેના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો, જ્યારે તેની માતાનું અકસ્માતમાં મૃત્યુ થયું. 2005માં આ દુર્ઘટના બાદ જાડેજાને ખૂબ જ આઘાત લાગ્યો હતો, ત્યાર બાદ તે પોતાની ક્રિકેટ કારકિર્દીને ત્યજી દેવાની આરે આવી ગયો હતો. જો કે પરિવારે તેની સંભાળ લીધી, તે આઘાતમાંથી બહાર આવ્યો. તેમની બહેન નર્સ હતી, જે આજે કોંગ્રેસના નેતા છે. તે કોંગ્રેસ માટે પ્રચારમાં પણ જોડાઈ, અને જાડેજાની પત્ની વિરુદ્ધ વોટ માટે અપીલ કરી છે.
ઘણા દિવસોથી તેમની પત્ની રિવાબા જાડેજા માટે પ્રચારમાં હતા વ્યસ્ત
ભારતીય ક્રિકેટ ટીમના મહત્વના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા આજે પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેઓ ઘણા દિવસોથી તેમની પત્ની રિવાબા (રવિન્દ્ર જાડેજાના પત્ની) માટે પ્રચારમાં વ્યસ્ત હતા. હવે તે પરિણામોની રાહ જોઈ રહ્યા છે. તે બાંગ્લાદેશ સામેના વનડે પ્રવાસમાંથી બહાર છે, આશા છે કે તે ટેસ્ટમાં રમતા જોવા મળશે. જાડેજા માટે આજે બધું બરાબર છે, પરંતુ શરૂઆતમાં એવું નહોતું. તેમની માતાનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ જાડેજાની પોતાની ક્રિકેટ કારકિર્દી ખતમ થવાના આરે હતી.
રવિન્દ્ર જાડેજાના પિતા ચોકીદાર હતા
ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ એક ખાનગી કંપનીમાં ચોકીદાર હતા. તેઓ તેમના પુત્રને ભારતીય સેનાનો અધિકારી બનાવવા માંગતા હતા, પરંતુ રવિન્દ્ર જાડેજાનો ઝુકાવ શરૂઆતથી જ ક્રિકેટ તરફ હતો. બાળપણમાં તે આ બાબતને લઈને તેના પિતાથી ખૂબ જ ડરતા હતા. જાડેજાની માતાનું 2005માં અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ અકસ્માતથી જાડેજાને એટલો આઘાત લાગ્યો હતો કે તેણે ક્રિકેટ લગભગ છોડી દીધું હતું. પરંતુ બાદમાં પોતાના કોચની મદદથી તે ફરી મેદાનમાં પરત ફર્યો અને પછી તેણે જે કરી બતાવ્યું તે આજે કોઇને સમજાવવાની જરૂર નથી.
IPLમાં સારું પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં જગ્યા બનાવી
રવિન્દ્ર જાડેજાએ ઘરેલુ ક્રિકેટમાં સારો દેખાવ કર્યો હતો, જેના આધારે તેને IPLમાં રમવાની તક મળી હતી, જેમાં તેણે પોતાની બોલિંગ અને બેટિંગથી હંગામો મચાવ્યો અને 2009માં તેને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો. વનડેમાં તેના પ્રથમ 4 વર્ષમાં તે કંઈ ખાસ કરી શક્યો ન હતો પરંતુ ઈંગ્લેન્ડમાં 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેણે સૌથી વધુ વિકેટ લીધી હતી અને ગોલ્ડન બોલ જીત્યો હતો, ત્યારબાદ તેણે પાછળ વળીને જોયું નથી. જાડેજા આજે ભારતની ટેસ્ટ, ODI અને T20 ટીમનો મહત્વનો ભાગ છે.
કેવી રહી ક્રિકેટ કારકિર્દી?
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આજે 34 વર્ષનો થઈ ગયો છે. રવિન્દ્ર જાડેજાને ક્રિકેટના મેદાન પર 'સર રવિન્દ્ર જાડેજા' તરીકે પણ ઓળખવામાં આવે છે. જાડેજાનો જન્મ 6 ડિસેમ્બરે સૌરાષ્ટ્રમાં થયો હતો. જાડેજાની ક્રિકેટ કારકિર્દીની વાત કરીએ તો, તેણે વર્ષ 2009માં ડેબ્યૂ કર્યું હતું અને જાડેજાએ અત્યાર સુધીમાં 171 વનડેમાં 32.62ની એવરેજથી 2447 રન બનાવ્યા છે. આ સાથે જ તેણે પોતાની બોલિંગથી 189 વિકેટ પણ લીધી છે. આ સિવાય તેના ટેસ્ટ કરિયરની વાત કરીએ તો તેણે 60 ટેસ્ટમાં 36.56ની એવરેજથી 2523 રન બનાવ્યા છે અને 242 વિકેટ પણ લીધી છે. જ્યારે T20માં જાડેજાએ 64 મેચમાં 457 રન બનાવ્યા છે અને 51 વિકેટ પણ લીધી છે.
આ પણ વાંચો - ઈંગ્લેન્ડે પાકિસ્તાનને તેના જ ઘરઆંગણે આપી માત, જેમ્સ એન્ડરસને તોડ્યો અનિલ કુંબલેનો રેકોર્ડ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement