Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધોની-કોહલી જે ન કરી શક્યા તે વેસ્ટ ઈન્ડિઝના આ ખેલાડીએ કરી બતાવ્યું

વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન કિરોન પોલાર્ડે એક અનોખો અને દિગ્ગજ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે T20માં 600 મેચ રમનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. પોલાર્ડે હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ તે હજુ પણ વિશ્વભરની T20 લીગમાં રમી રહ્યો છે.વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડે T20 ક્રિકેટમાં એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. 35 વર્ષીય પોલારà
ધોની કોહલી જે ન કરી શક્યા તે વેસ્ટ ઈન્ડિઝના આ ખેલાડીએ કરી બતાવ્યું
વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન કિરોન પોલાર્ડે એક અનોખો અને દિગ્ગજ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે T20માં 600 મેચ રમનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. પોલાર્ડે હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ તે હજુ પણ વિશ્વભરની T20 લીગમાં રમી રહ્યો છે.
વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડે T20 ક્રિકેટમાં એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. 35 વર્ષીય પોલાર્ડ 600 T20 મેચ રમનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. આ પહેલા આ કારનામો વિશ્વનો કોઇ ખેલાડી કરી શક્યો નથી. તેણે સોમવારે ધ હન્ડ્રેડ ટૂર્નામેન્ટની મેચમાં લંડન સ્પિરિટ તરફથી રમતા આ અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. પોલાર્ડે પણ આ પ્રસંગને પોતાની શૈલીમાં ખાસ બનાવ્યો હતો. લોર્ડ્સના મેદાન પર માન્ચેસ્ટર ઓરિજિનલ્સ સામે રમાયેલી આ મેચમાં તેણે 11 બોલમાં શાનદાર બેટિંગ કરી હતી અને 34 રન બનાવીને અણનમ રહ્યો હતો. 
પોલાર્ડે તેની ઇનિંગ દરમિયાન એક ફોર અને ચાર હાઇરાઇઝ સિક્સર ફટકારી હતી. વિસ્ફોટક બેટિંગ અને વિકેટ-ટેકીંગ બોલિંગ માટે જાણીતા, પોલાર્ડ T20 ક્રિકેટના મહાન ઓલરાઉન્ડરોમાંનો એક છે. તેના નામે ઘણા રેકોર્ડ પણ નોંધાયેલા છે. આંકડાઓની વાત કરીએ તો પોલાર્ડે 600 મેચમાં 31.34ની એવરેજથી 11,723 રન બનાવ્યા છે. ઝડપી ક્રિકેટના આ ફોર્મેટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 104 રન છે. કેરેબિયન ઓલરાઉન્ડરે તેની T20 કારકિર્દીમાં અત્યાર સુધી એક સદી અને 56 અડધી સદી પણ ફટકારી છે. બેટિંગ ઉપરાંત બોલિંગમાં પણ તેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં કુલ 309 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 4/15 રહ્યું છે. 
પોલાર્ડ તેની અત્યાર સુધીની લાંબી કારકિર્દીમાં ઘણી T20 ટીમોનો ભાગ રહ્યો છે. તે વિવિધ દેશોની ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં રમે છે. તે IPLમાં લીગની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો એક ભાગ છે અને તેણે અનેક પ્રસંગોએ એકલા હાથે ટીમને જીત અપાવી છે. આ સિવાય તે બિગ બેશ લીગમાં એડિલેડ સ્ટ્રાઈકર્સ, મેલબોર્ન રેનેગેડ્સ તરફથી પણ રમી ચૂક્યો છે. પોલાર્ડ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ, પાકિસ્તાન સુપર લીગ અને કેરેબિયન પ્રીમિયર લીગમાં રમે છે. T20માં સૌથી વધુ મેચ રમનારા ટોપ-5 ખેલાડીઓની વાત કરીએ તો વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ડ્વેન બ્રાવો બીજા નંબર પર છે. તેણે 543 મેચ રમી છે. આ સિવાય અન્ય કોઈ ખેલાડી આ આંકડા સુધી પહોંચી શક્યા નથી.
Advertisement
Tags :
Advertisement

.