Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રોહિતનો આ ફેન સિક્યોરિટી ગાર્ડને ચકમો આપી મેદાનમાં ઘૂસ્યો, હિટમેનને લગાવ્યો ગળે અને પછી...

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની મેચ આસાનીથી જીતી લીધી છે. ટોસ જીતીને રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. જોકે, ભારતીય બોલર્સ સામે ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યા નહોતા અને 108 રનમાં પૂરી ટીમ ઓલ આઉટ થઇ ગઇ હતી. જ્યારે ટીમ ઈન્ડિયાએ આ ટાર્ગેટને આસાનીથી જીતી લીધો હતો. આ દરમિયાન રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામે શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે પોત
રોહિતનો આ ફેન સિક્યોરિટી ગાર્ડને ચકમો આપી મેદાનમાં ઘૂસ્યો  હિટમેનને લગાવ્યો ગળે અને પછી
ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની મેચ આસાનીથી જીતી લીધી છે. ટોસ જીતીને રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. જોકે, ભારતીય બોલર્સ સામે ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યા નહોતા અને 108 રનમાં પૂરી ટીમ ઓલ આઉટ થઇ ગઇ હતી. જ્યારે ટીમ ઈન્ડિયાએ આ ટાર્ગેટને આસાનીથી જીતી લીધો હતો. આ દરમિયાન રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામે શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 51 રન બનાવ્યા હતા. જેમા તેની બે શાનદાર સિક્સ પણ સામેલ છે. રોહિત જ્યારે બેટિંગ કરી રહ્યો હતો તે દરમિયાન મેદાનમાં તેનો એક ફેન ઘૂસી આવ્યો હતો. જેણે રોહિતની પાસે જઇને તેને ગળે લગાવ્યો હતો. આ ફેન એક બાળક હતો, જે સિક્યોરિટી ગાર્ડને ચકમો આપી મેદાનની અંદર આવી ગયો હતો. 
Advertisement

મેદાનમાં ઘૂસી બાળકે રોહિતને લગાવ્યો ગળે
ટોસ જીત્યા બાદ જ્યારે ન્યૂઝીલેન્ડના બેટ્સમેન મેદાનમાં આવ્યા તો સૌ કોઇને લાગ્યું હતું કે, આજે એક રોમાંચક મેચ જોવા મળશે પરંતુ તેની જગ્યાએ આ ટીમ માત્ર 108 રનમાં જ સમેટાઈ ગઇ. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની શાનદાર અડધી સદીની ઇનિંગ્સને કારણે ભારતે સરળતાથી જીત મેળવી લીધી હતી. ભારતીય કેપ્ટનની આ ઇનિંગ દરમિયાન તેનો એક નાનકડો ચાહક સુરક્ષા ઘેરાને તોડીને મેદાનમાં ઘુસી આવ્યો હતો. અચાનક આ બાળકે આવીને રોહિતને પિચ પર ગળે લગાડ્યો. આ પછી હિટમેનની પ્રતિક્રિયાએ સૌ કોઇનું દિલ જીતી લીધું. 

રોહિતના આ ફેનના ચહેરા પર જોવા મળી ખુશી
મહત્વનું છે કે, રોહિત શર્મા ન્યૂઝીલેન્ડના બોલરોની ધુલાઈ કરી રહ્યો હતો. તેણે 47 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેની શાનદાર ઇનિંગ્સ દરમિયાન ફરી એકવાર તેની શાનદાર ફેન ફોલોઇંગ જોવા મળી. આ ઇનિંગની વચ્ચે, રોહિત શર્માનો એક નાનકડો ચાહક પીચ પર દોડ્યો. આ દરમિયાન તે રોહિતની નજીક આવતા જ બાળકે તેને ગળે લગાવ્યું હતું. જાણે તે પોતાના મનપસંદ ખેલાડીને ગળે લગાવવા આતુર હોય. આ પછી સિક્યુરિટી સ્ટાફ આવ્યો અને તે બાળકને લઈ ગયો. જોકે, આ દરમિયાન તે નાના બાળકનો ચહેરો જોવા જેવો હતો. તેને જોઇને એવું લાગ્યું હતું કે, જાણે તેની સૌથી મોટી ઇચ્છા પૂર્ણ થઇ હોય. 
Advertisement

રોહિત શર્માએ અડધી સદી ફટકારી 
109 રનના ટાર્ગેટનો પીછો કરતા કેપ્ટન રોહિત શર્માએ 50 બોલમાં 51 રન બનાવીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. બીજા છેડે, શુભમન ગિલે તેને ઘણો સાથ આપ્યો. બંને વચ્ચે 72 રનની ભાગીદારી થઈ હતી. આ પછી વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યો, પરંતુ તે પણ લાંબો સમય ટકી શક્યો નહીં અને 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. આ પછી ઈશાન કિશન અને શુભમન ગિલની જોડીએ ભારતને 21 ઓવરમાં લક્ષ્યાંક સુધી પહોંચાડી દીધું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.