ટીમ ઈન્ડિયાના આ ત્રણ ખેલાડીઓ ટીમમાંથી બહાર, દક્ષિણ આફ્રિકા સામે નહી રમે
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ટીમ ઈન્ડિયા (Team India) પાસે તેની તૈયારી કરવા માટે વધુ એક તક મળી છે. જીહા, ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ પહેલા દક્ષિણ આફ્રિકા (South Africa) ની ટીમ સાથે ત્રણ T20I મેચ રમશે. જે પહેલા ટીમ ઈન્ડિયામાંથી ત્રણ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સિરીઝની પ્રથમ મેચ આવતી કાલે એટલે કે બુધવારથી શરૂ થવા જઇ રહી છે. દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ખેલàª
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ટીમ ઈન્ડિયા (Team India) પાસે તેની તૈયારી કરવા માટે વધુ એક તક મળી છે. જીહા, ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ પહેલા દક્ષિણ આફ્રિકા (South Africa) ની ટીમ સાથે ત્રણ T20I મેચ રમશે. જે પહેલા ટીમ ઈન્ડિયામાંથી ત્રણ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સિરીઝની પ્રથમ મેચ આવતી કાલે એટલે કે બુધવારથી શરૂ થવા જઇ રહી છે.
દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ખેલાડીઓ નહી રમે
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. સમાચાર મુજબ ટીમના બે સ્ટાર ખેલાડી દીપક હુડ્ડા (Deepak Hooda) અને મોહમ્મદ શમી (Mohammad Shami) ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા (South Africa) શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. સાથે જ હાર્દિક પંડ્યાનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિકને આરામ આપવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકા સામે 28 સપ્ટેમ્બરથી T20 સિરીઝ શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ તિરુવનંતપુરમમાં રમાશે. ભારતીય ટીમની આ ત્રણ મેચ વર્લ્ડ કપ પહેલા અંતિમ રહેશે. આ પછી રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થશે. આવી સ્થિતિમાં સાઉથ આફ્રિકા સામેની આ T20 સિરીઝ ટીમ ઈન્ડિયા માટે ઘણી મહત્વની બની રહી છે.
હાર્દિક પંડ્યાને આરામ
ટીમ ઈન્ડિયાનો સૌથી જરૂરી અને ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાને દક્ષિણ આફ્રિકા સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. હાર્દિકે ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં પૂર્ણ થયેલી T20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હાર્દિકે 3 મેચમાં 190.90ની સ્ટ્રાઈક રેટથી 105 રન બનાવ્યા હતા. બોલ વડે પણ તેણે ટીમમાં યોગદાન આપ્યું હતું. માનવામાં આવે છે કે પંડ્યાને વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આરામ આપવામાં આવ્યો છે. ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે T20 વર્લ્ડ કપ માટે હાર્દિક જેવા ખેલાડીઓ સંપૂર્ણપણે ફ્રેશ હોવા જોઈએ.
દીપક હૂડ્ડા ઈજાના કારણે બહાર
દીપક હુડ્ડા હવે આ શ્રેણીમાં રમવાનો નથી કારણ કે તે ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. જોકે આ માહિતી ફક્ત ત્રીજી મેચ વિશે હતી, પરંતુ હવે ક્રિકબઝના અહેવાલ મુજબ, આ ઈજાને કારણે, તે દક્ષિણ આફ્રિકા સામે મેદાનમાં પણ ઉતરશે નહીં. મળી રહેલી માહિતી અનુસાર, પીઠની ઈજાને કારણે હુડ્ડા દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની T20I શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. જોકે, હુડ્ડા વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ છે. આવી સ્થિતિમાં તેની ઈજાએ ભારતનું ટેન્શન વધાર્યું છે.
મોહમ્મદ શમીનું બહાર થવું ટીમ ઈન્ડિયાની વધારશે ટેન્શન
દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આવતી કાલથી શરૂ થઇ રહેલી T20 શ્રેણી માટે હાર્દિક, હુડ્ડા ઉપરાંત મોહમ્મદ શમી પણ જોવા નહી મળે. હુડ્ડા ઈજાને કારણે ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી T20I શ્રેણીમાં ટીમની પસંદગી માટે ઉપલબ્ધ નહોતો જ્યારે શમી દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20I માટે તિરુવનંતપુરમ ગયો નથી. ઓસ્ટ્રેલિયા શ્રેણી પહેલા શમી કોરોના પોઝિટિવ થઈ ગયો હતો અને તે હજુ પણ તેની સંપૂર્ણ રીતે તેમાથી બહાર આવ્યો નથી. આવી સ્થિતિમાં શમીનું દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં રમવાનું નિશ્ચિત નથી. જો શમી સિરીઝની શરૂઆત સુધી ફિટ ન રહે તો તેના સ્થાને અન્ય ફાસ્ટ બોલર ઉમરાન મલિકને સામેલ કરવામાં આવી શકે છે.
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા સંકટમાં
નોંધપાત્ર વાત એ છે કે, T20 વર્લ્ડ કપ 16 ઓક્ટોબરથી શરૂ થશે જ્યારે ભારત તેની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમશે. મળી રહેલી માહિતી અનુસાર, 15 ઓક્ટોબર સુધી ટીમમાં ફેરબદલ થઈ શકે છે. જો હુડ્ડા ફિટ નથી તો શ્રેયસ અય્યરને 15 સભ્યોની ટીમમાં સામેલ કરી શકાય છે. વળી, મોહમ્મદ શમી પર સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે તે તૈયારીના સંદર્ભમાં બિલકુલ મેદાનમાં આવ્યો નથી.
દક્ષિણ આફ્રિકા T20I શ્રેણી માટે ભારતીય ટીમઃ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટ કીપર), દિનેશ કાર્તિક (વિકેટ કીપર), આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, દીપક ચહર, જસપ્રિત બુમરાહ, ઉમેશ યાદવ અને શ્રેયસ અય્યર (સંભવિત).
Advertisement