Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દુનિયાના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડના સ્ટેડિયમમાં દર્શકો પાણી-પાણી, Video

બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પાંચમી અને અંતિમ T20 મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. વારંવાર વરસાદના કારણે મેચને 19 ઓવરની કરવામાં આવી હતી. ત્યાર બાદ પણ વરસાદે વિઘ્ન કરતા આખરે મેચ 3.3 ઓવરની જ રમાઇ અને બાદમાં એમ્પાયરે આ મેચને રદ કરવાનો જ નિર્ણય લીધો હતો. આ મેચમાં વરસાદ વધુ જોર પકડ્યો હતો જેના કારણે આ મેચ રદ્દ કરવી પડી હતી. આખરે શ્રેણી 2-2થી ડà«
દુનિયાના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડના સ્ટેડિયમમાં દર્શકો પાણી પાણી  video
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પાંચમી અને અંતિમ T20 મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. વારંવાર વરસાદના કારણે મેચને 19 ઓવરની કરવામાં આવી હતી. ત્યાર બાદ પણ વરસાદે વિઘ્ન કરતા આખરે મેચ 3.3 ઓવરની જ રમાઇ અને બાદમાં એમ્પાયરે આ મેચને રદ કરવાનો જ નિર્ણય લીધો હતો. 
આ મેચમાં વરસાદ વધુ જોર પકડ્યો હતો જેના કારણે આ મેચ રદ્દ કરવી પડી હતી. આખરે શ્રેણી 2-2થી ડ્રો થઈ હતી. વરસાદ એટલો ભારે હતો કે, ચિન્નાસ્વામી સ્ટેડિયમની છત લીક થવા લાગી હતી. ભારે વરસાદમાં મેચ જોવા આવેલા દર્શકો ભીંજાઈ ગયા, જેથી તેઓ ગુસ્સે પણ થયા હતા. થોડા દિવસો પહેલા IPLના આગામી પાંચ વર્ષ માટેના મીડિયા અધિકારો 48,000 કરોડમાં વેચ્યા બાદ BCCIએ વિશ્વના સૌથી ધનાઢ્ય અને પ્રભાવશાળી ક્રિકેટ બોર્ડ તરીકે તેની ઓળખ વધુ મજબૂત કરી છે. પરંતુ ભારત અને દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી પાંચમી T20 મેચ દરમિયાન એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની છત પરથી પાણી ટપકવા લાગતાં બોર્ડની વ્યવસ્થાનો પર્દાફાશ થયો હતો. 
બેંગલુરુમાં સાંજે 7 વાગ્યા પથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે મેચ રજ કરવી પડી હતી અને આખરે સીરીઝ 2-2થી ડ્રો થઇ હતી. આ દરમિયાન સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોને ત્યારે અસુવિધાનો સામનો કરવો પડ્યો જ્યારે વરસાદને કારણે છત લીક થવા લાગી અને નીચે બેઠેલા ચાહકો ભીના થઈ ગયા. આ જોતા એક ટ્વિટર યુઝરે ચિન્નાસ્વામી સ્ટેડિયમની લીક થતી છતનો વિડીયો પોસ્ટ કર્યો અને BCCIની નબળી વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા હતા. યુઝરે લખ્યું, “સ્ટેડિયમની અંદરની સ્થિતિ તેનાથી પણ વધુ નિરાશાજનક હતી! વિશ્વના સૌથી ધનિક બોર્ડ અને તેમના ચાહકો આ પ્રકારની સ્થિતિનો સામનો કરી રહ્યા છે! @BCCI @kscaofficial1 ક્યારે રમતના કદને અનુરૂપ ચાહકોના અનુભવમાં સુધારો કરશે??" 
આ વિડીયોને રીટ્વીટ કરતા પૂર્વ ક્રિકેટર અને ક્રિકેટ કોમેન્ટેટર આકાશ ચોપરાએ કહ્યું કે, ભારતીય ક્રિકેટે કવર થઇ શકે તેવી છતવાળા સ્ટેડિયમમાં રોકાણ કરવું જોઈએ. પ્રસારણમાંથી મળેલા પૈસાથી હવામાનને આ સમીકરણમાંથી બહાર કાઢવું ​​જરૂરી છે. અને જેટલું તમે કરી શકો.
Advertisement
Tags :
Advertisement

.