સ્મૃતિ મંધાનાની તોફાની ઈનિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 8 વિકેટે હરાવ્યું
ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG) ની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમાઈ રહી છે. જેની બીજી મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 11 વાગ્યે રમાઈ હતી. જેમા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડને આઠ વિકેટે હરાવીને શ્રેણીમાં જોરદાર વાપસી કરી છે. ટીમ ઈન્ડિયાએ સ્મૃતિ મંધાનાની તોફાની ઈનિંગ અને સ્નેહ રાણાની શાનદાર બોલિંગના આધારે ઈંગ્લેન્ડ સામે એકતરફી જીત મેળવી અને ત્રણ મેચની શà
Advertisement
ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG) ની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમાઈ રહી છે. જેની બીજી મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 11 વાગ્યે રમાઈ હતી. જેમા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડને આઠ વિકેટે હરાવીને શ્રેણીમાં જોરદાર વાપસી કરી છે. ટીમ ઈન્ડિયાએ સ્મૃતિ મંધાનાની તોફાની ઈનિંગ અને સ્નેહ રાણાની શાનદાર બોલિંગના આધારે ઈંગ્લેન્ડ સામે એકતરફી જીત મેળવી અને ત્રણ મેચની શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે. ભારતીય ટીમે ઈંગ્લેન્ડનો 143 રનનો ટાર્ગેટ 16.4 ઓવરમાં મેળવી લીધો હતો.
સ્મૃતિ મંધાનાના અણનમ 79 રનની મદદથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બીજી T20Iમા ઈંગ્લેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. ડર્બી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ સામે 143 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મંધાના અને કેપ્ટન હરમનપ્રીત કૌરની ઈનિંગના કારણે ટીમ ઈન્ડિયાએ બે વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધું હતું. મંધાનાને તેની ઇનિંગ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. મંધાના સિવાય હરમનપ્રીતે પણ 22 બોલમાં અણનમ 29 રનની ઇનિંગ રમી હતી.
આ મેચમાં ઈંગ્લેન્ડની કેપ્ટન એમી જોન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે તેમનો નિર્ણય સાચો સાબિત થયો ન હતો. બીજી ઓવરમાં ઈંગ્લેન્ડની ઓપનર સોફિયા ડંકલી 5 રન બનાવીને દીપ્તિ શર્માના બોલ પર પેવેલિયન પરત ફરી હતી. આ પછી ફાસ્ટ બોલર રેણુકા સિંહે ત્રીજી ઓવરમાં 6 રનના અંગત સ્કોર પર ડેની વોટને આઉટ કરી હતી. ઈંગ્લેન્ડને ત્રીજો ફટકો એલિસ કેપ્સીના રૂપમાં લાગ્યો હતો. તે 4 રન બનાવીને રનઆઉટ થઇ હતી. એક સમયે ઈંગ્લેન્ડની ટીમની ત્રણ વિકેટ માત્ર 16 રનમાં પડી ગઈ હતી. બ્રાયોની સ્મિથે 16 અને કેપ્ટન જોન્સે 17 રન બનાવીને ટીમને સપોર્ટ કર્યો હતો. ઈંગ્લેન્ડની અડધી ટીમ 54 રનમાં પેવેલિયન પરત ફરી હતી.
Advertisement
એવું લાગી રહ્યું હતું કે, ભારતીય બોલરો ઇંગ્લેન્ડની ઇનિંગ્સને 100 રનમાં સમેટી દેશે. જોકે, ફ્રેયા કેમ્પ અને માયા બાઉચિયરે છઠ્ઠી વિકેટ માટે 65 રનની ભાગીદારી નોંધાવી હતી. બાઉચિયરે 26 બોલમાં ચાર ચોક્કાની મદદથી 34 રન બનાવ્યા હતા. વળી, ફ્રેયાએ 37 બોલમાં ત્રણ ચોક્કા અને ત્રણ છક્કાની મદદથી અણનમ 51 રનની ઇનિંગ રમી હતી. ફ્રેયા અને સોફી એક્લેસ્ટોન વચ્ચે 7મી વિકેટ માટે 23 રનની ભાગીદારી થઈ હતી, જેમાં સોફી 7 રન બનાવીને અણનમ રહી હતી.
ઇંગ્લેન્ડની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 142 રન બનાવી શકી હતી. ભારત તરફથી સ્નેહ રાણાએ 24 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. રેણુકા સિંહ અને દીપ્તિ શર્માને એક-એક વિકેટ મળી હતી. ગત મેચમાંથી બોધપાઠ લેતા ભારતીય ટીમે આ મેચમાં શાનદાર શરૂઆત કરી હતી. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની જોડીએ પ્રથમ વિકેટ માટે 55 રન જોડ્યા હતા. શેફાલી 17 બોલમાં ચાર ચોક્કાની મદદથી 20 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.
Advertisement