સૂર્યકુમારની બેટિંગ જોઇ ભૂતપૂર્વ ક્રિકેટરે કહ્યું, આ છે આપણો મિસ્ટર 360 ડિગ્રી
ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ત્રીજી મેચમાં ક્લીન સ્વીપના ઈરાદા સાથે ઉતરેલી ટીમ ઈન્ડિયા ભલે પોતાનું મિશન ચૂકી ગઈ. પરંતુ, તે આ સીરીઝ પોતાના નામે કરવામાં સફળ રહી હતી. જોકે, ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. ભારત તરફથી બેટિંગ કરવા ઉતરેલા સૂર્યકુમાર યાદવે તોફાની સદી ફટકારી હતી. આ મેચમાં સૂર્યકુમાર એક અલગ જ અંદાજમાં જોવા મળ્યો હતો. તેની આ તોફાની બેટિંગ જોઇને ભૂà
Advertisement
ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ત્રીજી મેચમાં ક્લીન સ્વીપના ઈરાદા સાથે ઉતરેલી ટીમ ઈન્ડિયા ભલે પોતાનું મિશન ચૂકી ગઈ. પરંતુ, તે આ સીરીઝ પોતાના નામે કરવામાં સફળ રહી હતી. જોકે, ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. ભારત તરફથી બેટિંગ કરવા ઉતરેલા સૂર્યકુમાર યાદવે તોફાની સદી ફટકારી હતી. આ મેચમાં સૂર્યકુમાર એક અલગ જ અંદાજમાં જોવા મળ્યો હતો. તેની આ તોફાની બેટિંગ જોઇને ભૂતપૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ મોટી પ્રતિક્રિયા આપી છે.
ભારતે ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં ધમાકેદાર જીત મેળવી લીધી છે. જોકે, રવિવારે રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતનો 17 રને પરાજય થયો હતો. જોકે, આ મેચમાં ટીમ ઈન્ડિયાને ભલે હારનો સામનો કરવો પડ્યો હોય પરંતુ આ મેચ જીતવામાં ઈંગ્લેન્ડની ટીમને ખૂબ મહેનત કરવી પડી હતી. જેનું મૂળ કારણ આ મેચમાં સૂર્યકુમાર યાદવની શાનદાર તોફાની ઇનિંગ્સ હતી, પરંતુ તે માત્ર એક રનથી મોટો રેકોર્ડ બનાવવાથી ચૂકી ગયો હતો. જો તેણે મેચમાં વધુ એક રન બનાવ્યો હોત તો ભારતીય કેપ્ટન રોહિત શર્માનો રેકોર્ડ તોડી શક્યો હોત.
સૂર્યકુમાર કયો રેકોર્ડ ચૂકી ગયો?
સૂર્યકુમાર યાદવે મુશ્કેલ સમયમાં ઈંગ્લેન્ડની ટીમ પર વળતો હુમલો કર્યો અને ત્રીજી T20 મેચમાં 55 બોલમાં 117 રનની શાનદાર સદી ફટકારી. જેમાં તેણે 14 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. તેની ઈનિંગ્સ જોઈને એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા આ મેચ પોતાના નામે કરી શકે છે. ભારત તરફથી T20 ક્રિકેટમાં સૌથી વધુ રનનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. તેણે શ્રીલંકા સામે 43 બોલમાં 118 રન બનાવ્યા હતા.
ભારતની ઇનિંગ સંભાળી
ત્રીજી T20 મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 216 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતના ટોપ-3 બેટ્સમેનો ઝડપથી પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી સૂર્યકુમાર યાદવે રન બનાવવાની જવાબદારી પોતાના ખભા પર લીધી અને મેદાનમાં ઊભો રહ્યો. તેની બેટિંગ જોઈને ભૂતપૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કૂ એપ પર વખાણ કર્યા છે. આકાશ ચોપરા લખે છે કે, જે રીતે સૂર્યકુમાર યાદવે ઈનિંગને વેગ આપ્યો, તેનાથી લાગે છે કે સૂર્યને રમતની ઘણી સમજ હતી અને તે જાણતો હતો કે બૉલર તેના પર કેવી રીતે અટેક કરશે. તેની આ ઈનિંગ જોઈને મને તો તે આપણો મિસ્ટર 360 ડિગ્રી લાગ્યો.
આ પહેલા પણ મેચની સમીક્ષા કરતી વખતે ચોપરાએ યાદવની ખુલ્લા દિલે પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'સૂર્યકુમાર યાદવે સદી ફટકારી. T20માં સદી ફટકારવી એ માઉન્ટ એવરેસ્ટ પર ચઢવા જેવું છે. તેનાથી ભારતને ફાયદો ન થયો, ભારત મેચ ન જીત્યું, પરંતુ મારી નજરમાં તમે કોઈપણ આંતરરાષ્ટ્રીય મેચમાં રન બનાવો કે વિકેટ લો, તો તે ક્યારેય નકામું નથી જતું.’
ક્રિકેટરમાંથી કોમેન્ટેટર બનેલા ચોપડાએ કહ્યું કે, ઈજામાંથી પાછા ફર્યા બાદ તેણે ફરી એકવાર પોતાની યોગ્યતા સાબિત કરી છે. ચોપરાએ કહ્યું, 'સૂર્યકુમાર કેટલીક ઇજાઓમાંથી સાજા થયા બાદ વાપસી કરી રહ્યો છે. તેને અહીં રમવાનો મોકો મળ્યો. છેલ્લી બે-ત્રણ મેચો એટલી સારી નહોતી. પરંતુ અહીં તેણે ફરી એકવાર તેની ક્ષમતા અને ઉપયોગિતા સાબિત કરી હતી.
યાદવ દક્ષિણ આફ્રિકા સામેની હોમ સીરીઝમાં રમ્યો ન હતો. IPL 2022 દરમિયાન થયેલી ઈજાએ તેને શ્રેણીથી દૂર રાખ્યો હતો. આયર્લેન્ડ સામેની T20 શ્રેણીમાં તે સારા ફોર્મમાં નહોતો. વળી, ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે T20 મેચમાં તેનું પ્રદર્શન બહુ સારું રહ્યું ન હોતું. જોકે, રવિવારે તેણે ધમાકેદાર સદી ફટકારી હતી.
આ પણ વાંચો - ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન જોની બેયરસ્ટોને જૂન 2022ના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો મળ્યો એવોર્ડ
Advertisement