Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સચિન તેંડુલકરની ટીમે એકવાર ફરી નામે કર્યું ટાઈટલ, ચેમ્પિયન બની ઈન્ડિયા લેજેન્ડ્સ

ઈન્ડિયા લેજેન્ડ્સ (India Legends)ની ટીમે સતત બીજી વખત રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ (Road Safety World Series)નો ખિતાબ જીત્યો છે. શનિવારે સચિન તેંડુલકર (Sachin Tendulkar)ની આગેવાની હેઠળ રમાયેલી ટાઈટલ મેચમાં ઈન્ડિયા લેજેન્ડ્સે શ્રીલંકા લિજેન્ડ્સ (India Legends vs SriLanka Legends)ને 33 રને હરાવ્યું હતું. રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઈન્ડિયા લેજેન્ડ્સની ટીમે નમન ઓઝાની સદીની ઈનિંગની મદદથી 195 રન બનાવ્
સચિન તેંડુલકરની ટીમે એકવાર ફરી નામે કર્યું ટાઈટલ  ચેમ્પિયન બની ઈન્ડિયા લેજેન્ડ્સ
ઈન્ડિયા લેજેન્ડ્સ (India Legends)ની ટીમે સતત બીજી વખત રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ (Road Safety World Series)નો ખિતાબ જીત્યો છે. શનિવારે સચિન તેંડુલકર (Sachin Tendulkar)ની આગેવાની હેઠળ રમાયેલી ટાઈટલ મેચમાં ઈન્ડિયા લેજેન્ડ્સે શ્રીલંકા લિજેન્ડ્સ (India Legends vs SriLanka Legends)ને 33 રને હરાવ્યું હતું. રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઈન્ડિયા લેજેન્ડ્સની ટીમે નમન ઓઝાની સદીની ઈનિંગની મદદથી 195 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા લેજેન્ડ્સની ટીમ 18.5 ઓવરમાં 162 રનમાં સમેટાઈ ગઈ હતી.
Advertisement

સચિનનો આશ્ચર્યજનક નિર્ણય
રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ (Road Safety World Series)ની ફાઇનલ મેચ ઇન્ડિયા લેજેન્ડ્સ અને શ્રીલંકા લેજેન્ડ્સ (India Legends vs SriLanka Legends) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં સચિન તેંડુલકરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેણે બધાને ચોંકાવી દીધા હતા. વાસ્તવમાં તેમણે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો જે ઝાકળ હોવા છતાં થોડો આશ્ચર્યજનક નિર્ણય હતો. ઈન્ડિયા લેજેન્ડ્સે 196 રનનો ટાર્ગેટ આપ્યો, જવાબમાં શ્રીલંકા 162 રનમાં સમેટાઈ ગઈ. ઈન્ડિયા લેજેન્ડ્સ ફાઈનલ 33 રને જીતીને ચેમ્પિયન બની હતી.

ભારતીય ઇનિંગ્સમાં નમન ઓઝાએ 108 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી, તેના સિવાય વિનય કુમારે 36 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. ઈન્ડિયા લેજેન્ડ્સે 195 રન બનાવ્યા અને શ્રીલંકા લેજેન્ડ્સને જીતવા માટે 196 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો. ઝાકળ છતા ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. વિનય કુમારે 3 અને અભિમન્યુ મિથુને 2 વિકેટ ઝડપી હતી.  
સચિન-રૈના સસ્તામાં આઉટ
આ પહેલા ઈન્ડિયા લેજેન્ડ્સના કેપ્ટન સચિન તેંડુલકરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, તેમનો નિર્ણય ટીમ માટે શરૂઆતમાં યોગ્ય સાબિત થયો ન હતો અને તે પહેલી જ ઓવરમાં ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા. સુરેશ રૈના પણ કંઈ અદ્ભુત કરી શક્યો ન હતો અને ચાર બોલમાં બે રન બનાવ્યા બાદ ત્રીજી ઓવરમાં આઉટ થયો હતો. ઈન્ડિયા લેજેન્ડ્સની ટીમ સતત બે વિકેટ ગુમાવ્યા બાદ મુશ્કેલીમાં જોવા મળી હતી પરંતુ સેમિફાઈનલમાં 90 રન બનાવનાર નમન ઓઝાએ અહીં પણ પોતાનું ફોર્મ ચાલુ રાખ્યું હતું અને પોતાની સદી પૂરી કરી હતી.
Advertisement

ભારત લેજેન્ડ્સ ફરી બની ચેમ્પિયન
શનિવારે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ 2022ની ફાઇનલમાં ઇન્ડિયા લેજેન્ડ્સે શ્રીલંકા લેજેન્ડ્સને 33 રનથી હરાવ્યું હતું. 196 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 18.5 ઓવરમાં 162 રનમાં સમેટાઈ ગઈ હતી જેમાં વિનય કુમારે ત્રણ વિકેટ ઝડપી હતી. શરૂઆતમાં ભારતીય કેપ્ટન સચિન તેંડુલકરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. નમન ઓઝાની 71 બોલમાં 108 રનની અણનમ ઈનિંગની મદદથી ભારતે 20 ઓવરમાં છ વિકેટે 195 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 15 ચોક્કા અને બે છક્કા પણ સામેલ હતા. દરમિયાન શ્રીલંકા માટે નુવાન કુલશેકરા સારા ફોર્મમાં હતો અને તેણે ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી. સારા પ્રદર્શનના કારણે ઈન્ડિયા લેજેન્ડ્સ ફરી એકવાર ચેમ્પિયન બની છે.
પ્લેયર ઓફ ધ મેચ
સચિન તેંડુલકર (0) અને સુરેશ રૈના (4) વહેલા પેવેલિયન પરત ફર્યા ત્યારે નમન ઓઝા દબાણમાં હતો. ઓઝાએ પહેલા સાવધાનીપૂર્વક બેટિંગ કરી અને પછી ઝડપી અંદાજમાં ઈનિંગ આગળ ધપાવી. ઓઝાએ 71 બોલમાં અણનમ 108 રન બનાવ્યા, જે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝનો વ્યક્તિગત સર્વોચ્ચ સ્કોર હતો. તેણે 2 બેટ્સમેનોને સ્ટમ્પિંગથી પેવેલિયન મોકલવામાં યોગદાન આપ્યું હતું. તેને ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
Tags :
Advertisement

.