Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સચિન તેંડુલકરે મેદાનમાં કર્યો ચોક્કા-છક્કાનો વરસાદ, ઈન્ડિયા લિજેન્ડ્સે આસાનીથી મેળવી જીત

ગુરુવારે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ 2022 (RSWS 2022) માં ઈન્ડિયા લિજેન્ડ્સ અને ઇંગ્લેન્ડ લિજેન્ડ્સ (IND-L vs ENG-L)ની ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. જોકે, વરસાદના કારણે આ મેચ મોડી શરૂ થઈ હતી. જેના કારણે મેચની 20 ઓવરમાંથી 5 ઓવરને 15 ઓવરની કરવામાં આવી. જોકે, મેચ ભલે મોડી શરૂ થઈ હોય, પરંતુ આ મેચમાં ઈન્ડિયા લિજેન્ડ્સ (India Legends) એ પ્રથમ બેટિંગ કરીને શાનદાર શરૂઆત કરી. વળી, આ મેચમાં ફરી એકવાર સચિન તેંડુલકરે તેના ચાહકોને ખુશ કરà
સચિન તેંડુલકરે મેદાનમાં કર્યો ચોક્કા છક્કાનો વરસાદ  ઈન્ડિયા લિજેન્ડ્સે આસાનીથી મેળવી જીત
ગુરુવારે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ 2022 (RSWS 2022) માં ઈન્ડિયા લિજેન્ડ્સ અને ઇંગ્લેન્ડ લિજેન્ડ્સ (IND-L vs ENG-L)ની ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. જોકે, વરસાદના કારણે આ મેચ મોડી શરૂ થઈ હતી. જેના કારણે મેચની 20 ઓવરમાંથી 5 ઓવરને 15 ઓવરની કરવામાં આવી. જોકે, મેચ ભલે મોડી શરૂ થઈ હોય, પરંતુ આ મેચમાં ઈન્ડિયા લિજેન્ડ્સ (India Legends) એ પ્રથમ બેટિંગ કરીને શાનદાર શરૂઆત કરી. વળી, આ મેચમાં ફરી એકવાર સચિન તેંડુલકરે તેના ચાહકોને ખુશ કર્યા હતા.
ઇન્ડિયા લિજેન્ડ્સે 5 વિકેટે 170 રનનો વિશાળ સ્કોર બનાવ્યો
રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ (Road Safety World Series)માં, ઈન્ડિયા લિજેન્ડ્સ (IND Legends) એ ગુરુવારે ઈંગ્લેન્ડ લિજેન્ડ્સ (ENG Legends) સામે 40 રનથી શાનદાર જીત નોંધાવી હતી. દેહરાદૂનમાં રમાયેલી આ મેચ વરસાદને કારણે 15 ઓવરની કરવામાં આવી હતી. પ્રથમ બેટિંગ કરતા ઇન્ડિયા લિજેન્ડ્સે 5 વિકેટે 170 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ઇંગ્લેન્ડ લિજેન્ડ્સની ટીમ 15 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 130 રન જ બનાવી શકી હતી. જણાવી દઈએ કે આ ટૂર્નામેન્ટમાં ભારતની આ બીજી જીત છે.
ઈન્ડિયા લિજેન્ડ્સે મેળવી આશાન જીત
Advertisement

ઈન્ડિયા લિજેન્ડ્સે સચિન તેંડુલકરની તોફાની ઈનિંગની મદદથી પ્રથમ બેટિંગ કરતા 170 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જ્યારે લક્ષ્યનો પીછો કરતા ઈંગ્લેન્ડ લિજન્ડ્સની શરૂઆત ખાસ રહી ન હતી. એક છેડે, જ્યાં ફિલ મસ્ટર્ડ સાવધાનીથી રમી રહ્યો હતો, ત્યાં બીજા છેડે વિકેટો પડતી રહી. જેના કારણે ઈંગ્લેન્ડની ટીમ 15 ઓવરમાં 130 રન જ બનાવી શકી હતી. ઈંગ્લેન્ડ લિજેન્ડ્સ તરફથી ફિલ મસ્ટર્ડે 19 બોલમાં 29 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 ફોર અને 1 સિક્સ પણ ફટકારી હતી. આ સિવાય ટિમ એમ્બ્રોસે 16 રન અને ક્રિસ સ્કફિલ્ડે 19 રનનું યોગદાન આપ્યું હતું. વળી, ભારત તરફથી રાજેશ પવારે 3 ઓવરમાં 12 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ રીતે સચિન તેંડુલકરની ઈન્ડિયા લિજેન્ડ્સે 40 રનથી મેચ જીતી લીધી હતી.
મેદાનમાં સચિનનું જોવા મળ્યું તોફાન

આ પહેલા પ્રથમ બેટિંગ કરતા ઈન્ડિયા લિજેન્ડ્સે 15 ઓવરમાં 170 રન બનાવ્યા હતા. આ દરમિયાન સચિન તેંડુલકરે 20 બોલમાં 3 ચોક્કા અને 3 છક્કાની મદદથી 40 રન બનાવ્યા હતા. બીજી તરફ નમન ઓઝાએ 17 બોલમાં 20 રન જ્યારે યુવરાજ સિંહે 15 બોલમાં અણનમ 31 રન બનાવ્યા હતા. યુવરાજે આ ઇનિંગમાં 3 સિક્સ અને 1 ફોર ફટકારી હતી. સ્ટુઅર્ટ બિન્નીએ પણ 11 બોલમાં 18 રન બનાવ્યા હતા. બિન્નીએ બે ચોક્કા અને એક છક્કા ફટકાર્યા હતા. યુસુફ પઠાણે 11 બોલમાં 27 રન બનાવ્યા હતા. તેણે 3 સિક્સ અને 1 ફોર ફટકારી હતી. જ્યારે ઈરફાને અણનમ 11 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ લિજેન્ડ્સ તરફથી સ્ટીફન પેરીએ 3 અને ક્રિસ સ્કોફિલ્ડે એક વિકેટ લીધી હતી.
મેદાનમાં દર્શકોએ 20 વર્ષ પહેલાના સચિનને જોયો

Tags :
Advertisement

.