Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પીવી સિંધુએ જાપાનની સાઇના કાવાકામીને હરાવી ફાઇનલમાં કર્યો પ્રવેશ

ભારતની બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ સિંગાપોર ઓપન સુપર 500 બેડમિન્ટન સિરીઝની મહિલા સિંગલ ઇવેન્ટમાં ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પીવી સિંધુએ જાપાનની સાઇના કાવાકામીને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ પહેલા પીવી સિંધુએ ચીનની હાન યુઈને હરાવી સિંગાપોર ઓપન સુપર 500 ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે સાઈના નેહવાલ અને એચએસ પ્રણય તેમની મેચ હારી ગયા હતા. રà
પીવી સિંધુએ જાપાનની સાઇના કાવાકામીને હરાવી ફાઇનલમાં કર્યો પ્રવેશ
ભારતની બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ સિંગાપોર ઓપન સુપર 500 બેડમિન્ટન સિરીઝની મહિલા સિંગલ ઇવેન્ટમાં ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પીવી સિંધુએ જાપાનની સાઇના કાવાકામીને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 
આ પહેલા પીવી સિંધુએ ચીનની હાન યુઈને હરાવી સિંગાપોર ઓપન સુપર 500 ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે સાઈના નેહવાલ અને એચએસ પ્રણય તેમની મેચ હારી ગયા હતા. રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા સિંધુએ 32 મિનિટ સુધી ચાલેલી મેચમાં જાપાનીઝ ખેલાડીને વાપસીની કોઈ તક આપી ન હતી. પ્રથમ મિનિટથી જ સિંધુએ મેચ પર ચુસ્ત પકડ જમાવી હતી અને કાવાકામીને 21-15, 21-7ના મોટા માર્જિનથી હરાવી હતી.
Advertisement

વર્લ્ડની 38 નંબરની કાવાકામીએ પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સિંધુ સામેની આ એકતરફી મેચમાં ઘણી ભૂલો કરી હતી. સિંધુએ આ મેચમાં શરૂઆતથી જ જબરદસ્ત સ્મેશ કરવાની શરૂઆત કરી હતી. જોકે, સિંધુએ પ્રથમ ગેમ દરમિયાન કેટલાક પ્રસંગોએ પોઈન્ટ મેળવવા માટે સંઘર્ષ કર્યો હતો, પરંતુ વિડીયો રેફરલ્સમાંથી બે પોઈન્ટ અને જાપાની શટલરની ભૂલોને કારણે તેણીને પ્રથમ ગેમ 21-15થી ગુમાવવી પડી હતી. કાવાકામીએ બીજી ગેમમાં પણ સંઘર્ષ કરવાનું ચાલુ રાખ્યું હતું. 
કાવાકામી ઘણા પ્રસંગોએ શટલને અંકુશમાં રાખવામાં નિષ્ફળ રહી, તે શરૂઆતમાં 0-5થી પાછળ રહી. હૈદરાબાદી શટલર બીજી ગેમમાં બ્રેક સમયે 11-4થી આગળ હતી અને બ્રેક બાદ તેણે લીડને 17-5 સુધી વધારી દીધી હતી. મેચના અંતિમ રાઉન્ડમાં, કાવાકામીને સિંધુના ફોરહેન્ડથી ખૂબ જ નુકસાન થયું હતું કારણ કે ભારતીય ખેલાડીએ ટૂંક સમયમાં 19-6ની લીડ મેળવી લીધી હતી અને જોત જોતામાં બીજી ગેમ 21-7થી જીતીને મેચ પોતાના નામે કરી હતી.
Tags :
Advertisement

.