વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનને લાગ્યો મોટો ઝટકો, આ ખેલાડી થયો હોસ્પિટલમાં દાખલ
ઈંગ્લેન્ડ (England) ની ક્રિકેટ ટીમ 20 સપ્ટેમ્બરથી પાકિસ્તાન (Pakistan) વિરુદ્ધ T20 સિરીઝ રમી રહી છે. જેની આજે પાંચમી મેચ રમાવાની છે. જે પહેલા પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન ટીમના ઝડપી બોલર નસીમ શાહ (Naseem Shah) ને તબિયત ખરાબ હોવાના કારણે હોસ્પિટલ (Hospital) માં દાખલ કરવામાં આવ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, નસીમને ખૂબ જ તાવ આવ્યો છે જે કારણે તેને લાહોર (Lahor) ની એક ખાનગી હોà
Advertisement
ઈંગ્લેન્ડ (England) ની ક્રિકેટ ટીમ 20 સપ્ટેમ્બરથી પાકિસ્તાન (Pakistan) વિરુદ્ધ T20 સિરીઝ રમી રહી છે. જેની આજે પાંચમી મેચ રમાવાની છે. જે પહેલા પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન ટીમના ઝડપી બોલર નસીમ શાહ (Naseem Shah) ને તબિયત ખરાબ હોવાના કારણે હોસ્પિટલ (Hospital) માં દાખલ કરવામાં આવ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, નસીમને ખૂબ જ તાવ આવ્યો છે જે કારણે તેને લાહોર (Lahor) ની એક ખાનગી હોસ્પિટલ (Private Hospital) મા દાખલ કરવામાં આવ્યા છે.
નસીમ શાહનો કરાયો ડેન્ગ્યુનો ટેસ્ટ
પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ (Pakistan vs England) વચ્ચે સાત મેચની T20 સિરીઝની 5મી મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ (Gaddafi Stadium) મા રમાવાની છે. આ મેચ પહેલા પાકિસ્તાન ટીમને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાન ટીમના ફાસ્ટ બોલર નસીમ શાહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેના કારણે પાકિસ્તાન ટીમની મુશ્કેલીઓ વધી શકે છે. વળી, પાકિસ્તાનના મીડિયા અનુસાર, નસીમ શાહને ખૂબ તાવ હોવાનું કહેવામાં આવ્યું છે અને તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેમનો ડેન્ગ્યુ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે અને પરિણામ પણ થોડા સમયમાં આવી જશે. આવી સ્થિતિમાં હવે તેના માટે ઈંગ્લેન્ડ સામેની 5મી T20મા રમવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે.
પાકિસ્તાનને લાગ્યા બે મોટા ઝટકા
નસીમ પહેલા ડાબોડી ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી ઈજાના કારણે ટીમની બહાર હતો. જો નસીમ ટીમમાંથી બહાર થઈ જાય છે તો ઈંગ્લેન્ડ માટે તે સુવર્ણ તક સાબિત થશે જ્યારે પાકિસ્તાનની ટીમ માટે મેચ બચાવવી મુશ્કેલ બનશે. ઉલ્લેખનીય છે કે, શાહીન આફ્રિદીના રૂપમાં પાકિસ્તાનને પહેલા જ ઝટકો લાગ્યો છે, આવી સ્થિતિમાં નસીમ શાહના ટીમમાંથી બહાર થયા બાદ ટીમની મુસીબતો ઘટવાને બદલે વધી રહી છે.
જો સ્વસ્થ થશે તો પણ મેદાનમાં ઉતરવું સરળ નહીં રહે
ઈંગ્લેન્ડ સામેની 5મી T20મા તેની રમવાની શક્યતા ઓછી છે. વધુ તાવનો સામનો કરવો એટલો આસાન નહીં હોય અને જો તેઓ સ્વસ્થ હશે તો પણ ઝડપી બોલર માટે મેદાનમાં ઉતરવું સરળ નથી. નસીમ શાહ પાકિસ્તાન ટીમના મુખ્ય બોલર છે. તેણે અત્યાર સુધી પોતાની ટીમ માટે સારું પ્રદર્શન કર્યું છે. જણાવી દઈએ કે, પાકિસ્તાન પોતાના ઘરે ઈંગ્લેન્ડ સાથે 7 T20 મેચોની સિરીઝ રમી રહ્યું છે. અત્યાર સુધી રમાયેલી 4 મેચોમાં પાકિસ્તાને બે મેચ જીતી છે જ્યારે ઈંગ્લેન્ડે બે મેચ જીતી છે. સિરીઝ 2-2 થી બરાબર છે.