Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હવે ભારતીય પુરુષ અને મહિલા ક્રિકેટરો વચ્ચે નહીં હોય કોઇ ભેદભાવ, BCCIએ કરી મોટી જાહેરાત

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે એક મોટી જાહેરાત કરી છે. ગુરુવારે જાહેરાત કરતા જય શાહે કહ્યું કે, હવે ભારતીય પુરૂષ અને મહિલા ક્રિકેટરો સમાન હશે. નોંધપાત્ર રીતે, મહિલા ક્રિકેટરોને હવે ટેસ્ટ, વનડે (INR 6 લાખ) અને T20I (INR 3 લાખ)માં 15 લાખ રૂપિયા આપવામાં આવશે. જણાવી દઈએ કે, પહેલા ભારતીય મહિલાઓને પુરૂષો કરતા ઓછી મેચ ફી મળતી હતી.ભેદભાવ દૂર કરવાની દિશામાં આ પહેલું પગલુંBBCIએ ભારતીય મહિલàª
હવે ભારતીય પુરુષ અને મહિલા ક્રિકેટરો વચ્ચે નહીં હોય કોઇ ભેદભાવ  bcciએ કરી મોટી જાહેરાત
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે એક મોટી જાહેરાત કરી છે. ગુરુવારે જાહેરાત કરતા જય શાહે કહ્યું કે, હવે ભારતીય પુરૂષ અને મહિલા ક્રિકેટરો સમાન હશે. નોંધપાત્ર રીતે, મહિલા ક્રિકેટરોને હવે ટેસ્ટ, વનડે (INR 6 લાખ) અને T20I (INR 3 લાખ)માં 15 લાખ રૂપિયા આપવામાં આવશે. જણાવી દઈએ કે, પહેલા ભારતીય મહિલાઓને પુરૂષો કરતા ઓછી મેચ ફી મળતી હતી.
ભેદભાવ દૂર કરવાની દિશામાં આ પહેલું પગલું
BBCIએ ભારતીય મહિલા ખેલાડીઓને લઈને એક મોટો નિર્ણય લીધો છે. BCCIએ પુરૂષ ક્રિકેટ ટીમ અને મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓની મેચ ફી સમાન કરવાની જાહેરાત કરી છે. BCCIના સચિવ જય શાહે ટ્વીટ કરીને આની જાહેરાત કરી હતી. જય શાહે ટ્વીટ કરીને લખ્યું કે, મને જણાવતા આનંદ થાય છે કે ભેદભાવનો સામનો કરવા માટે @BCCIના પ્રથમ પગલાની જાહેરાત કરતા મને આનંદ થાય છે. અમે અમારા કોન્ટ્રાક્ટેડ @BCCIWomen ક્રિકેટરો માટે પે ઇક્વિટી નીતિનો અમલ કરી રહ્યા છીએ. અમે ક્રિકેટમાં લિંગ સમાનતાના નવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે પુરુષ અને મહિલા ક્રિકેટર બંને માટે મેચ ફી સમાન હશે.
Advertisement

ટેસ્ટ મેચ માટે રૂ.15 લાખ, T20 મેચ માટે રૂ.3 લાખ
BCCI મહિલા ક્રિકેટરોને તેમના પુરૂષ ક્રિકેટરો જેટલી જ મેચ ફી ચૂકવવામાં આવશે. જણાવી દઈએ કે હવે મહિલા ક્રિકેટરને ટેસ્ટ મેચમાં 15 લાખ રૂપિયા, ODI મેચ માટે 6 લાખ રૂપિયા અને T20I મેચ માટે 3 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે.
ટેસ્ટ - 15 લાખ
ODI - 6 લાખ
T20I - 3 લાખ
આ દેશ આપે છે સમાન વેતન
નોંધનીય છે કે, અગાઉ સિનિયર મહિલા ક્રિકેટરોને પ્રતિ દિવસની મેચ ફી 20 હજાર રૂપિયા મળતી હતી. જે અંડર-19 પુરૂષ ક્રિકેટરોની બરાબરી પર હતી. વરિષ્ઠ પુરૂષ ક્રિકેટરોને 60 હજાર રૂપિયા પ્રતિ દિવસની મેચ ફી મળતી હતી. પુરૂષો અને મહિલાઓના મેચ ફીમાં ઘણો તફાવત હતો. પરંતુ BCCIની જાહેરાત બાદ હવે આ ભેદભાવ દૂર થશે. 2022 પહેલા મહિલા ક્રિકેટરોને મળતી મેચ ફીની વાત કરીએ તો તે માત્ર 12,500 રૂપિયા હતી. સૌથી પહેલા ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે મહિલા અને પુરૂષ ક્રિકેટરોને સમાન વેતન આપવાનું શરૂ કર્યું.
મહિલા ક્રિકેટરોની કોન્ટ્રાક્ટ શ્રેણી
પુરૂષ ક્રિકેટરો માટે કુલ ચાર કેટેગરી છે, જ્યારે કોન્ટ્રાક્ટમાં આવતા મહિલા ખેલાડીઓને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવેલ છે. A કેટેગરીના ખેલાડીઓને વાર્ષિક પચાસ લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે, જ્યારે B શ્રેણીના ખેલાડીઓને 30 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે, જ્યારે C કેટેગરીના કોન્ટ્રાક્ટમાં આવતા ખેલાડીઓને દર વર્ષે દસ લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે.
વાર્ષિક કરાર અંગે સ્થિતિ સ્પષ્ટ નથી
મહત્વનું છે કે, પુરૂષ ક્રિકેટરોની જેમ BCCI મહિલા ક્રિકેટરો સાથે પણ વાર્ષિક કરાર કરે છે, પરંતુ બંનેની મેચ ફી સિવાય કોન્ટ્રાક્ટની રકમમાં જમીન આસમાનનો તફાવત છે. ભારતીય પુરૂષ ક્રિકેટ "A+" શ્રેણી હેઠળ વાર્ષિક સાત કરોડ, "A" શ્રેણી હેઠળ દર વર્ષે પાંચ કરોડ અને ગ્રેડ "B" હેઠળ ત્રણ કરોડ અને ગ્રેડ C હેઠળ દર વર્ષે એક કરોડ રૂપિયા કમાય છે, પરંતુ પુરુષોની સરખામણીમાં મહિલાઓ માટે કરારની રકમખૂબ ઓછી છે.
Tags :
Advertisement

.