ટીમ ઈન્ડિયા સામે રમવા ન્યૂઝીલેન્ડની ટીમ તૈયાર, આ બે ખેલાડીઓને બતાવ્યો બહારનો રસ્તો
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ભારત સામેની આગામી સીમિત ઓવરની શ્રેણી માટે તેની ટીમની જાહેરાત કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. T20 વર્લ્ડ કપ (T20 World Cup)ની સેમી ફાઇનલમાં પાકિસ્તાન સામે હારીને બહાર થઈ ગયેલી કીવી ટીમની કમાન ફરી એકવાર કેન વિલિયમસન (Kane Williamson)ના હાથમાં હશે. પરંતુ ભારત સામેની શ્રેણીમાં ન્યૂઝીલેન્ડના બે અનુભવી અને સ્ટાર ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું નથી.માર્ટિન ગુપ્ટિલ અને ટ્રà
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ભારત સામેની આગામી સીમિત ઓવરની શ્રેણી માટે તેની ટીમની જાહેરાત કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. T20 વર્લ્ડ કપ (T20 World Cup)ની સેમી ફાઇનલમાં પાકિસ્તાન સામે હારીને બહાર થઈ ગયેલી કીવી ટીમની કમાન ફરી એકવાર કેન વિલિયમસન (Kane Williamson)ના હાથમાં હશે. પરંતુ ભારત સામેની શ્રેણીમાં ન્યૂઝીલેન્ડના બે અનુભવી અને સ્ટાર ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું નથી.
માર્ટિન ગુપ્ટિલ અને ટ્રેન્ટ બોલ્ટ ટીમમાંથી બહાર
T20 વર્લ્ડ કપ બાદ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ પ્રથમ દ્વિપક્ષીય શ્રેણી છે. ન્યૂઝીલેન્ડે આ શ્રેણી માટે અનુભવી ઓપનર માર્ટિન ગુપ્ટિલ અને ડાબોડી ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટને સામેલ કર્યા નથી. આ બંને દિગ્ગજ ખેલાડીઓને ન્યૂઝીલેન્ડની 13 ખેલાડીઓની ટીમમાં સ્થાન મળ્યું નથી. 36 વર્ષીય બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલ તાજેતરમાં પૂરા થયેલા T20 વર્લ્ડ કપનો ભાગ હતો પરંતુ તેની જગ્યાએ ફિન એલનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ન્યૂઝીલેન્ડના કોચ ગેરી સ્ટેડે મંગળવારે જણાવ્યું હતું કે, ફિનની સફળતા અને સફેદ બોલ ક્રિકેટમાં વૃદ્ધિનો અર્થ એ છે કે માર્ટિન ગુપ્ટિલ જેવા ખેલાડીને બહાર બેસવું પડશે. આ ઉચ્ચ પ્રદર્શન રમતોની પ્રકૃતિ છે. 50-ઓવરનો વર્લ્ડ કપ એક વર્ષ કરતાં ઓછો સમય બાકી છે અને અમે ફિનને અમુક ODI અનુભવ મેળવવાની તક આપવા માંગીએ છીએ, ખાસ કરીને ભારત જેવી ગુણવત્તાયુક્ત ટીમ સામે.
Advertisement
યુવા અને નવા ખેલાડીઓને વધુ તક
ન્યૂઝીલેન્ડે ફરી એકવાર 23 વર્ષીય યુવા ઓપનર ફિન એલન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેણે T20 વર્લ્ડ કપમાં ઇનિંગ્સની શરૂઆત કરી હતી. બોલ્ટે પારિવારિક કારણો અને ડોમેસ્ટિક લીગમાં રમવાને ટાંકીને આ વર્ષની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર નીકળી ગયો હતો અને આ કારણે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ખેલાડીઓની પસંદગી વિશે વાત કરતા, યજમાન ટીમના કોચે તેને ભવિષ્ય અને આવતા વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ સાથે જોડ્યું અને કહ્યું કે તે યુવા અને નવા ખેલાડીઓને વધુ તક આપવા માંગે છે.
નોંધપાત્ર વાત એ છે કે ભારતીય ટીમની હાલત પણ આવી જ છે. બીસીસીઆઈએ તેના વરિષ્ઠ ખેલાડીઓને ઈંગ્લેન્ડ સામે વર્લ્ડ કપ સેમીફાઈનલમાં પરાજય મળ્યા બાદ આ પ્રવાસ પર સામેલ કર્યા નથી અને આગામી મહિને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે તેમને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. સિનિયર ખેલાડીઓ વિના ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર પહોંચેલી ટીમ ઈન્ડિયા હાર્દિક પંડ્યા અને શિખર ધવનની કેપ્ટન્સીમાં વનડે અને T20 સિરીઝ રમશે. આ સિરીઝ 18 નવેમ્બરથી શરૂ થઈ રહી છે.
ન્યૂઝીલેન્ડ T20 ટીમ:
કેન વિલિયમસન (c), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, ડેરીલ મિશેલ, એડમ મિલ્ને, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી, બ્લેર ટિકનર
ન્યૂઝીલેન્ડ ODI ટીમ:
કેન વિલિયમસન (c), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ટોમ લેથમ, ડેરીલ મિશેલ, એડમ મિલ્ને, જીમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી
આ પણ વાંચો - ચેમ્પિયન બનેલી ઈંગ્લેન્ડની ટીમ પૈસાનો વરસાદ, મળશે 13 કરોડ રૂપિયા, ભારતીય ટીમને મળશે આટલા રૂપિયા, જાણો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.