Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એશિયા કપમાં શાનદાર પ્રદર્શનનો કોહલીને થયો વિરાટ ફાયદો, T20 રેકિંગમાં લગાવી મોટી છલાંગ

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ T20 મેન્સ પ્લેયર્સની રેન્કિંગ જાહેર કરી છે. આ વખતે ICC T20 રેન્કિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન 810 પોઈન્ટ સાથે નંબર વન પર યથાવત છે. તેણે તાજેતરના એશિયા કપમાં સૌથી વધુ રન બનાવ્યા છે. દક્ષિણ આફ્રિકાના એડિન માર્કરામ 771 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. જ્યારે આ રેન્કિંગમાં કોહલીનો વિરાટ ફાયદો થયો છે. ICC દ્વારા ખેલાડીઓની નવી T20 રેન્કિંગ à
એશિયા કપમાં શાનદાર પ્રદર્શનનો કોહલીને થયો વિરાટ ફાયદો  t20 રેકિંગમાં લગાવી મોટી છલાંગ
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ T20 મેન્સ પ્લેયર્સની રેન્કિંગ જાહેર કરી છે. આ વખતે ICC T20 રેન્કિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન 810 પોઈન્ટ સાથે નંબર વન પર યથાવત છે. તેણે તાજેતરના એશિયા કપમાં સૌથી વધુ રન બનાવ્યા છે. દક્ષિણ આફ્રિકાના એડિન માર્કરામ 771 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. જ્યારે આ રેન્કિંગમાં કોહલીનો વિરાટ ફાયદો થયો છે. 
ICC દ્વારા ખેલાડીઓની નવી T20 રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. જેમા એશિયા કપના પ્રદર્શનની ઘણી અસર જોવા મળી રહી છે. ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી અને શ્રીલંકાના ઓલરાઉન્ડર વનિન્દુ હસરંગાએ મોટો ફાયદો ઉઠાવ્યો છે. જ્યારે પાકિસ્તાની સુકાની બાબર આઝમને ફરી એકવાર નુકસાન થયું છે. એશિયા કપ 2022માં સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા ક્રમે રહેલા વિરાટ કોહલીએ નવી રેન્કિંગમાં 14 સ્થાનની છલાંગ લગાવી છે.
Advertisement

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન હવે 15મા નંબર પર છે. ઉલ્લેખનીય છે કે, વિરાટે એશિયા કપ દરમિયાન T20Iની તેની પ્રથમ સદી ફટકારી હતી. એકંદરે, તેણે પાંચ મેચમાં બે અડધી સદી અને એક સદીની મદદથી 276 રન બનાવ્યા. બેટ્સમેનોની રેન્કિંગમાં કેએલ રાહુલને સાત સ્થાનનો ફાયદો થયો છે અને તે હવે 23 મા નંબર પર છે. બીજી તરફ શ્રીલંકાના બેટ્સમેન ભાનુકા રાજપક્ષે પણ 34 સ્થાનની છલાંગ લગાવીને 34 મા સ્થાને પહોંચી ગયો છે.
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને ફરી એકવાર નુકસાન થયું છે. એશિયા કપ પહેલા ટોપ પર રહેલો બાબર હવે ત્રીજા સ્થાને સરકી ગયો છે. જ્યારે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એડન માર્કરામ બીજા સ્થાને છે. બીજી તરફ શ્રીલંકાના સ્ટાર ઓલરાઉન્ડર અને પાકિસ્તાન સામેની ટાઈટલ મેચમાં મેચ વિનિંગ પ્રદર્શન કરનાર વનિન્દુ હસરંગાને બોલરોની રેન્કિંગમાં ત્રણ સ્થાનનો ફાયદો થયો છે અને તે હવે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. આ સાથે જ તેને ઓલરાઉન્ડરની યાદીમાં પણ જબરદસ્ત ફાયદો થયો છે અને હવે તે સાત સ્થાનની છલાંગ લગાવીને ચોથા નંબર પર પહોંચી ગયો છે. હસરંગાએ આખી ટૂર્નામેન્ટમાં 9 વિકેટ લીધી હતી.
Tags :
Advertisement

.