Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જો જીતા વોહી સિકંદર! આજે રમાશે ભારત-દ.આફ્રિકા વચ્ચે સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ

આજે ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચે ODI શ્રેણીની ત્રીજી મેચ રમાશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ (Arun Jaitley Stadium) માં ભારતીય સમયાનુસાર (IST) બપોરે 1.30 વાગ્યાથી રમાશે. આ મેચ પહેલા, બંને ટીમો શ્રેણીમાં 1-1થી બરાબરી પર છે અને ભારતીય ટીમ નિર્ણાયક મેચ જીતીને શ્રેણી પર કબજો કરવા માંગશે. સિરીઝ હાલમાં 1-1થી ટાઈશિખર ધવન (Shikhar Dhawan)ની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયા (Team India) આજે દક્ષિણ આફ્રિકા સામેની ખૂબ જ ખાસ મ
જો જીતા વોહી સિકંદર  આજે રમાશે ભારત દ આફ્રિકા વચ્ચે સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ
આજે ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચે ODI શ્રેણીની ત્રીજી મેચ રમાશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ (Arun Jaitley Stadium) માં ભારતીય સમયાનુસાર (IST) બપોરે 1.30 વાગ્યાથી રમાશે. આ મેચ પહેલા, બંને ટીમો શ્રેણીમાં 1-1થી બરાબરી પર છે અને ભારતીય ટીમ નિર્ણાયક મેચ જીતીને શ્રેણી પર કબજો કરવા માંગશે.
Advertisement

સિરીઝ હાલમાં 1-1થી ટાઈ
શિખર ધવન (Shikhar Dhawan)ની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયા (Team India) આજે દક્ષિણ આફ્રિકા સામેની ખૂબ જ ખાસ મેચમાં ઉતરવા જઈ રહી છે. આજે વનડે સિરીઝની છેલ્લી મેચ છે અને મેચ એટલા માટે પણ ખાસ છે કારણ કે સિરીઝ હાલમાં 1-1થી ટાઈ પર ચાલી રહી છે. આજની મેચમાં જે પણ ટીમ જીતશે તે સિરીઝ પણ કબજે કરી લેશે. 

હવામાન અહેવાલ
દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાન સારું નથી. શહેરમાં નિયમિતપણે વરસાદ પડી રહ્યો છે, જે 2007 પછી સૌથી વધુ છે. વળી, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મંગળવારે યોજાનારી ત્રીજી મેચમાં વરસાદ રમતને બગાડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જોકે, દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની ખૂબ ઓછી સંભાવના છે.
દિલ્હીમાં કેવું રહ્યું છે ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન
આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ છે અને મેચ શરૂ થાય તે પહેલા તમે જાણી લો કે જ્યારે પણ ટીમ ઈન્ડિયા દિલ્હીના આ સ્ટેડિયમમાં ઉતરી છે ત્યારે તેનું પ્રદર્શન કેવું રહ્યું છે. જો કે પહેલા આ સ્ટેડિયમનું નામ ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ હતું, જે પાછળથી પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વર્ગસ્થ અરુણ જેટલીના નામમાં બદલાઈ ગયું.  ટીમ ઈન્ડિયાએ આ પહેલા દિલ્હીના આ સ્ટેડિયમમાં કુલ 20 ODI મેચ રમી છે અને જેમાંથી ભારતીય ટીમે 12મા જીત મેળવી છે, જ્યારે સાતમાં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ એવી પણ હતી, જેનું કોઈ પરિણામ આવ્યું ન હતું. એટલે કે, ટીમ ઈન્ડિયાના આંકડા અહીં ઘણા સારા છે, પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે દક્ષિણ આફ્રિકાની ટીમે શ્રેણીની પ્રથમ મેચ જીતી અને ટીમ ઈન્ડિયાને હરાવ્યું છે અને, બીજી મેચ જીત્યા બાદ ભારતીય ટીમે શ્રેણીમાં બરાબરી કરી. હવે આજની મેચ ખૂબ જ ખાસ છે અને આજની મેચમાં ખેલાડીઓ કેવું પ્રદર્શન કરે છે તે જોવું પણ રસપ્રદ રહેશે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વનડે મેચમાં કોનો છે દબદબો
જો ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચેની વનડે મેચના રેકોર્ડ પર નજર કરીએ તો તેમાં આફ્રિકાનો દબદબો જોવા મળે છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 89 મેચ રમાઈ છે. તેમાંથી દક્ષિણ આફ્રિકાએ 50 મેચ જીતી છે જ્યારે ભારતે માત્ર 36 મેચ જીતી છે. જોકે, ભારત પાસે છેલ્લી મેચની જીત સાથે મોમેન્ટમ છે, જેનો ફાયદો તેને મળી શકે છે. ભારતની મુખ્ય ટીમ નથી રમી રહી પરંતુ B ટીમ પણ મજબૂત છે અને શ્રેણી જીતવા સક્ષમ છે.
ફોર્મની શોધમાં ઓપનર
ભારતીય ટીમ મેનેજમેન્ટ સુકાની શિખર ધવન(Shikhar Dhawan) અને યુવા બેટ્સમેન શુભમન ગિલ (Shubhaman Gill)ની ઓપનિંગ જોડીના પ્રદર્શનને લઈને થોડું ચિંતિત હશે. આ બંને બેટ્સમેન અત્યાર સુધી શ્રેણીમાં રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. જોકે, મિડલ ઓર્ડરમાં ઈશાન કિશન, શ્રેયસ અય્યર અને સંજુ સેમસન મજબૂત ફોર્મમાં જોવા મળી રહ્યા છે. શ્રેયસ અય્યરે બીજી મેચમાં સદી ફટકારીને ટીમને જીતનો સ્વાદ ચખાડ્યો હતો જ્યારે ઈશાન કિશન ભલે તેની સદી ચૂકી ગયો હોય પરંતુ ફોર્મમાં પરત આવી ગયો છે.
Advertisement
Tags :
Advertisement

.