ઓસ્ટ્રેલિયા સામે આજે ઈન્ડિયાની થશે ટક્કર, એકવાર ફરી સ્ટેડિયમમાં સંભળાશે સચિન-સચિનના નારા
ક્રિકેટથી રિટાયર્ડ થઇ ચુકેલા તમારા ફેવરિટ દિગ્ગજ ખેલાડીઓને એકવાર ફરી મેદાનમાં જોવાની મજા જ કઇંક અલગ છે. તાજેતરમાં આ તમામ ખેલાડીઓ રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ (RSWS)માં રમતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને અહીં ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર (Sachin Tendulkar) ને મેદાનમાં રમતા જોઇ ક્રિકેટ પ્રેમીઓમાં એક અલગ જ ખુશી જોવા મળી રહી છે. ભારતીય ચાહકો માટે ખુશીની વાત એ પણ છે કે ઈન્ડિયા લેજેન્ડ્સ (India Legends) એ
ક્રિકેટથી રિટાયર્ડ થઇ ચુકેલા તમારા ફેવરિટ દિગ્ગજ ખેલાડીઓને એકવાર ફરી મેદાનમાં જોવાની મજા જ કઇંક અલગ છે. તાજેતરમાં આ તમામ ખેલાડીઓ રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ (RSWS)માં રમતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને અહીં ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર (Sachin Tendulkar) ને મેદાનમાં રમતા જોઇ ક્રિકેટ પ્રેમીઓમાં એક અલગ જ ખુશી જોવા મળી રહી છે. ભારતીય ચાહકો માટે ખુશીની વાત એ પણ છે કે ઈન્ડિયા લેજેન્ડ્સ (India Legends) એ સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ઈન્ડિયા લેજેન્ડ્સ શ્રેણી જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે અને અત્યાર સુધીની સફરને જોતા એવું કહી શકાય કે આવું થઈ પણ શકે છે.
પ્રથમ સેમિફાઈનલમાં આજે ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા આમને-સામને
રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ 2022 (RSWS 2022) નો રોમાંચ હવે તેના અંતિમ માર્ગે પહોંચી ગયો છે. આજે ઈન્ડિયા લેજેન્ડ્સ અને ઓસ્ટ્રેલિયા લેડેન્ડ્સ વચ્ચે મેચ રમાશે. આ પ્રથમ સેમિફાઈનલ મેચ હશે, જ્યારે બીજી સેમિફાઇનલ 29 સપ્ટેમ્બરે શ્રીલંકા લેડેન્ડ્સ અને વેસ્ટ ઈન્ડિઝ લેડેન્ડ્સ વચ્ચે રમાશે. લીગ તબક્કાની તમામ મેચો પૂરી થઈ ગઈ છે. હવે અંતિમ ચારમાં સામેલ ટીમો વચ્ચે સ્પર્ધાનો વારો છે. આજે રાયપુર (Raipur)ના શહીદ વીર નારાયણ સિંઘ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ (Shaheed Veer Narayan Singh International Stadium) મા T20 ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલમાં ઈન્ડિયા લેજેન્ડ્સનો મુકાબલો ઓસ્ટ્રેલિયા લેજેન્ડ્સ સાથે થશે. ઈન્ડિયા લેજેન્ડ્સે લીગ તબક્કામાં કુલ 5 મેચ રમી અને 2માં જીત મેળવી હતી.
કેપ્ટન વોટ્સન ખતરનાક ફોર્મમાં
ભારત અને ઓસ્ટ્રેલિયા પ્રથમ સેમિફાઇનલ મેચમાં સામસામે ટકરાશે. બીજી મેચમાં શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો વચ્ચે મુકાબલો થશે. ટૂર્નામેન્ટ હવે અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. વિન્ડીઝે 5માંથી બે મેચ જીતી છે અને ઓસ્ટ્રેલિયા લેજેન્ડ્સે 4માંથી 2 મેચ જીતી છે. આવી સ્થિતિમાં બીજી સેમિફાઇનલ મેચ શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાશે.
ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા લેજેન્ડ્સની શરૂઆત ખરાબ રહી હતી પરંતુ તેણે બાંગ્લાદેશ સામેની રોમાંચક મેચમાં જીત સાથે બાઉન્સ બેક કર્યું હતું. ત્યારથી, વોટ્સન અને તેની ટીમે પાછળ વળીને જોયું નથી અને સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે તેની આગામી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. કેપ્ટન વોટ્સન ખતરનાક ફોર્મમાં જોવા મળી રહ્યો છે અને આ જ ફોર્મ તે ભારતીય ટીમ સામે ચાલુ રાખશે.
સચિનના ફોર્મમાં પરત ફરતા ટીમમાં ફોર્મમાં આવી
ઈન્ડિયા લેજેન્ડ્સની ત્રણ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. આ રીતે ટીમ ઈન્ડિયાને ટેબલમાં બીજું સ્થાન મળ્યું છે. ભારત 14 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. પ્રથમ નંબર પર શ્રીલંકાની ટીમ છે. શ્રીલંકાએ 5 મેચમાં 18 પોઈન્ટ મેળવ્યા છે અને તે ટેબલમાં ટોચ પર છે. ઈન્ડિયા લેજેન્ડ્સના કેપ્ટન તેંડુલકરે દેહરાદૂનમાં ઈંગ્લેન્ડ સામેની ઈનિંગથી ફોર્મમાં પાછા આવવાના સંકેત આપી દીધા છે. સ્ટુઅર્ટ બિન્ની, યુસુફ પઠાણ, સુરેશ રૈના અને યુવરાજ સિંહે પણ બેટથી ધમાકો કર્યો હતો.
આ પણ વાંચો - સચિન તેંડુલકરે મેદાનમાં કર્યો ચોક્કા-છક્કાનો વરસાદ, ઈન્ડિયા લિજેન્ડ્સે આસાનીથી મેળવી જીત
Advertisement