Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રોમાંચથી ભરેલી મેચમાં 7 રને હાર્યું ભારત, આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ મચાવ્યું ગદર

ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે શનિવારે મુંબઈના બ્રેબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી શ્રેણીની ચોથી T20 મેચ 7 રનના માર્જીનથી જીતીને શ્રેણી 3-1થી જીતી લીધી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા (Team India)ને જીતવા માટે 189 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીવાળી ટીમ 20 ઓવરમાં 181 રન જ બનાવી શકી અને 7 રનથી મેચ હારી ગઈ.ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયà
રોમાંચથી ભરેલી મેચમાં 7 રને હાર્યું ભારત  આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ મચાવ્યું ગદર
Advertisement
ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે શનિવારે મુંબઈના બ્રેબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી શ્રેણીની ચોથી T20 મેચ 7 રનના માર્જીનથી જીતીને શ્રેણી 3-1થી જીતી લીધી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા (Team India)ને જીતવા માટે 189 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીવાળી ટીમ 20 ઓવરમાં 181 રન જ બનાવી શકી અને 7 રનથી મેચ હારી ગઈ.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 શ્રેણીની ચોથી મેચમાં 7 રને હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે 188 રન બનાવ્યા હતા. પરંતુ જવાબમાં ટીમ ઈન્ડિયા પાંચ વિકેટ ગુમાવીને માત્ર 181 રન જ બનાવી શકી હતી. જોરદાર લડત આપ્યા બાદ પણ ભારતીય ટીમ આ મેચ જીતી શકી નથી અને હવે ઓસ્ટ્રેલિયાએ આ શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
એલિસ પેરીએ મચાવ્યું ગદર
ઓસ્ટ્રેલિયાની પ્રથમ બેટિંગ સમયે શરૂઆતમાં ટીમની વિકેટો ઝડપી પડવા લાગી હતી, જોકે, ત્યારબાદ એશ્લે ગાર્ડનર અને એલિસ પેરીએ તોફાની બેટિંગ કરી હતી. પોતાની ઇનિંગ્સમાં સાત ચોક્કા અને ચાર છક્કા મારવા ઉપરાંત, પેરીએ ગાર્ડનર સાથે ત્રીજી વિકેટ માટે 60 બોલમાં 94 રનની ભાગીદારી કરી હતી. ગાર્ડનરે 27 બોલમાં ત્રણ ચોક્કા અને છક્કાની મદદથી 42 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં ગ્રેસ હેરિસે માત્ર 12 બોલમાં 27 રનની આક્રમક ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ આ મેચમાં 19 ચોક્કા અને આઠ છક્કા ફટકાર્યા હતા. કપ્તાન એલિસા હીલીએ સ્નાયુમાં ખેંચાણના કારણે 21 બોલમાં 30 રન બનાવ્યા બાદ રિટાયર હર્ટ થઇ હતી. ભારત તરફથી દીપ્તિ શર્મા સૌથી સફળ બોલર હતી, જેણે ચાર ઓવરમાં 35 રન આપીને બે વિકેટ લીધી હતી. આ સાથે જ રાધા યાદવે ત્રણ ઓવરમાં 26 રન આપીને સફળતા હાંસલ કરી હતી.
ટીમ ઈન્ડિયાનો 7 રનથી પરાજય થયો 
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને જરૂરી શરૂઆત મળી ન હોતી પરંતુ કેપ્ટન હરમનપ્રીત કૌરે 30 બોલમાં 46 રન, દેવિકા વૈદ્યએ 26 બોલમાં 32 રન અને રિચા ઘોષે 19 બોલમાં અણનમ 40 રન ફટકારીને ટીમને મેચમાં જાળવી રાખી હતી. આ હાઈ સ્કોરિંગ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ ગાર્ડનરે ચાર ઓવરમાં માત્ર 20 રન આપીને બે વિકેટ લીધી હતી. અલાના કિંગને પણ બે સફળતા મળી હતી. તેણે ત્રણ ઓવરમાં 23 રન ખર્ચ્યા. મોટા લક્ષ્યનો પીછો કરતા સ્મૃતિ મંધાના (16 રન) અને શેફાલી વર્મા (11 રન)એ ડાર્સી બ્રાઉનની પ્રથમ ઓવરમાં ત્રણ ચોક્કા ફટકાર્યા હતા. સ્મૃતિ ત્રીજી ઓવરમાં ગાર્ડનરની બોલ પર બેથ મૂનીને કેચ આપીને પેવેલિયન પરત ફરી હતી. 

હરમનપ્રીત અને દેવિકાની ભાગીદારીની મદદથી ટીમ સ્કોરની નજીક પહોંચી
પાવરપ્લેની છેલ્લી ઓવરમાં, શેફાલીએ બ્રાઉન તરફથી એક પછી એક ડિલિવરી ફટકારી હતી પરંતુ પેરી આગલા બોલ પર કેચ આઉટ થઈ ગઇ હતી. પાવરપ્લેમાં ટીમનો સ્કોર બે વિકેટે 44 રન હતા. આગામી ઓવરમાં સ્પિનર ​​અલાના કિંગે જેમિમાહ રોડ્રિગ્સ (8 રન)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. આ પછી હરમનપ્રીત કૌર અને દેવિકા વૈદ્યએ સાવચેતીપૂર્વક બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મેચની 15મી ઓવરમાં બોલિંગ માટે આવેલી કિંગના બોલ પર સ્વીપ શોટ લગાવવાના ચક્કરમાં હરમનપ્રીતે બ્રાઉનને કેચ પકડાવી દીધો હતો. 30 બોલની ઇનિંગમાં 6 ચોક્કા અને 1 છક્કા ફટકારવા ઉપરાંત તેણે દેવિકા સાથે ચોથી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરીને ટીમને મેચમાં જાળવી રાખ્યું હતું.
Advertisement

રિચાની તોફાની બેટિંગે જીતની આશા રાખી જીવંત
હરમનપ્રીત અને દેવિકા બાદ બેટિંગનો ભાર રિચાએ પોતાના ખભા પર લીધો હતો. આ મેચ રોમાંચક વળાંક પર સમાપ્ત થઈ હતી. ટીમ ઈન્ડિયાને છેલ્લી ત્રણ ઓવરમાં 41 રન બનાવવાના હતા. 18મી ઓવરમાં એક વિકેટ પડી અને માત્ર 3 રન થયા. આ પછી ટીમ ઈન્ડિયાની હાર લગભગ નિશ્ચિત થઈ ગઈ હતી, પરંતુ 19મી ઓવરમાં રિચા ઘોષે જબરદસ્ત બેટિંગનું પ્રદર્શન કર્યું. રિચાએ હીથર ગ્રેહામને પ્રથમ બોલ પર સિક્સર, બીજા બોલ પર સિક્સર અને ત્રીજા બોલ પર ફોર ફટકારીને સનસનાટી મચાવી હતી. જોકે ટીમ ઈન્ડિયા આગામી ત્રણ બોલમાં માત્ર 2 રન બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયાને છેલ્લી ઓવરમાં 19 રન બનાવવાના હતા. આ ઓવરમાં દીપ્તિ શર્માએ બે ચોક્કા ફટકાર્યા હતા. રિચા અને દીપ્તિએ દોડીને 4 રન લીધા હતા, પરંતુ તેઓ ટીમને જીત અપાવી શક્યા ન હોતા. રિચા ઘોષે 19 બોલમાં ચાર ચોક્કા અને બે છક્કાની મદદથી અણનમ 40 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌરે 46 રન બનાવ્યા હતા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.

×