કોમનવેલ્થ ગેમ્સમાં એક દિવસમાં ભારતને મળ્યાં બે મેડલ
સોમવારે કોમનવેલ્થ ગેમ્સમાં જૂડોમાં ભારતને બે મેડલ મળ્યાં છે. પહેલા સુશીલાદેવીને સિલ્વર અને ત્યાર બાદ વિજય કુમારને જૂડોમાં બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. ભારતની સુશીલા દેવી લિકમબામ જૂડોની 48 કિલોગ્રામની ફાઈનલમાં હારી ગઈ છે અને તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે, ફાઈનલમાં સુશીલાનો મુકાબલો સાઉથ આફ્રિકાની મિશેલા વ્હાઈટબોઈ સામે થયો હતો, જેણે ગોલ્ડ પર કબજો જમાવ્યો હતો. બંને ખેલાડીઓ વચ્ચેની આ મેચ 4 મિનિટ અને 25 સેકન્ડ સુધી ચાલી હતી.
SHUSHILA BAGS SILVER 🤩🤩
Shushila Devi 🥋 (2014 #CWG Silver medalist) clinches her 2nd #CommonwealthGames medal after putting up a good technical fight against Michaela Whitebooi of South Africa 💪💪
Well done champ, we are proud of you!#Cheer4India#India4CWG2022 pic.twitter.com/gCp2HwUWEt
— SAI Media (@Media_SAI) August 1, 2022
Prime Minister Narendra Modi congratulates Shushila Devi Likmabam for winning the Silver medal in #CommonwealthGames2022
"She has demonstrated remarkable skill and resilience. Best wishes for her future endeavours," tweets PM Modi pic.twitter.com/9MUOjxdO8N
— ANI (@ANI) August 1, 2022
સુશીલા દેવી બાદ જૂડોકો વિજય કુમારે પણ બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. ભારતીય જૂડોકા વિજય કુમારે પુરુષોની 60 કિગ્રા સ્પર્ધામાં સાઈપ્રસના પેટ્રોસ ક્રિસ્ટોડોલાઈડ્સને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
સુશીલા મણિપુરની રહેવાશી
સુશીલાનો જન્મ 1 ફેબ્રુઆરી, 1995ના રોજ થયો હતો અને તે મણિપુરની રહેવાસી છે. સુશીલાને બાળપણથી જ જુડોનો શોખ હતો કારણ કે તેનો પરિવાર આ રમત સાથે જોડાયેલો છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સુશીલા દેવી એકમાત્ર ખેલાડી હતી. સુશીલા પીઢ બોક્સર એમસી મેરી કોમને પોતાનો આદર્શ માને છે.
સુશીલા દેવી આ સાથે કોમનવેલ્થ ગેમ્સની જુડો ઈવેન્ટમાં મેડલ જીતનારી ભારતની સૌપ્રથમ મહિલા ખેલાડી બની ગઈ હતી.
જૂડોના ખેલાડીઓને જૂડોકો કહેવાય, ત્રણ રીતે રમાય છે રમત
જૂડોના ખેલાડીઓને જૂડોકો કહેવાય છે. જૂડોમાં ત્રણ પ્રકારે સ્કોરિંગ થાય છે જેને ઈપપોન, વજા-આરી અને યુકો કહેવાય છે. ઈપપોન ત્યારે થાય છે કે જ્યારે ખેલાડી સામેવાળા ખેલાડીને થ્રો કરે અને તેને ઉઠવા ન દેય. ઈપપોન થાય ત્યારે એક ફૂલ પોઈન્ટ અપાય છે અને ખેલાડી જીતી જાય છે. સુશીલા દેવીએ ઈપપોન દ્વારા સેમિફાઈનલમાં જીત મેળવી હતી.