Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંતિમ T20 મેચમાં સ્પિનરોનો ચાલ્યો જાદુ, ટીમ ઈન્ડિયાએ 88 રનોથી જીતી મેચ

ભારતે રવિવારે રમાયેલી પાંચમી T20 ઈન્ટરનેશનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 88 રને હરાવીને પાંચ મેચની શ્રેણી 4-1થી જીતી લીધી છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે ખૂબ જ નબળું પ્રદર્શન કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 7 વિકેટે 188 રન બનાવ્યા હતા. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ 15.4 ઓવરમાં 100 રનમાં સમેટાઈ ગઇ હતી. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે T20 સિરીઝની છેલ્લી મેચ રવિવારે રમાઈ હતી. છેલ્લી T20માં રોહિત શરà«
અંતિમ t20 મેચમાં સ્પિનરોનો ચાલ્યો જાદુ  ટીમ ઈન્ડિયાએ 88 રનોથી જીતી મેચ
ભારતે રવિવારે રમાયેલી પાંચમી T20 ઈન્ટરનેશનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 88 રને હરાવીને પાંચ મેચની શ્રેણી 4-1થી જીતી લીધી છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે ખૂબ જ નબળું પ્રદર્શન કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 7 વિકેટે 188 રન બનાવ્યા હતા. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ 15.4 ઓવરમાં 100 રનમાં સમેટાઈ ગઇ હતી. 
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે T20 સિરીઝની છેલ્લી મેચ રવિવારે રમાઈ હતી. છેલ્લી T20માં રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાએ કમાન સંભાળી હતી. પંડ્યાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 189 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝ માત્ર 100 રન બનાવી શકી હતી. પ્રથમ બેટિંગ કરતા શ્રેયસ અય્યરે 64 રનની શાનદાર ઇનિંગ રમી હતી. દીપક હુડ્ડાએ તેને ઘણો સાથ આપ્યો. વળી 189 રનનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખરાબ રહી હતી. 
વિન્ડીઝને પહેલી જ ઓવરમાં જેસન હોલ્ડરના રૂપમાં પહેલો ફટકો લાગ્યો હતો, તે અક્ષર પટેલ દ્વારા બોલ્ડ થયો હતો. શિમરોન હેટમાયર સિવાય વેસ્ટ ઈન્ડિઝનો કોઈ બેટ્સમેન ભારતીય સ્પિનરો સામે ટકી શક્યો નહોતો. શિમરોન હેટમાયરે 35 બોલમાં 56 રન બનાવ્યા, જેમાં તેણે 4 છક્કા અને 5 ચોક્કા ફટકાર્યા હતા. જણાવી દઈએ કે, ભારતીય સ્પિન બોલરોએ વેસ્ટ ઈન્ડિઝની તમામ 10 વિકેટ ઝડપી હતી. રવિ બિશ્નોઈએ 4, અક્ષર પટેલ અને કુલદીપ યાદવે 3-3 વિકેટ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ 16 ઓવર પહેલા 100 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
Advertisement

ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતી ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા. ભારતે નરમાશથી શરૂઆત કરી હતી. ઓપનર ઈશાન કિશન અને શ્રેયસ અય્યરે પ્રથમ વિકેટ માટે 38 રન જોડ્યા હતા. આ ભાગીદારીને ડોમિનિક ડ્રેક્સે પાંચમી ઓવરમાં ઈશાનને આઉટ કરીને તોડી હતી. ઈશાને 13 બોલમાં 1 ફોરની મદદથી 11 રન બનાવ્યા હતા. આ પછી અય્યર અને દીપક હુડ્ડાએ બીજી વિકેટ માટે 76 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. હુડ્ડા 12મી ઓવરમાં હેડન વાલ્શનનો શિકાર બન્યો હતો. તેણે 25 બોલમાં 3 ચોક્કા અને 2 છક્કાની મદદથી 38 રન બનાવ્યા હતા. ભારતને ત્રીજો ઝટકો શ્રેયસ અય્યરના રૂપમાં લાગ્યો હતો. તે 13મી ઓવરમાં જેસન હોલ્ડરની બોલિંગમાં કેચ આપી બેઠો હતો. તેણે 40 બોલનો સામનો કર્યા બાદ 64 રન બનાવ્યા હતા. અય્યરે પોતાની ઇનિંગમાં 8 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. 
ટીમને સંજુ સેમસન પાસેથી સારી ઇનિંગની આશા હતી પરંતુ તે 11 બોલમાં 2 ચોક્કાની મદદથી 15 રન જ બનાવી શક્યો હતો. તે 16મી ઓવરમાં ઓડિન સ્મિથના હાથે બોલ્ડ થયો હતો. દિનેશ કાર્તિક પણ અસરકારક ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. તે 18મી ઓવરમાં સ્મિથના હાથે બોલ્ડ થયો હતો. કાર્તિકે 9 બોલમાં 12 રન બનાવ્યા હતા. તેણે 2 ચોક્કા ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યા (16 બોલમાં 32 રન) અને અક્ષર પટેલ (7 બોલમાં 9)એ 20મી ઓવરમાં વિકેટ ગુમાવી દીધી હતી. પંડ્યા રન આઉટ થયો હતો જ્યારે સ્મિથે અક્ષરનો કેચ પકડ્યો હતો. અવેશ ખાન (1*) અને કુલદીપ યાદ (0*) અણનમ રહ્યા.

આ મેચમાં શાનદાર પ્રદર્શનના આધારે અક્ષર પટેલને મેન ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેણે આ મેચમાં બોલિંગથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પોતાની બોલિંગ સ્પેલમાં 3 વિકેટ ઝટકી હતી. તેણે 3 ઓવરના સ્પેલમાં 15 રન આપીને 3 વિકેટ લીધી હતી. 
Advertisement
Tags :
Advertisement

.